________________
૨૦૦ ]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[n.
( એક વહીવટી એકમ) કહેલ છે; બૌદ્ધો અને જૈતેનું એ એક વિશિષ્ટ સ્થાન હતું.૧૪૩ - પેરિપ્લસ 'માં ‘ખારીગાઝા ' ( Barygaza ) તરીકે અખાતનું તેમજ મઁદા નદી ઉપરનું બંદર સૂચવાયાં છે, પરંતુ ૧૦ મી સદીના રાજશેખરે એની કાવ્યમીમાંસામાં ‘ભૃગુકચ્છ' સંજ્ઞા નાંધી એને જનપદ=પ્રદેશ કહેલ છે. ઈ.સ ની ૧ લી સહસ્રાબ્દીના ઉત્તરાર્ધમાં દેશસ'ના તરીકે એને સવિશેષ નિર્દેશ થયા છે; ખાસ કરીને મૈત્રકકાલીન દાનશાસામાં ‘ભરુકચ્છ વિષય ’તરીકે થયેલા છે. ધરસન ૪ થાના દાનશાસન (ઈ. સ. ૬૪૮)૧૪૪ અને શીલાદિત્ય ૩ જાના દાનશાસન(ઈ સ. ૬૭૬ )માં૧૪૪ તે આગળ જતાં એ રાજ્યનું પાટનગર બન્યું નોંધાયા પછી નાંદીપુરીના ગુર્જરનૃપતિવંશની સત્તા નીચે ગયાનું જાણવામાં આવ્યું છે. ૧૪૧ આ મેઉ વંશ પૂર્વ કચ્યુરિએનું શાસન આ વિષય ઉપર હતું . ૧૪૨
કચ્છ : પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણના ગણપાઠમાં ‘કચ્છ' શબ્દના ઉલ્લેખ થયેલેા છે,૧૪૮ જ્યાં સાથેલગા સિંધુ, વ, ગંધાર, મધુમત્, કુંખાજ, કાશ્મીર, સાલ્વ વગેરે દેશવાચક શબ્દો મળે છે; ત્યાં જ દ્વીપ અને અનૂપ પણ આપેલા જ છે. મહાભારતના સભાપમાં ‘ગેાપાલકચ્છના ભીમસેનના પૂર્વ દિશાના દિગ્વિજયમાં ઉલ્લેખ થયા છે,૧૪૯ પરંતુ એ અાધ્યા અને હિમાલય વચ્ચેના પ્રદેશ સમજાય છે. ભીષ્મપર્વમાં૧૫૦ જ ભૂખડ વિનિર્માણ ઉપપ માં ‘કચ્છ' અને ‘ગેાપાલકના પાસે પાસે નિર્દેશ થયેલા હાઈ સ્થળનિર્ણય ગૂંચવાઈ જાય છે. ( પદ્મપુરાણમાં પણ એ જ વાકય છે.)૧૫૧ કચ્છ’તા સ્પષ્ટ ખ્યાલ તા, ભલે પાઠાંતરોથી પણ, મત્સ્ય વગેરે પુરાામાંથી મળે છે, જ્યાં એતે ‘સુરાષ્ટ્ર' વગેરેની સાથે ‘અપરાંત'ના એક ભાગ તરીકે ૨ ચવવામાં આવેલા છે.૧૫૨ કંદપુરાણ તેા એની જાહેાજલાલી પણ નોંધે છેઃ એ ‘કચ્છમ’ડલ’તે ૧૪૨૨ (અથવા ૧૪૪ ) ગામે!નું કહે છે.૧૫૩ ઉમાશ’કર જોશીએ ધ્યાન દોર્યુ છે કે ભવિષ્યપુરાણ સિંધ, કચ્છ અને ભૂજ એ દેશના એક રાજવ'શ સાથે સંબધ નોંધે છે.૧૫૪ સિંધુ નદીના તટપ્રદેશમાં રાજ્ય કરતા સિધ્રુવમાંના પુત્ર સિદ્વીપના પુત્ર શ્રીપતિનાં લગ્ન કચ્છ દેશમાં થતાં એ ત્યાં જઈ પુલિંદ યવન પર વિજય પામ્યા અને એણે સિંધુના કાંઠા ઉપર ‘ શ્રીપતિ ’ નામથી દેશ આબાદ કર્યાં. એના પુત્ર મુજવર્માએ શારા-ભીલાને હરાવી વસાહત કરી, જે ‘ ભુજ ’ દેશ કહેવાયા. ભવિષ્યપુરાણની આ હકીકતને અન્ય પ્રાચીન કોઈ ગ્રંથના ટેકા નથી અને એ સ્વરૂપ ઉપરથી દંતકથાત્મક લાગે છે. રુદ્રદામાના સમયના ઈસ. ૧૫૦ ના જૂનાગઢ શૈલલેખમાં ફ' તરીકે નોંધાયેલ છે,૧૫૫