________________
* Y]
પરિશિષ્ટ
અંગ ખની ગયા હતા; અર્જુન અને કૃષ્ણે હસ્તિનાપુરથી પાછા ફરતાં. રૈવતક પર રાત્રિવાસ કરેલા ને સુભદ્રાના હરણ સમયે રૈવતકના જ ઉત્સવ ચાલતા હતા. આ પ્રસ ંગે જોતાં રૈવતક વગરની દ્વારકા વિચારવી અસંગત છે.
રૈવતકની અગત્ય હાવા છતાં, સમુદ્ર પણ દ્વારકાની નજીક હતા એ હકીકત છે.૨૭ યદુ દરિયાખેડુ પ્રજા નહાવાથી એમને સમુદ્રનું આકર્ષણ ઓછું હશે, તેથી એમના જીવનમાં રૈવતકના જેટલેા અગત્યના ભાગ સમુદ્રના નહિ હાય; જોકે એમના રાજિંદા જીવનમાં સમુદ્રને અગત્ય એછી મળી હશે, પણ દ્વારકાના ભૌગાલિક ચિત્રમાં સમુદ્રનું અસ્તિત્વ હતું જ.
આ રીતે વિચારતાં જૂનાગઢને યાદવની દ્વારકા ગણવી ખરાખર નથી. જૂનાગઢ લશ્કરી દૃષ્ટિએ ધણું અગત્યનું સ્થળ હતું, પરંતુ ગિરનારને રૈવતક ગણુવાની પર ંપરા ધણી મેાડી ઉદ્ભવી લાગે છે. તદુપરાંત આદ્ય–ઐતિહાસિક કાલમાં જૂનાગઢ લશ્કરી મહત્ત્વના રથળ તરીકે હતું એવા પુરાવા હજુ મળ્યા નથી. ઐતિહાસિક સમયમાં એ અગત્યનુ લશ્કરી સ્થળ હતુ; ઉપરકાટ ઐતિહાસિક કાલ દરમ્યાન અસ્તિત્વમાં આવ્યા છે. ઐતિહાસિક કાલની શરૂઆતથી જૂનાગઢ · ગિરિનગર ’ તરીકે ઓળખાતું; ' દ્વારકા ' નામ એની સાથે કદી પણુ જોડાયેલુ માલૂમ પડયું નથી.
6
'
"
વમાન દ્વારકા દ્વારકાધીશના મંદિરને કારણે તેમજ શંકરાચાર્યના એક મને કારણે ખ્યાતનામ છે, પણ ભારતયુદ્ધ સમયે એનું અસ્તિત્વ શંકાસ્પદ છે, કારણુ કે ડૅ. સાંકળિયા અને શ્રી. નાણાવટીએ કરેલા ખેાદકામથી પુરવાર થયું છે કે વમાન દ્વારકાના વસવાટ યાવકાલ કરતાં મોડા શરૂ થયા છે. દ્વારકાના વસવાટ ઈસ્વીસનના થાડા સમય પૂર્વે શરૂ થયા હતા.૨૮
જોકે મર્યાદિત જગ્યામાં જ ખેાદકામ૨૯ થયુ છે, પણ મથુરાના યાદવા સાથે સંબંધ બતાવતા એક પણ પુરાવા ખાદકામમાંથી જડયો નથી.૨૯અ
.
"
તદુપરાંત ‘ ઓખામ’ડળ ' નામ કૃષ્ણની પુત્રવધૂ ઉષા પરથી પડયું હોય એમ લાગતુ નથી. કાઈ યાદવ વીરને બદલે ઉષા પરથી .પ્રદેશનું નામ પડે એ વિચિત્ર છે. સંસ્કૃતમાં ‘• ઉષા' શબ્દના અર્થ ખારે। પ્રદેશ' પણ થાય છે, જ્યારે ‘ ઉશીર ’ના અર્થ માથ થાય છે. આખામાંડળના પ્રદેશ ખારા છે અને ત્યાં માથ પુષ્કળ ઊગે છે. એ ઉપરાંત ઉષા નામની એક નાની નદી આ પ્રદેશમાં વહે છે. ૩૭.