________________
૨૯૨]
ઇતિહાસની પૂર્વભૂમિકા
૩, વન એને ઉઘાને નંદનવન : દ્વારકાના ઈશાન ખૂણે રૈવતકની પાસે એક “નંદનવન' નામનું ઉદ્યાન હોવાનું અને એમાં સુરપ્રિય નામના યક્ષનું આયતન હેવાનું અંતદ્દશા, વૃષ્ણિદશા અને જ્ઞાતાધર્મકથામાં જાણવા મળે છે. ૩૫
રૈવતવન : ડેના જૈન ટીકાકારોએ તે રેવત ગિરિને બદલે રેવતવન કહ્યું છે અને એ ગિરનારની તળેટીઓમાંના કેઈ એક વનવિભાગને.
સહસ્સામ્રવન-લક્ષારામઃ જિયંત ગિરિ ઉપર “સહસ્ત્રામવન અને “લક્ષારામ' નામનાં બે વન હેવાનો ઉલ્લેખ વિવિધતીર્થકલ્પમાં ઉજયંતસ્તવમાં થયે છે. ૩૬૦ એ પછીને ખૂબ જ મોડાને “સહસ્સામ્રવનીને કલ્પસૂત્ર ઉપરની (ઈ. સ. ૧૬૫૧ ની ઉપાધ્યાય શાંતિસાગરસૂરિની કૌમુદી-ટીકામાં થયો છે કે ત્યાં નેમિનાથને કેવલજ્ઞાન થયું હતું.૩૬ પહાડ ઉપરના ઉપરકેટ(જૈન દેરાસરવાળા)માં એવા વનની કોઈ શક્યતા નથી, પરંતુ ભૈરવજપ પછી ઉત્તર બાજુએ તળેટીમાં ભરતવન” તથા “સેસાવન” છે તેઓમાંનું એસાવન” એ આ હેય. લાખારામુને રેવંતગિરિરાસુ પહાડની દક્ષિણ દિશાએ કહે છે.૩૬
કૌસંભવન : અંતકૃદશામાં કે સંબવણ-કાણુણ-(“કૌસંભવન-કાનન’ સંજ્ઞાવાળું એક વનોંધાયું છે ૩૨ મોડેના જૈન ટીકાકારોએ પણ કસુંબાન” ('કૌસંભારણ્ય') નેપ્યું છે.૩૬૩ જૈન સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે દીપાયન' નામે પરિવ્રાજક, જે સાંબ આદિ સુરામ યાદવકુમારને હાથે મરણ પામી અગ્નિકુમાર દેવ થયો હતો તેણે દ્વારકાનું દહન કર્યા પછી બલરામ અને કૃષ્ણ સુરાષ્ટ્ર છેડી પાંડવો પાસે દક્ષિણ મથુરા તરફ જતા હતા; દ્વારકાથી પૂર્વ તરફ નીકળી તેઓ હસ્તકલ્પ (અભિલેખમાં પાછળથી ટૂસ્તવક-આજનું “હાથબ-ભાવનગર જિલ્લામાં) નગરમાં આવ્યા, ત્યાંના રાજા અછંદતને હરાવી દક્ષિણ તરફ જતાં એ બેઉ ભાઈ કસુંબારણ્યમાં આવ્યા, ત્યાં કૃષ્ણને તરસ લાગતાં પાણી લેવા ગયા તે સમયે કૃષ્ણના મોટા ભાઈ જરાકુમારે–એમને હાથે કૃષ્ણનું મરણ થશે એવી ભવિષ્યવાણી નેમિનાથે ભાખી હોવાને કારણે એ દ્વારકાને ત્યાગ કરી અરણ્યમાં જઈ રહ્યો હતો તે–શિકારીરૂપે આવીને, ઢીંચણ ઉપર એક પગ રાખીને સૂતેલા કૃષ્ણને મૃગ ધારી એમના પગમાં મર્મસ્થાને બાણું માર્યું, જેને પરિણામે કૃષ્ણ અવસાન પામ્યા. આ અનુશ્રુતિને આધારે ભોગીલાલ સડેિસરાએ એ અભિપ્રાય આપે છે કે સુરાષ્ટ્રમાંથી દક્ષિણમાં જતાં કેસુંબા