________________
૩૨૨] ઇતિહાસની પૂર્વભૂમિકા
[5. માર્ગો જુનને પ્રસંગ ઉતારી પ્રબંધચિંતામણિવાળી વિગત આપી છે, તે પ્રભાવકચરિતવાળે પ્રસંગ પણ નખે છે. ૮
વલ્કલિની અને હિરમચી : પવપુરાણમાં આ બે નદીઓને નજીક નજીક કહી છે ૯૯ આમાંની પહેલી ઈડર પાસેની કળી–પદ્મપુરાણમાં “વલ્કિની” પણ૦૦
–છે તે હેવાની સંભાવના છે, જ્યારે “હિરમયી” એ ખેડબ્રહ્મા પાસે વહેતી ‘હરણાવ’–‘હિરણ્યા',૧૦૧ જે આગળ વહી સાબરમતીને મળે છે, ત્યાં નજીકમાં અક્ષ” અને “મંજુમ” (હાલની બાજુમ) પણ કહી છે, જે બંને વચ્ચે ‘સત્યવાન નામને પર્વત કહ્યો છે. એક નદીના નામ તરીકે હોય તેવી હિરણ્યા પાણિનિના ગણપાઠમાં નોંધાઈ છે, ૧૦૨ પણ એના ઉપરથી સ્થાનની સ્પષ્ટતા થતી નથી.
ધ્યાનમાં રાખવા જેવું એ છે કે પ્રભાસપાટણ પાસે ત્રિવેણી સંગમમાં ભળતી હરણ નદી પણ “હિરણ્યા' તરીકે ઓળખાય છે. ગીર તરફથી આવતી એ નદી સરસ્વતીને પિતામાં કાટખૂણે મેળવતી પશ્ચિમાભિમુખ થઈ આવતી, દક્ષિણાભિમુખ થવા વળાંક લે છે ત્યાં ઉત્તરના કાંઠા નજીક પ્રભાસપાટણના હીરના પુલથી ઉત્તરે દેઢેક કિલોમીટર ઉપર શીતળાના મંદિરની ઉત્તરના ભૂભાગમાં હડપ્પીય અવશેષથી લઇ ક્ષત્રપકાલ સુધીના અવશેષ સાચવતા નગરવિસ્તાર જાણવામાં આવ્યા છે, જે આ નદીનું પ્રાચીન મહત્ત્વ વ્યક્ત કરે છે. સ્કંદપુરાણમાં જણાવેલા સરસ્વતીના પાંચ પ્રવાહમાંની પહેલી “હરિણી એ આજની હીરણ–રિસ્થા છે.૧૦૩
વિશ્વામિત્રા: મહાભારતના ભીષ્મપર્વમાં એક “વિશ્વામિત્રા' નદી કહી છે,૧૦૪ પણ ત્યાં એના સ્થાનને નિશ્ચય થઈ શકતું નથી. આરણ્યકપર્વમાં વિશ્વામિત્રનદી પારા” એમ કહેવામાં આવ્યું છે;૧૦૫ આ પરિયાત્ર પર્વતમાંથી નીકળતી કહેલી “પારા નામ લાગે છે, જેને પાટિરે પર્બતી' કહી છે. ત્યાં અન્યત્ર ચ્યવનના આશ્રમને વિશ્વામિત્રી નદીની ઉત્તરે મિનાકપર્વત પાસે આવેલા અસિતપર્વત ઉપર જણાવવામાં આવ્યા છે;૧૦માં ત્યાં બીજે સ્થળે ચ્યવનના તં૫:સ્થાનને વૈડૂર્યપર્વત (સાતપૂડા) અને નર્મદા નદીની વચ્ચેના પ્રદેશમાં ગણાવ્યું છે. ૧૦૭ આમ એ નદીને ભૃગુઓ સાથે સંબંધ હોવાનું સમજાય છે. અને એના સંદર્ભમાં વિચારતાં વડોદરા પાસેથી વહેતી “વિશ્વામિત્રી વિંધ્યના સાતપૂડા– પાવાગઢના પહાડમાંથી વહી આવે છે, એને અવનના આશ્રમ નજીકની વિશ્વમિત્રા” સાથે મેળ મળી શકે એમ છે.
ગામતી અને ચંદ્રભાગા : કંદપુરાણના દ્વારકામાહાત્યમાં દ્વારકાક્ષેત્રમાં ગમતી, કુશાવતી, લક્ષ્મણ, ચંદ્રભાગા અને જાંબવતી એ પાંચ નદીઓને સંગમ