________________
૨૮૮]
- ઈતિહાસની પૂર્વભૂમિકા મહાભારત અને પુરાણના મોટા ભાગના ઉલ્લેખ આજની કેડીનાર પાસેની મૂલદ્વારકા કે આજની દ્વારકા નાં સ્થાને નજર સામે રાખીને થાય છે; પ્રભાસમાં જેમ કૃતમ્મર ગિર લુપ્ત થઈ ગયો તે પ્રમાણે રેવતક અને દ્વારકાની આસપાસના બીજા ત્રણ કે ચાર એ બધા ગિરિ–શૈલ-ક્રીડારેલ દ્વારકા સાથે જ ડૂબી ગયા એમ માની ચલાવી લેવું પડે. આ પૂર્વે (૫ ૨૮૪) બતાવ્યું છે તે પ્રમાણે નેમિનાથ(અરિષ્ટનેમિ)ની દીક્ષા વિતક ઉપર અને એમનું કેવલજ્ઞાન તેમજ નિર્વાણ ઉજજયંત ઉપર, એમ પ્રાચીન જૈનગ્રંથમાં બંનેની પૃથક્તા કહી છે; પછીના ગ્રંથમાં “ઉજયંત ઉપરના રૈવતક ઉદ્યાનમાં’ એમ સમાધાન કરી રૈવતક ને એક ઉદ્યાન કહેવામાં આવેલ છે ૩૧૯ રૈવતક નજીક એક નંદન નામનું વન તો કહેવાયેલું જ છે. ૨૦ ઉજયંત-રૈવતક ગિરનારની જૈન ગ્રંથમાં નિર્દિષ્ટ એકતા વિશે આ પૂર્વે ઉજજયંતના પ્રસંગે સૂચવાયું છે (પૃ. ૨૮૫-૨૮૬).
- અક્ષ અને પારિયા : મહાભારતમાં “કુલપર્વતને ઉલ્લેખ કરતાં ભીમપર્વમાં મહેંદ્ર, માલ્ય, સહ્ય, શક્તિમાન, ઋક્ષવાન, વિધ્ય અને પરિયાત્ર એવા સાત પર્વત ગણાવવામાં આવ્યા છે. ૩૨૧ પાર્જિટરે જણાવ્યું છે કે વિંધ્ય અને ઋક્ષમાંથી નીકળતી નદીઓ જોતાં જ એ સાતપૂડાની પશ્ચિમ બંગાળા સુધી લંબાતી ગિરિમાળા છે, ૩૨૨ બી સી. લૌ. માને છે૩૨૩ તેમ બેઉ એક નથી. આરણ્યકપર્વમાં પણ દક્ષિણાપથમાં જતાં માર્ગમાં અવંતિ પછી સક્ષવાન પર્વતને વટાવ્યા બાદ વિંધ્ય અને પાણી નદીને નિર્દેશ કરવામાં આવ્યું છે. ૩૨૪ આમ આજના ગુજરાતની પૂર્વ સીમાના વિધ્યને જ એને એક ફાંટે કહે જોઈએ; સાતપૂડે એ, હકીકતે, વિંધ્યને જ એક ભાગ છે, જેની ધાર–નાની મોટી–લંબાતાં બંગાળા સુધી પહોંચી શકે
પરિયાત્ર’ એ તે ગુજરાતની પૂર્વ દિશા અને ઉત્તર દિશાએ સંધિ ઉપર આવેલી આડાવલી(અરવલ્લીની ગિરિમાળા છે. પાર્જિટરે આડાવલીથી છેક ભોપાળ સુધી લંબાયેલી ગિરિમાળાને ‘પારિયાત્ર’ કહેલ છે. ૨૫ આરણ્યપર્વમાં ઋષિ માર્કડેયે ભગવાન બાલમુકુંદના ઉદરમાં જોયેલા પર્વતેમાં મહેંદ્ર પછી વિધ, ભલય અને પરિયાત્ર પર્વતને ગણાવ્યા છે ૨૬ શાંતિપર્વમાં જણાવ્યા પ્રમાણે ૨૭ એ પર્વતમાં ગૌતમને આશ્રમ હતો. હકીકતે, ઉમાશંકર જોશી કહે છે તે પ્રમાણે. માળવાની દક્ષિણ અને પશ્ચિમે ફરતું ગિરિવર્તલ તે પારિવાત્ર હવામાં શંકા રહેતી નથી. ૩૨૮ રાજશેખર મહાભારતના આરણ્યકપર્વના નિર્દેશને અનુસરી સાત કુલપર્વત તેને તે આપે છે, ૯ જ્યારે પારિયાત્રીને નિર્દેશ કરતાં