________________
ઇતિહાસની પૂર્વભૂમિકા
t. . એ જંગલમાં વાઘ, રીંછ, દીપડા, વરુ, ઝરખ, સુવર, હરણ, સાબર, શિયાળ, સસલાં વગેરે પ્રાણીઓ જોવા મળે છે. ડુંગર પ્રદેશમાં મુખ્ય વસ્તી ભીલોની છે. - આબુ આગળથી આરાસુર થઈને ગુજરાતમાં ફેલાતે આડાવલીને ફટ બનાસકાંઠાથી મહેસાણા અને સાબરકાંઠા જિલ્લા તરફ વળે છે. મહેસાણા જિલ્લાના ઉત્તરપૂર્વ ભાગમાં તારંગા નામને ના પર્વત આવેલું છે, અને એની આજુબાજુ નાની નાની ટેકરીઓ છે.
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા, ઈડર, વિજયનગર અને ભિલોડા તરફ આડાવલીને જે ફાંટ જાય છે તેના ડુંગરાઓ બહુ ઊંચા નથી. વધુમાં વધુ માંડ ૧૫ર મીટર (૫૦૦ ફૂટ) ઊંચા હોય છે. એમાં ઈડરને ડુંગર એના ગઢ માટે જાણીતો છે. આ ડુંગરાળ પ્રદેશમાં વરસાદ વધારે પડે છે. ડુંગરાઓમાં વાઘ, દીપડા, ચિત્તા, વરુ, સૂવર, રેઝ, સાબર વગેરે રાની જાનવરો વસે છે. આ પ્રદેશમાં જંગલ આવેલાં છે તેમાં સાગ, સીસમ, વાંસ, ખેર, ટીંબરુ, મહુડા વગેરે મટાં ઝાડ થાય છે, સરકટ પણ થાય છે. કોઈ સ્થળોએ મેટાં ઘાસનાં બીડ પણ છે. ડુંગરમાંથી બાંધકામ માટેના પથ્થર મળે છે. આ પ્રદેશમાં મુખ્ય વસ્તી ભીલ લેકેની છે. લોકોને મુખ્ય ધંધે લાકડાં કાપવાનો, કેલસા પાડવાને, પથ્થર ખોદવાને અને ગુંદર અને લાખ એકઠાં કરવાનું છે.
સાબરકાંઠા જિલ્લાથી જતી ડુંગરમાળા દક્ષિણે પંચમહાલ જિલ્લામાં આગળ વધે છે. ત્યાં ઠેર ઠેર ડુંગરા આવેલા છે તેમાં પાવાગઢ ડુંગર જાણીતું છે. એ ડુંગર પર જૂને કિલ્લે અને મહાકાળીનું મંદિર છે. એ જમીનની સપાટીથી ૭૬૨ મીટર (૨,૫૦૦ ફૂટ) ઊંચો છે. એની તળેટી પાસે ચાંપાનેર વસેલું છે. પાવાગઢની દક્ષિણપૂર્વે શિવરાજપુર સુધી વિસ્તરેલી ડુંગરીઓની હારમાં મેંગેનીઝ ધાતુની ખાણે આવેલી છે. દાહોદ પાસે રતનમાળના ડુંગર છે. ડુંગરાના પ્રદેશમાં સાગ, વાંસ વગેરેનાં મેટાં જંગલ આવેલાં છે, જેમાં વાઘ, ચિત્ત, વરુ વગેરે રાની જાનવરો જોવા મળે છે. દેવગઢ ડુંગર દેવાલય અને ગઢ માટે જાણીતું છે. આ પ્રદેશમાં મુખ્ય વસ્તી ભીલ લેકેની છે.
- છટાઉદેપુરથી આગળ જતાં આ ડુંગરમાળા દક્ષિણની વિંધ્ય પર્વતમાળા સાથે ભળી જાય છે. આ ડુંગરમાળામાં ૨૪૪ થી ૩૬ મીટર (૮૦૦થી ૧,૨૦૦ ફૂટ) ઊંચી ટેકરીઓ આવેલી છે. નર્મદા અને તાપીની વચ્ચે સાતપૂડા પર્વતા આવે છે તેમાં રાજપીપળાના ડુંગર ૧૯ કિ. મી. ૧૨ માઈલ)ના ઘેરાવાના