________________
૩૨૬ ] ઈતિહાસની પૂર્વભૂમિકા
[>, દાનશાસન ગોદ્રહક(ગોધરા)માંથી ફરમાવેલું છે, એ પરથી આ નદી લુણાવાડાગોધરા વિસ્તારમાં આવી હોવાનું સૂચિત થાય છે.
કને જના મહેદ્રપાલના સમયના બલવર્માના ઈ. સ. ૮૯૩ ના દાનશાસનમાં નિક્ષિસપુર-ચતુરશીતિ’ (નહિંસપુર-ચર્યાશી) પ્રદેશમાં જયપુર ગામ પાસે કણવારિકા નદી કહી છે. પતરાં ઊનામાંથી મળેલાં હોઈ ગીરની ગિરિમાળામાંના કઈ ભાગમાં આ પ્રદેશ અને નદી હોય; એ દાનશાસનના એક પણ સ્થળનો નિશ્ચય થયો નથી.
“દધિમતી’ અને ‘ક્ષારવહનો ઉલ્લેખ સિદ્ધરાજ જયસિંહના સમયના ઈ. સ. ૧૧૪૬ ના દાહોદ-અભિલેખમાં થયેલ છે. “ઊભલેડ પથક’ આજનું અભલોડ ગામ)માંના “આધિલિયા-કોડાગ્રામ (અત્યારનાં “નીમનાલિયા રાબડાલ’ અને ‘ગઈ” ગામ) ની પૂર્વે “દધિમતી (હાલની દેહમઈ') નદી અને ઉત્તરે ક્ષારવહ (હાલને ખારવો” વોકળો) કહેવામાં આવ્યાં છે. બીજી દધિમતી’ સારંગદેવ વાઘેલાના રાજ્યકાલમાંના ઈ. સ. ૧૨૭૭ ના અભિલેખમાં સૌરાષ્ટ્રમાં આવેલી સૂચવાઈ છે, જ્યાં કેઈ જેને સુમતિસ્વામીના પૂજન માટે નદી સમીપ વાડી દાનમાં આપેલી કહી છે
ગ્રંથસ્થ સાહિત્યમાં ભદ્રા નદીને નિર્દેશ કંદપુરાણના પ્રભાસખંડમાં આવેલા “વસ્ત્રાપથક્ષેત્રમાહાઓમાં વસ્ત્રાપથક્ષેત્રની ઉત્તર સીમા બતાવવા થયે છે, જે આજના જેતપુરની ઉત્તરે પશ્ચિમાભિમુખ વહી જતી “ભાદર’ છે. જંબુમાલી” નદીને નિર્દેશ આ. હેમચંદ્ર કંથાશ્રય કાવ્યમાં કર્યો છે, જ્યાં મૂલરાજનો સૌરાષ્ટ્રના ગ્રાહરિપુ સાથે મુકાબલો થયે સૂચવાય છે. આ સ્થળનિશ્ચય હજી થઈ શક્યો નથી.
૫. ક્ષે-તીર્થો
પ્રભાસ: આ તીર્થ વિશે જૂનામાં જૂને ઉલેખ અત્યારે તો મહાભારતના આદિપર્વમાં થયેલે જાણવામાં આવે છે. અર્જુન વનવાસમાં હતો અને તીર્થો કરતો કરતો “અપરાંતનાં તીથ પતાવી પશ્ચિમ સમુદ્રમાં “પ્રભાસ જઈ પહોંચ્યું હતું કે જ્યાં શ્રીકૃષ્ણએને આવી મળ્યા હતા; એ પછી રૈવતક ગિરિ ઉપર બંને વિશ્રામ માટે ગયા હતા અને ત્યાંથી દ્વારકા જઈ, દ્વારકામાંથી નજીકના વિતક ગિરિ ઉપર દેવીપૂજન માટે આવેલી સુભદ્રાનું અર્જુન હરણ કરી ગયો હતો. ૨૫આરણ્યકપર્વમાં