________________
૩ર૮ ]
ઈતિહાસની પૂર્વભૂમિકા સંગ્રહમાં પ્રભાસને તીર્થ તરીકે ચાર સ્થળે નિર્દેશ થયેલે સંગ્રહાયે છે, જેમાં ત્રીજા ઉલ્લેખમાં સરસ્વતી નદીને સંબંધ પણ સૂચિત છે. ૧૩૭ પ્રબંધકોશ પ્રભાસમાં ચંદ્રપ્રભને સંબંધ અને વસ્તુપાલની કીર્તિ પ્રભાસ પર્યત વ્યાપક હેવાનું કહે છે.૧૩૮
આજે પ્રભાસ ક્ષેત્ર તરીકે તે વ્યાપકતા ગુમાવી બેઠું છે, પરંતુ પ્રભાસ તીર્થ તરીકે હિંદુધર્મીઓ અને જેમાં ખૂબ જાણીતું છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં પ્રભાસ પાટણ સોમનાથ પાટણ નગર અને એમાં હિંદુ ધર્મીઓને માટે સોમનાથ મહાદેવનું તીર્થસ્થાન અને જૈનેને માટે “ચ દ્રપ્રભ'નું મુખ્ય દેરાસર, નગરથી ૨ કિ. મી. પૂર્વ દિશાએ હીરણ અને સરસ્વતીના સાગર સંગમ ઉપરનું ત્રિવેણીતીર્થ, એની ઉપરના ઉત્તર ભાગે શ્રીકૃષ્ણનું દેહોત્સર્ગનું સ્થાન-આણે એ તીર્થનું સ્થાન લાંબા સમયથી જાળવી રાખ્યું છે. પ્રભાસપાટણથી ઈશાનમાં બેએક કિ. મી. ઉપર, હીરણ પશ્ચિમમાંથી આવી દક્ષિણ તરફ વળાંક લે છે ત્યાં શીતળાના મંદિરની ઉપરના ભૂભાગમાં ‘નગરાના હડપાકાલીન અવશેષોથી લઈ ક્ષત્રપકાલ સુધીના અવશેષોની પ્રાપ્તિ આ સ્થાનની પ્રાચીનતા તરફ લઈ જાય છે.
ચમ ભજન ચમસોદભેદઃ મહાભારત-આરણ્યકપર્વમાં પ્રભાસની નજીક હોય તેવું “ચસન્મ જન’-પાઠાંતરથી “ચમ ભેદ તીર્થ નોંધાયેલું છે.૧૩૯ અને શલ્યપર્વમાં તો પ્રભાસની નજીક “ચમસભેદ તીર્થ પણ કહ્યું છે. ૧૪૦ એના પછી ત્યાં ઉદપાનતીર્થ કહ્યું છે. ૧૪૧ પરંતુ આજે આ બેઉ તીર્થોને પ્રભાસ નજીક ક્યાંય પત્તો લાગતું નથી. સ્કંદપુરાણના સમયમાં પહેલાને પ્રભાસક્ષેત્રના અંતર્ગતતીર્થ તરીકે કહેવામાં આવ્યું છે. ૧૪૨ શલ્ય પર્વમાં “પ્રભાસ” અને “ચમસભેદ તીર્થોને ‘સારસ્વતતીર્થમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૪ આરણ્યકપર્વમાં “ચમ ભેદ તીર્થ કહ્યું છે ત્યાં સરસ્વતી નદીને સંધ છે, પરંતુ એ સરસ્વતી વિનશન-કુરુક્ષેત્રમાં અદશ્ય થયા પછી ભરૂભૂમિમાં અંતહિત ચાલી ચમભેદ-શિવે ભેદ-નાગભેદ એ તીર્થોમાં પ્રગટ થાય છે એમ કહ્યું છે. ૪૪ આમ ઉત્તર ગુજરાતની સરરવતી નદી કચ્છના રણમાં પથરાઈ જાય છે ત્યાં આ ત્રણ તીર્થ છે કે પ્રભાસ પાસે ત્રિવેણી સંગમમાં આવી મળતી ગીરની સરરવતી નદીના મુખ પાસે છે, એ સ્પષ્ટ થઈ શકતું નથી. સંભાવના છે કે કચ્છના રણમાં સરસ્વતી પથરાઈ જાય છે ત્યાં એ તીર્થો હોય અને પ્રભાસમાં “સરવતી' સંજ્ઞક નદી અસ્તિત્વમાં આવતાં ત્યાં પણ એમાંનું ચમભેદચમસન્મજજન કહેવામાં આવ્યું હોય. પ્રભાસ નજીક હેવા વિશે આરણ્યપર્વને