________________
૧૦ સું]. પ્રાચીન ભૌલિક ઉલ્લેખ
[ રપ : ૧ પ્રદેશવાચક નામો - કાઈક મહાક્ષત્રપ રુદ્રદામાના સમયના ઈ. સ. ૧૫૦(શક ૭૨)ના જૂનાગઢ શૈલ-લેખમાં રુદ્રદામાની સત્તા નીચેના પ્રદેશોની યાદી આપવામાં આવી છે. ત્યાં ગણાવેલા દેશ તે આકર (પૂર્વ માલવ), અવંતિ (પશ્ચિમ માલવ), અનૂપ નીવૃત (નિમાડ), આનર્ત, સુરાષ્ટ્ર, ભ્ર, ભરુ, કચ્છ, સિંધુ, સૌવીર, કુકુર, અપરાંત અને નિષાદ વગેરે છે. અંતે, “વગેરે” કહેલા હોઈ આ ઉપરાંત બીજા પણ ખરા. અનૂપને પશ્ચિમ ભાગ, આનર્ત, સુરાષ્ટ્ર, શ્વત્ર અને કચ્છઆ પ્રદેશ આજના ગુજરાત રાજ્યના ભાગ છે, જ્યારે બાકીના ગુજરાત રાજ્યની સરહદને અડકીને રહેલા યા સરહદથી નજીકના છે. રુદ્રદામાની રાજધાની (ઉજ્જન) અવંતિમાં હતી એટલે આકર (પૂર્વ માલવનો પ્રદેશ), અવંતિ (પશ્ચિમ માલવને પ્રદેશ), એની દક્ષિણે નીવૃત (નિભાડ)ને પ્રદેશ ઉપરાંત પશ્ચિમ અને દક્ષિણના પ્રદેશ એની સત્તા નીચે હતા, જેમાં આનર્ત (ઉત્તર ગુજરાત) -સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર-પશ્ચિમ ગુજરાતધબ્ર (સાબરકાંઠ-ઈશાન ગુજરાત)-મરુ (પશ્ચિમ મારવાડ)-કચ્છ વાયવ્ય ગુજરાત)-સિંધુ (સિંધ)-સૌવીર (નગરઠઠ્ઠા અને થર–પારકરને પ્રદેશ)-કુકુર (પૂર્વ રાજસ્થાન)–અપરાંત (દક્ષિણ ગુજરાત અને નાસિક તથા થાણા જિલ્લાને પ્રદેશ, અન્ય મતે દક્ષિણ પંજાબનો પ્રદેશ) -નિષાદ (ડાંગ-વાંસદા ધરમપુરથી લઈ ડુંગરપુર-વાંસવાડાના વાગડ પ્રદેશને સમાવત, આબુ સહિત સમગ્ર ભીલ–પ્રદેશ, અન્ય મતે મારવાડની ઉત્તર પ્રદેશ) સમાઈ જતા હતા. આમાં પંચમહાલ અને મધ્ય ગુજરાતનો ખ્યાલ આપનારા દેશભાગ અલગ જોવા મળતા નથી એટલે સંભાવના કરી શકાય કે પંચમહાલને સમાવેશ ભીલના પ્રદેશ તરીકે “નિષાદ”માં હોય અને મહીની ઉત્તર પ્રદેશ “શ્વભ્ર'માં, તો મહીથી નર્મદાના પ્રદેશ “અપરાંત'માં સમાવેશ પામતા હોય. ભીલોથી વસેલે વિંધ્યનો સમગ્ર પ્રદેશ સહજ રીતે “નિષાદમાં સમાવેશ પામતું હશે
રુદ્રદામાના સમયના, આજના ગુજરાતના એ સમયના, પ્રદેશોને કેંદ્રમાં રાખી ગ્રંથસ્થ વગેરે પુરાવાઓની દષ્ટિએ તે તે પ્રદેશ, વિશિષ્ટ રીતે ઉલિખિત થયેલે, ક્યાં કેમ છે એ જોવાનો પ્રયત્ન કરીએ. - આનર્તઃ રુદ્રદામાના સમયના ઉપર કહેલા જૂનાગઢ રોલ–લેખના નિર્દેશ પરથી એમ લાગે છે કે આનર્ત ” આજના મોટા ભાગના ઉત્તર ગુજરાતના પ્રદેશ માટે સચિત થયો છે. જેની દક્ષિણ-પશ્ચિમે “સુરાષ્ટ્ર અને પશ્ચિમે