________________
ર૭૬] ઇતિહાસની પૂર્વભૂમિકા
[5. ઈ. સ.ની ૭ મી-૮ મી સદી આસપાસ ઘાટ પામેલા સ્કંદપુરાણના જૂના ભાગમાં લાડ' ('લાટ') દેશને એકવીસ હજાર ગામ ધરાવતો દેશ કહ્યો છે. ૧૯ આ વિસ્તૃત સમાન કાંઈક વિશેષ ખ્યાલ કનેજના પ્રતીહાર રાજા રામભદ્ર(ઈ. સ. ૮૩૪-૮૩૬)ના એક પ્રતિનિધિ અલ્લના સંદર્ભમાં આનંદપુરને લાટમાં કહ્યું છે૧૯૭એનાથી આવે છે. રાજશેખર એવી કોઈ સ્પષ્ટતા કરતો નથી, એટલું જ નહિ, પશ્ચિમના દેશ ગણાવતાં “ભૃગુકર” અને “આનર્તા ' એણે “સુરાષ્ટ્ર” અને “કચ્છીય થી જુદા નાંધ્યા હેઈ, તળ–ગુજરાતના ભૂભાગને આવરી લેતા કહ્યા છે, આમ છતાં કાવ્યમીમાંસામાં દેશના વતનીઓ તરીકે લાટ અને ‘લાદેશ્ય એ પ્રયોગ કરે છે ૧૯ ૮ એના બલરામાયણમાં નાના છેલ્લા અંકમાં રામ વિમાન દ્વારા અયોધ્યા તરફ જાય છે ત્યારે જે જે દેશ ઉપરથી પસાર થાય છે તેના ક્રમમાં દ્રવિડ-કેરલ-સગે દાવરી તીર-કારી-કર્ણાટકમહારાષ્ટ્ર-વિંય એમ ગણાવતાં નર્મદા નદીના ભરતકના શેખરરૂપ “લાટ દેશનો નિર્દેશ કરી લીધો છે, ત્યાં લાદેશવાસીઓને પ્રાકૃત ભાષાના ચાહક કહ્યા છે.૧૯ રાજશેખરે અને એના પછી એક સદીમાં થયેલા ભેજ નરેશે અનુક્રમે કાવ્યમીમાંસા અને સરસ્વતીકંઠાભરણનામક કાવ્યશાસ્ત્રના ગ્રંથમાં લાટવાસીઓને સંસ્કૃત ભાષાના દેવી અને સુંદર પ્રાકૃત ભાષા બોલનારા-સાંભળનાર કહ્યો છે. ૨૦૦ રાજશેખરે કાવ્યમીમાંસા તેમજ બાલરામાયણમાં લાટની લલનાઓની તારીફ કરી છે. ૨૦૧ વિમાનયનના ક્રમમાં રાજશેખરે ‘લાટ પછી ઉજજયિનીના મહાકાલના મંદિર)ને ઉલ્લેખ કર્યો હઈ ૨૦૨ એને મન મહારાષ્ટ્ર અને માલવની પશ્ચિમ દિશાને દેશ ‘લાટ સંભવિત બને છે. અગિયારમી સદીને અબીરની (ઈ. સ. ૧૦૩૦) એના પ્રવાસગ્રંથમાં લાટ પ્રદેશને અણહિલવાડની દક્ષિણે કહે છે અને એણે એનાં પાટનગર બે કહ્યાં છે : “બિહરજ (ભરૂચ) અને ‘રિહનઝુર” (? અગ્રિનગરથાણાની ઉપરના ભાગમાં સમુદ્રતટ ઉપરનું નગર).૨૦૩ આ પાછલા નગરને યુલે ઉજનની ઉત્તરેર૦૪ અને ભગવાનલાલ ઈદ્રજી ગિરિનગર (જૂનાગઢ) કહે છે૨૦૫ જે બેઉ બંધબેસતાં થતાં નથી.
અર્જુનદેવ વાઘેલાના કાંટેલાના ઈ.સ ૧૨ ૬૪ ના અભિલેખમાં ત્રાટ દેશ ઉપર વિસલદેવની સત્તા હોવાનું કહ્યું છે તે મધ્ય અને દક્ષિણ ગુજરાત ઉપરના એના
આધિપત્યને કારણે જ. ૨૦૬ ઈ. સ. ૧૨૮૭ ની દેવપટ્ટન-પ્રશરિતમાં વડોદરા જિલ્લામાં આવેલા કારે હણુ(કારવણ)ને લારભૂષણ કહ્યું છે, એટલે તેરમી સ્ટીમાં પણ લાટ દેશમાં મહી–નર્મદાના પ્રદેશને સમાવેશ થતો હતો. ૨૦