________________
[ ૩૩૩
૧૧ મું ! પ્રાચીન ભોગોલિક ઉલ્લેખ ભવન અને કલિયુગમાં મેહેરક કહેવામાં આવે છે ૭૪ મહેર એ જ મોટેરા”. જ્યાં મેઢ બ્રાહ્મણો અને વણિકે ની કુલદેવી મેટેશ્વરનું મંદિર આવેલું છે. ગામની પશ્ચિમે, થોડા અંતર ઉપર, સોલંકી ભીમદેવ ૧ લાના સમયના સુપ્રસિદ્ધ સૂર્યમંદિરનાં ખંડિયેર અને એ મંદિરના પૂર્વ પ્રાંગણમાં વિશાળ કુંડ એ સ્થાનની જૂની જાહોજલાલીનો ખ્યાલ આપે છે. સ્કંદપુરાણના ત્રીજા બ્રાહ્મખંડના બીજા ધર્મારણ્યખંડમાં રામે બ્રાહ્મણોને આપેલાં ૫૫ ગામોની યાદી આપી છે,૧૭૫ જેમાં ચાતુર્વિઘ (મેઢ) બ્રાહ્મણોએ આવીને વસાવેલાં ગામોને પણ સમાવેશ થાય છે. આ ગામે બધાં જ ધર્મારણ્યક્ષેત્રમાં નથી, ગુજરાતના બીજા બીજા ભાગમાં પણ છે; ઉ. ત. વટપત્ર (વડોદરા), કર્પટ-કપડવાણક (પડવંજ), ગેધર ગેધરા), થલત્યજ (અમદાવાદ પાસે થલતેજ), સાનદીયા (સાણંદ), આસાવલી (અમદાવાદનું જૂનું સ્થાન) વગેરે.૧૭૬ | મહીસાગરસંગમક્ષેત્રઃ સકંદપુરાણે સાત કેશ પ્રમાણનું આ ક્ષેત્ર મહી
જ્યાં સાગરને મળે છે તેના મુખપ્રદેશને ઉદ્દેશી કહ્યું છે. એનું બીજું નામ “ગુપ્તક્ષેત્ર છે. ૧૭૭ કાર્તિકેયે આ સ્થળે તારકાસુરને મારી ત્યાં વિજયસ્તંભ રોગો અને રસ્તંભેશ્વર શિવલિંગનું સ્થાપન કર્યું એટલે એ સ્થળનું નામ “સ્તંભતીર્થ પડયું; બીજે રથળે વળી એમ કહ્યું છે કે મહીસ ગરસંગમક્ષેત્રમાં બ્રહ્માની સભામાં તંભ (ગર્વ) કર્યો તેથી એનું નામ “તંભતીર્થ' પડયું. “ગુપ્તક્ષેત્રમાં એ માટે કહ્યું કે બ્રહ્માની સભામાં મહીસાગરસંગમક્ષેત્રે અર્થ માટે પિતાને શ્રેષ્ઠ તરીકે ઓળખાવી તંભ (ગ) કર્યો એટલે બ્રહ્માના મેટા પુત્ર ધર્મદેવે અભિશાપ આવ્યું કે તું હવે ગુપ્ત રહીશ આ ક્ષેત્રની વિનંતીથી ધર્મદેવે શાપનું નિવારણ કરતાં કહ્યું કે પછીથી તું ‘સ્તંભતીર્થ' નામથી વિખ્યાત થઈશ.
આ પૌરાણિક અનુશ્રુતિઓનો અર્થ માત્ર એટલો છે કે મહીસાગર સંગમતીર્થ” અને “તંભતીર્થ” (ખંભાત) એ એક છે
આ ક્ષેત્રને કુમારિકા ક્ષેત્રમાંના એક તરીકે સ્કંદપુરાણ બતાવે છે.
બ્રહ્મખેટકક્ષેત્ર સાબરકાંઠામાં ખેડબ્રહ્મા કે બ્રહ્માની ખેડ ની આસપાસના પ્રદેશનું આ ક્ષેત્ર પદ્મપુરાણના “સાભ્રમતીમાહાભ્ય’માં સચિત થયેલું છે.૧૭૮ ત્યાંની અદિતિ વાવના અભિલેખમાં એનાં ચાર યુગોનાં ચાર નામ કહ્યાં છેઃ સત્યયુગમાં - બ્રહ્મપુર, ત્રેતામાં અગ્નિખેટ', દ્વાપરમાં હિરણ્યપુર” અને કલિયુગમાં “તુલખેટ', (૧૭૮માં બ્રહ્મપુરાણાંતર્ગત બ્રહ્મક્ષેત્રમાહા” મુદ્રિત થયેલું છે “ પણ બ્રહ્મ