________________
૩૩૦]
ઈતિહાસની પૂર્વભૂમિકા શાખા રણમાં પડતી હતી, અને ઈ. સ. ૧૮૧૯ ના ધરતીકંપથી “આડબંધ [‘આલાબંધ-પાકિસ્તાનમાં “અલ્લાબંધ’ કહે છે તે] ઉપસી આવતાં સિંધુની એ શાખાને પ્રવાહ પશ્ચિમ તરફ વળી જવાથી સિંધુસમુદ્રસંગમ તીર્થ પણ નાશ પામ્યું તે) સિંધુસમુદ્રસંગમતીર્થ. પહેલા ક્રમમાં પ્રભાસ અને ઉજજયંત ગિરિના અંતરાળના પ્રદેશમાં પૂર્વ દિશાએ કૃત્રિમ પ્રાચી તીર્થને માનવામાં આવે છે એના કરતાં પશ્ચિમ દિશાએ માંગરોળ-સોરઠની પૂર્વે ઉપર સૂચવાયેલા પદ્મકુંડવાળા તીર્થને કહેવામાં આવે છે, ત્યાં પેલા પદ્માંકિત અશ્માવશેષ મળતા હેઈ, વધુ સંગત થઈ રહે. આજે પણ આસપાસનાં ગામડાંઓમાંથી શ્રાદ્ધકર્મ કરવા લેકે ત્યાં આવે છે, તે એ વિહારભૂમિ પણ છે જ. આમ આપણી સમક્ષ ત્રણ સ્થળ ખડાં થઈ રહ્યાં છે. સત્યાન્વેષણ કરવા જતાં તે એવું પ્રાપ્ત થાય છે કે મહાભારતના વર્તમાન અધિકૃત સંકલનનો સમય ઈ પૂ. ૧ લી સદીથી ઉપરના ભાગે પ મી-૬ ઠ્ઠી સદીથી પૂર્વ જઈ શકે એવું સિદ્ધ સ્વરૂપમાં કહી શકાય એમ નથી; એ જ કારણ છે કે મહાભારતમાં જ્યાં જ્યાં સ્થળો વગેરેના ક્રમ બતાવવામાં આવ્યા છે તેમાં, સંખ્યાબંધ સ્થળોમાં. સંગતિ જોવા મળતી નથી, એટલે સંદિગ્ધ સ્થળોના વિષયમાં નિર્ણયાત્મક સ્થિતિ ઉપર આવવું મુશ્કેલ બની ગયું છે. પુરાણ અને ઉત્તરકાલીન સાહિત્યમાં પણ પ્રાચીન થળોનો નિશ્ચય કરવામાં આ જ પરિસ્થિતિ છે.
ભાગવતપુરાણમાં નારાયણ કવચમાં “પ્રાચી સરસ્વતી' કહેવામાં આવી છે તે કઈ અન્ય જ લાગે છે;૫૩ એને ઉત્તર ગુજરાતની કે દક્ષિણ સૌરાષ્ટ્રની “સરસ્વતી' સાથે સંબંધ પકડે મુશ્કેલ છે.
વરદાનઃ ‘વરદાનક્ષેત્ર' પ્રભાસ અને દ્વારવતીના વચ્ચેના પ્રદેશમાં હોય એમ ઉપર સૂચવાયું છે.૧૫૫ મહાભારત-આરણ્યકપર્વમાં ઉજયંત ગિરિ ને નિર્દેશ કર્યો છે તેની પહેલાં તીર્થો કહ્યાં છે તેમાં પણ “વરદાનક્ષેત્ર કહ્યું છે૧૫ આમ આ ક્ષેત્ર સૌરાષ્ટ્ર બહારનું તો નથી જ લાગતું. સ્કંદપુરાણે ગિરનાર આસપાસના ભૂભાગનું એક વસ્ત્રાપથ ક્ષેત્ર' કહ્યું છે તે આ હેવાનું કેઈ સાંગિક પુરાવાથી પણ કહી શકાય એમ નથી. સૌરાષ્ટ્રમાં ગિરનારથી કાંઈક ઊતરતી કક્ષાને, નજીકમાં બીલેશ્વર અને અંદરના ભાગમાં કલેશ્વરનાં આજનાં તીર્થ સાચવતો બરડા પર્વત પણ ધ્યાનમાં લેવા જેવો ખરે. એ “વરાહ પર્વત હોય એવી આ પૂર્વ સંભાવના કરવામાં આવી છે. ૧૫૭ ઉજજયંતથી આજની દ્વારકા અને પિંડારક જતાં માર્ગમાં એ આવે છે. દ્વારકા અને પિંડારકનાં