________________
ઈતિહાસની પૂર્વભૂમિકા “ [. આરણ્યપર્વમાં આપેલા રામે પાખ્યાનમાં ૧૯ રામ ચિત્રકૂટ ગિરિ ઉપર પ્રથમ જઈ રહ્યા હતા, જ્યાં ભરત રામને પાછા લઈ આવવા ગયે હતો; ભરત પાછો ફર્યો અને અયોધ્યા ન જતાં નંદિગ્રામમાં રામની પાદુકાને રાખી ત્યાં રામના વતી રાજ્ય કરવા લાગે; પછી લેકે રામની પાસે વારંવાર આવતા હતા એમાંથી બચવા શરભંગાશ્રમ તરફ દંડકારણ્યમાં–ગોદાવરી નજીકને આશ્રય કરી રહ્યા; અહીં જ લમણે રામની આજ્ઞાથી શૂપર્ણખાનાં નાક-કાન કાપ્યાં અને ખર દૂષણ વગેરે ચૌદ હજાર રાક્ષસને રામે વિનાશ કર્યો; શૂપર્ણખાની ફરિયાદથી રાવણ આ વનમાં આવ્યો, રામે સુવર્ણમૃગ તરીકે આવેલ મારીચને અહીં માર્યો, અને સુવર્ણમૃગને મેળવવાના લેભે મૃગને મારી નાખવા રામને મોકલતાં અને મૃગે મરતાં મરતાં “સીતા–લક્ષ્મણના નામને પિકાર કર્યો એટલે સીતાએ પિતાનું રક્ષણ કરતા લક્ષ્મણને રામ તરફ ફરજિયાત મોકલતાં એકલી પડેલી સીતાને આવી રાવણ હરી ગયો; આ બધું આ દંડકારણ્યમાં બન્યું નોંધાયું છે. રામાયણમાં અયોધ્યાકાંડના અંતભાગમાં અત્રિ ઋષિનો આશ્રમ છોડી, આગળ નીકળી “વનમાં પ્રવેશ કરવાનું લખ્યું છે. ૩૭૦ અરણ્યકાંડના આરંભમાં જણવ્યા પ્રમાણે એ વન તે “દંડકારણ્ય', જ્યાંના તાપસાશ્રમની એક પર્ણશાલામાં એમને ઉતારો આપવામાં આવ્યા હતા.૩૭૧ વિરાધ-વધ, શરભંગ ઋષિને ત્યાં ગમન, સુતીર્ણ ઋષિ તરફથી સત્કાર, દસ વર્ષના નિવાસ પછી અગરત્યાશ્રમગમન અને પંચવટીમાં નિવાસ, શૂર્પણખાનું આગમન, ખર અને દૂષણને વધ, ત્રિશીર્ષને વધ વગેરેથી લઈ છેક સીતાના હરણ સુધીના બનાવઆ બધું વિશાળ દંડકારણ્યમાં બને છે. ૩૭૨ બાણ કાદંબરીમાં જે દંડકારણ્યનું વર્ણન આપે છે ૩૭૩ તે ગુજરાત અને મહારાષ્ટ્રને આ જ વિશાળ સંધિભાગ છે. એણે ત્યાં શબનો વાસ કહ્યો છે. રાજશેખર માહિષ્મતીના પ્રદેશ પછી દક્ષિણાપથનો ખ્યાલ આપતાં જે પ્રદેશનાં નામ આપે છે તેમાં ચોડ” અને “પાંડ’ વચ્ચે દક કહે છે, ૩૭૪ પણ ત્યાં કઈ ક્રમ સ્પષ્ટ નથી દેખાતે તેથી એ વિશે સંભાવના જ કરવી રહે કે એ દંડકારણ્ય'ના પ્રદેશ વિશે કહેતો હોય. બાકી એ ત્યાં “નાસિકય” નું પ્રદેશનામ તરીકે જુદું સૂચન કરે છે, તે શપરક અને કોંકણ પણ કહ્યા જ છે; નાસિક્ય પછી તરત કાંકણું આપે છે, નર્મદા, તાપી, પયોષ્ણી, ગોદાવરીને એણે દક્ષિણાપથમાં કહી છે. આમ દંડકારણ્ય એ ગોદાવરીની ખીણને આવરી લેતો વિશાળ પ્રદેશ હતો; એનું નામ ડાંગ’ શબ્દમાં જળવાઈ રહેલું ઈ ડાંગરને આજને ગુજરાતમાં આવેલે જંગલ-પ્રદેશ એ પ્રાચીન દંડકારણ્યને એક અંતર્ગત ભાગ હોવાનું સ્પષ્ટ થાય છે.