________________
૧૧ મું ] પ્રાચીન ભૌગોલિક ઉલેખે
[ ૩૩૫ ૧૨. શીલાદિત્ય વિહાર, અને ૧૩. સ્કંદભટ વિહાર.૧૮૩ તીર્થો કહી શકાય તેવાં
સ્થાનેમાં તળાજાને પહાડ, સાણને ડુંગર, ગિરનાર પાસે મળેલ ઈટવાને રસેન વિહાર અને બારિયા રતૂપ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બરડા ડુંગરની પશ્ચિમ તળેટીમાં રાણપુર પાસે ધિંગેશ્વર મહાદેવ નામક સ્થાનગુફા (જેમાં “ધિંગેશ્વર મહાદેવ તરીકે “તૂપ” જ પૂજાય છે.), ગાંડળ પાસે ખંભાલીડાની ગુફાઓ, શક્ય રીતે પ્રભાસપાટણની પૂર્વની નષ્ટવસાહતવાળા ટીંબાની પૂર્વ બાજુની ચાર ગુફાઓ, ઢાંકથી થોડે દૂર ઝીંઝુરીઝરની ગુફાઓ, સાબરકાંઠામાં શામળાજી પાસે મે નદીના દક્ષિણકાંઠા ઉપરના દેવની મેરી રથાને નજીકના સ્તૂપ અને વિહાર (જે આજે શ્યામ સરોવરના પાણીમાં, બંધ બંધાયાને કારણે, ગરકાવ થઈ ગયા છે), તારંગાના પહાડ ઉપરની તારગા (તારા) દેવીનું બૌદ્ધ રથાન, મીંઢોળા નદીને કાંઠે દક્ષિણ ગુજરાતમાં કાંપિલ્યતીર્થ, અને ખંભાત પાસે નગરામાં પ્રાપ્ત થયેલી બુદ્ધ-મૂર્તિનું સ્થાન, આ બધાં એક કાળે બૌદ્ધ તીર્થો તરીકે જાણીતાં હશે. આ બધા વિશે ગ્રંથસ્થ કે આભલેખિક સામગ્રી લભ્ય નથી. પ્રભાવચરિતમાં તારંગનાગ” એવું ગિરિનું નામ સૂચવાયું છે. ૧૮૩એ પણ એ તે જૈન તીથ. તરીકે. વજીસ્વામિપ્રબંધમાં તારણ” ગિરિ કહ્યો છે તે પણ આ “તારંગ ગિરિ જ લાગે છે.
- જૈન તીર્થોઃ ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં જૈન તીર્થો વિશિષ્ટ રીતે જાણીતા છે, ગ્રંથસ્થ થયેલાં પણ છે. આ વિશે વિવિધતીર્થંક૯પમાં સૂચક માહિતી મળી પણ આવે છે. આ પૂર્વે ઘૂમલીમાંથી મળેલાં સેંધનાં દાનશાસનમાંના એક દાનશાસનમાં ઢંતર્થને ઉલ્લેખ થયેલ છે.૧૮૪ ત્યાં વિશેષ વિગત મળતી નથી, પરંતુ પ્રભાવકચરિતમાં ટૂંકપુરી” જ્યાં પાદલિપ્તાચાર્યને નાગાર્જુનને મેળાપ થયો હતો,૧૮૫ પ્રબંધચિંતામણિમાં ઢંક’ પર્વતમાં રાજકુમાર રણસિંહની પુત્રીમાં વાસુકિનારાથી એ નાગાર્જુનને જન્મ ૧૮૨ વિવિધતીર્થકલ્પમાં ઢંકગિરિ' અને ત્યાં એ રીતે નાગાર્જુનને જન્મ ૧૮૭ પુરાતનપ્રબંધસંગ્રહમાં પણ એ ગિરિમાં નાગાર્જુનને જન્મ અને ત્યાંનું નગર તે ટૂંકપુરી',૧૮૮ અને પ્રબંધકોશમાં ઢંપર્વત પાસે પાદલિપ્તાચાર્ય અને નાગાર્જુનને ઉપરના પ્રકારને સમાગમ૧૮૯ એ રીતે ઉલ્લેખ થયેલા છે.
મહાભારતમાં ઉજજયંત ગિરિનું તીર્થ કહેવામાં આવ્યું છે; જૈન ગ્રંથ માં એનું મુખ્યત્વે નેમિનાથજીના સંબંધે માહામ્ય છે. સૂચક છે કે સ્કંદપુરાણમાં પ્રભાસખંડના વસ્ત્રાપથક્ષેત્રમાં જણાવ્યા પ્રમાણે સૂર્યબિંબમાં જે રૂપે શિવ દિગંબર