________________
૩૨૪] ઇતિહાસની પૂર્વભૂમિકા
(પ્ર. પ્રકીર્ણ નદીઓઃ નહપાનના જમાઈ શિવદાતના નાસિકના (ઈ.સ ૧ લી સદીના) અભિલેખમાં ઇબા-પારાદા દમણ-કરણા-દહાણુકા એ નદીઓ ‘તાપી' સાથે ગણાવી છે. ૨૧ આમાંની પારા' એ વલસાડ પાસેની પાર”, “દમણું” એ દમણ પાસેની “દમણગંગા', “કબણા એ બિલિમોરા પાસે અંબિકાને મળતી કાવેરી – દક્ષિણ ભારતની કાવેરી નહિ, અને દહાણુકા તે થાણા જિલ્લાના દહાણું પાસેની એ નામની નાની નદી છે. મહાભારત-ભીષ્મપર્વમાં એક “વાપી’ મળે છે,૨૧અ પરંતુ આજના વાપી” ગામ પાસે દમણગંગા વહે છે; એ અને “વાપી” એક હશે ? કુંભકરણની મહાભારતની આવૃત્તિમાં “પી” પાઠ છે, ૧૨૨ પણ કાવી પાસે મહી” વહે છે; એનું નામ “પી” હશે ? નિર્ણય ઉપર આવવું મુશ્કેલ છે.
સુવર્ણસિકતા, વિલાસિની, પલાશિની : સુદામાના ઈસ. ૧૫ના જૂનાગઢ શૈલલેખમાં “સુદર્શન’ સરના વર્ષાને કારણે તૂટેલા બંધનું સમારકામ કર્યાનું જણાવ્યું છે ૨૨ તે સરમાં સુવર્ણસિકતા=સુવર્ણરેખા-નરેખ) અને પલાશિની વગેરેનાં પાણી એકત્રિત થતાં હતાં. એ અભિલેખમાં ત્રીજી નદીનું નામ નથી આપ્યું, પરંતુ એ પછી ફરી પાળ તૂટી જતાં સ્કંદગુપ્તના સમયમાં નાનું સમારકામ થયું ૨૩ ત્યારે પલાશિની' “સિકતા અને વિલાસિની' એવાં ત્રણ નદીનામ જોવા મળે છે. આમાંની “સુવર્ણસિકતા કે સિકતા” એ હાથીપગા પાસેથી ફૂટતી બેક હજાર ફૂટ ઊતરી, ભવનાથના મંદિરની ઉત્તરે વહી આવી દામોદર કુંડ પાસેથી પસાર થઈ જૂનાગઢ શૈલલેખ પાસે સુદર્શનમાં પડતી “સુવર્ણરેખા' જ છે. વિલાસિની સરોવરના તળમાં સિકતાને ડામાં ફંટાતો બીજો ફાંટો યાતે ભેંસલા(સ્કંદગુપ્તના સમયના ઈ. સ. ૪૫૫-૪૫૭ના અભિલેખમાં, સ્કંદપુરાણમાં અને મોડેના જૈન ગ્રંથ વગેરેમાંના રૈવતક)ની પશ્ચિમે નીચાણવાળા ભાગમાં દક્ષિણ બાજુથી સરોવરમાં આવતો વહેળે, અને પલાશિની એ જૂનાગઢ શૈલલેખવાળા ખડકની ઉત્તરે સુવર્ણરેખાને ઉત્તરકાંઠેથી શરૂ થતા ઉત્તર-દક્ષિણ લંબાયેલા જેમણિયા ડુંગરની પશ્ચિમ તળેટીમાંથી સરોવરની ઉત્તર ધાર ઉપરન, ધારાગઢ દરવાજાની સામેના ત્રિવેણી સંગમના ઉત્તર છેડા પાસે, પૂર્વ તરફથી આવતો વહેળે સમજાય છે. આ સંગમસ્થાનથી ઉત્તરના ભાગમાં થોડે દૂર રુદ્રદામાના સમયની, નદીમાં ચૂનાના કોંક્રીટવાળા ભાગ ઉપરની વિશાળ પાળ અને દક્ષિણના ભાગમાં ધારાગઢ દરવાજા સામે સ્કંદગુપ્તના સમયની ઘડેલા પથ્થરોની ભગ્નાવશિષ્ટ નાની પાળનાં દર્શન થતાં હેઈ આ ત્રણ સિવાય ચોથા કોઈ વહેળાનાં દર્શન થતાં નથી. નદી તરીકે પછી સોનરેખ આગળ વધી પળાં સવા કળાને સાથે લઈ ઉબેણ નદીમાં મળી જાય