________________
૧૦ મું]. પ્રાચીન ભૌલિક ઉલેખે
[ ૨૫૯ ત્યાં જ કંદગુપ્તના સમયને ઈ.સ. ૪૫૭ને એના ગિરિનગરના પાલક ચકપાલિતન લેખ “સુરાષ્ટ્ર” શબ્દને બે વાર ઉલ્લેખ કરે છે, જ્યાં બીજો ઉલ્લેખ સુણાવનિ તરીકે “સુરાષ્ટ્રની ધરારની વાત કરે છે.૪૧ ( પુરાણોમાં મય-બ્રહ્માંડ-વાયુ–વામન વગેરે “સુરાષ્ટ્રને બીજા બીજા દેશે સાથે “અપરાંત”માં સમાવેશ કરે છે. ૪૨ વિષ્ણુપુરાણ પ્રજાઓની વાત કરતાં “અપરાંત” અને સૌરાષ્ટ્ર” એમ જુદી જુદી ગણાવે છે.૪૩ આ પછી ગ્રંથસ્થ ઉલ્લેખ તે વરાહમિહિરનો બૃહત્સંહિતાને કહી શકાય; એ પણ દેશવાસીઓને માટે સૌરાષ્ટ્ર' શબ્દનો પ્રયોગ કરે છે ૪૪ આના સમસામયિક અને ઉત્તરકાલના પણ કહી શકાય તેવા અભિલેખિક નિર્દેશ હવે ઠીક ઠીક પ્રમાણમાં મળે છે. વલભીના મૈત્રક રાજાઓની રાજધાની વલભી “સુરાષ્ટ્રમાં હતી, પરંતુ એમને રાજ્યવિસ્તાર સુરાષ્ટ્ર” બહાર પણ મોટા વસ્તિારમાં હતો, એટલે બહારના પ્રદેશોમાંનાં પણ દાન આપ્યાં છે એનાથી જુદાં પડે એ દૃષ્ટિએ “સુરાષ્ટ્રનાં ગામ કે જમીનનાં દાન આપતાં “સુરાષ્ટ્ર' શબ્દને દેશવાચક નામલેખે પ્રયોગ કરવામાં આવ્યું છે. મળેલાં સાધનોમાં “સુરાષ્ટ્ર(પુલિંગ)નો નિર્દેશ ધરસેન ૨ જાના દાનશાસનથી લઈ શીલાદિત્ય ૫ માના દાનશાસન સુધી (ઈ. સ૫૮૯ થી ઈ. સ. ૭૨૨ સુધીનો ) જોવા મળે છે. ૪૫ આમાં એક વસ્તુ ઊડીને આંખે વળગે છે કે પુંલિંગના પ્રયોગમાં દેશવાચક નામ તરીકે બહુવચને પ્રયોગ થયે હોય છે, સોલંકી-કાલમાં રામર જેવા પ્રયોગમાં જ એ એકવચને પ્રજાયેલ છે.૪૬ નેંધપાત્ર એ છે કે ધરસેન ૨ જાના દાનશાસન(ઈસ. પ૮૯)માં પુંલિંગે પ્રયોગ શરૂ થયો છે તે પૂર્વે ધ્રુવસેન ૧ લાના દાનશાસન(ઈ. સ. પર૯)માં સ્ત્રીલિંગે એકવચનમાં સુ9 શબ્દ મળે છે.૪૮ પછી ધરસેન ૩ જાના ઈ સ ૬૨૩ના ભાવનગર દાનશાસનમાં સુરાકૃવિષયમાં પણ સ્ત્રીલિંગે મળે છે. ૪૯ એ પછી અનુમૈત્રક કાલમાં, ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના સેંધોનાં ભૂતાંબિલિકા-(બરડા પર્વતની ધૂમલી)માંથી આપેલાં દાનશાસનમાં એ રાજાઓએ પોતાને તમારશુરાગ્રામ સ્ટના શાસક કહ્યા છે ૫૦ આમ છતાં રાજશેખર કાવ્યમીમાંસામાં પુલિંગે જ પ્રયુક્ત કરે છે. ૫૧ પછી તે છેક સોલંકી કાલમાં સ્ત્રીલિંગે વ્યાપક પ્રયોગ અનુભવાય છે. સિદ્ધરાજ જયસિંહના ઈ. સ. ૧૨૦૯-૧૦ ના દાહોદ અભિલેખમાં સુરાણામાબૌમાં એ સ્પષ્ટ છે. કુમારપાલના સમયના માંગરોળસેરઠમાં સચવાયેલા ઈ. સ. ૧૧૪૬ના અભિલેખમાં મુત્સુક ગૃહિલને સુરાણાના કહ્યો છે.૫૩ વાઘેલાના સમયમાં પણ સ્ત્રીલિંગે પ્રાગ જાણવામાં આવ્યું છે;