________________
૧૯૦ ] ઇતિહાસની પૂર્વભૂમિકા
[મ. કૃતસ્મર: અલ્પાંશે સૂચવાયેલા બીજા બે પર્વતેમાં એક “કૃતમ્મર અને બીજે ‘વરાહ છે. આમાંને કૃતમ્મર સ્કંદપુરાણમાં પ્રભાસક્ષેત્રમાં સૂચવાય છે;૩૪૦ પ્રભાસક્ષેત્રમાં સમુદ્રને છેડે બ્રહ્માંડના માનદંડે જેવો એ મહાશૈલ હતો. માર્કડેયપુરાણમાં રૈવત, અબ્દ, ઋષ્યશૃંગ વગેરે સાથે કૃતમ્મરને ગણાવ્યો છે. ૩૪૧ મુશ્કેલી એ છે કે આ ઉલ્લેખ સિવાય એ વિશે બીજે ક્યાંય કશું જોવામાં આવ્યું નથી, તેમ પ્રભાસ પાસે સમુદ્રકાંઠા નજીક કેઈ નાના પહાડનાં પણ દર્શન થતાં નથી. સ્કંદપુરાણમાં નેધલી કથામાં કૃતમ્મર ભસ્મત્વ પામ્યાન થયેલ નિર્દેશ તેમજ પાષાણો મૃદુતા પામતાં ઘરો અને દેવકુલ(દેવળ)માં શિલ્પીઓ એને ઉપયોગ કરે છે એવો નિર્દેશ સહજ રીતે એના લેપની વાત કરે છે. ૩૪૨ પ્રભાસપાટણના કોટની પૂર્વ દિશાએ હીરણના કાંઠા સુધી પ્રભાસની “સાવના ટીંબા તરીકે જાણીતી વસાહત નાશ પામી ગઈ છે અને ત્યાં સેંકડો વર્ષ પૂર્વેને બળેલે પથ્થર અને ધાતુનો કિડો મળી આવે છે, તે ઊંચી સપાટીને, પથ્થરની અનેક ખાણોવાળા–જેમાં પૂર્વ અને ઈશાનનાં ભાઠાઓમાં બૌદ્ધ પ્રકારની પ્રાચીન ગુફાઓ પણ જોવા મળે છે ૪૩ તે–ખડક જે ભાગ છે તે “કૃતમ્મર હશે ? પ્રાચીન પ્રમાણોને અભાવે આને જવાબ આપી શકાય એમ નથી. ઉમાશંકર જોશીએ મહાભારતના આરણ્યકપર્વમાં થયેલા “જાતિસ્મર” નામના તીર્થ તરફ ધ્યાન દેર્યું છે, ૩૪૪ પરંતુ આસપાસનાં તીર્થોને મેળ મેળવવા જતાં એ ક્યાંક મધ્યપ્રદેશમાં આવેલું તીર્થ છે; શબ્દાંતના “સ્મર” શબ્દના સામ સિવાય સૌરાષ્ટ્રના ભૂભાગ સાથે એને સંબંધ જોવા મળતો નથી. કૃતમ્મર સરસ્વતીના પ્રવાહને રોકત હો; એ બળી જતાં નદી સમુદ્રને મળવા શકિતમાન થઈ અર્થાત કઈ રાજદેવથી પર્વતને ભાગ બેસી ગયા. અને પ્રભાસખંડમાં આજના પ્રભાસપાટણને સ્થાને તે દેવાલયોથી સમૃદ્ધ દેવપત્તન હતું, ૩૪૫ નગર ત્યાં હતું જ નહિ, નગર તો સાવના ટીંબા” ઉપર હતું, જ્યાં ભાઠાની પથરાળ જમીન ઉપર જેમ બળેલ કિટ મળે છે તેમ ક્ષત્રપકાલીન મટી ઈટો પણ જોવા મળે છે. વરાહઃ બીજે પર્વત તે વરાહ છે અને એને નિર્દેશ “
પ્રાતિપુરના સાંનિધ્યમાં હરિવંશના ભવિષ્યપર્વના પ્રક્ષિપ્ત ભાગમાં,૩૪૬ મત્સ્યપુરાણમાં ૪૭ અને રામાયણના કિકિંધાકાંડના ૪૮ સમાનઅંશાત્મક શ્લેકમાં થયેલે જેવા મળે છે, જ્યાં એ પર્વત અને પ્ર તિષ બંનેને પશ્ચિમ દિશામાં કહેવામાં આવ્યાં છે. સુગ્રીવ તારાના પિતા સુષણને ‘વારુણી-પશ્ચિમ દિશામાં જવાનું કહે છે,૦૪૯ અને ત્યાં “સુરાષ્ટ્રની શરૂઆત કરે છે. આગળ ચાલતાં પારિયાત્રિ અને ચક્રવાન નામના પર્વતોની વાત કરી,૨૫૦ અગાધ એવા વરુણાલય નજીક