________________
to
પશિas હોવાનું જણાવે છે, જ્યારે એની પાસે સમુદ્ર હવાના ઉોખ માગળ જતાં ઉપલબ્ધ છે. એ પરથી તેઓ એવું અનુમાન તારવે છે કે મૂળ દારકા વિતક(ગિરનાર)ની તળેટીમાં હતી. યાદવાસ્થલી પછી એ ઉજજડ થતાં ત્યાં આગળ જતાં ગિરિનગર વસ્યું ત્યારે મૂળ દ્વારકાનું સ્થાન વિસારે પડતાં એ સમુદ્રમાં ડૂબી ગઈ હોવાની અને આગળ જતાં વળી ઓખામંડળમાં બંધાવેલા વિષશુમંદિર પાસે એ નગરી હેવાની કલ્પના પ્રચલિત થઈ
ઐતિહાસિક સમયમાં જૂનાગઢ એની મજબૂત કિલ્લેબંધી અને કુદરતી સંરક્ષણ માટે પ્રસિદ્ધ હતું.
આમ એક બાજુ તકગિરિનું અને બીજી બાજુ સમુદ્રનું સામીપ્ય હેવાને મેળ મેળવવો મુશ્કેલ છે, છતાં મૌસલપર્વને ઉલેખ સભાપર્વના ઉલ્લેખ કરતાં ઘણો અનુકાલીન ન ગણુંય, આથી શ્રી. એન. કે. ભટ્ટસાલી યાદવોના સમયમાં જ બે દ્વારકા હેવાનું સૂચવે છે. તેઓ મહાભારતના વર્ણનને આધારે રાજસય યાના સમયે યાદવોની ઠારવતી વિતક ગિરિની તળેટીમાં હેવાનું જણાવે છે, અને મૌસલયુદ્ધ થયું ત્યારે યાદ નિવાસ અન્ય દ્વારકામાં હેવાનું ને એ દ્વારકા સમુદ્રકિનારા પર હેવાનું જણાવે છે. ૧૯ (8) મૂળ દ્વારકા:
પરંતુ પર્વત અને સમુદ્ર એ બંનેનું સામીપ્ય હોય તેવું પણ એક સ્થળ છે. એ છે જૂનાગઢ જિલ્લાના કોડીનાર તાલુકામાં કેડીનારથી પાંચ કિ. મી. દક્ષિણ-પશ્ચિમે આવેલું “મૂળ દ્વારકા” નામે ઓળખાતું સ્થળ.
એ હીરાનંદ શાસ્ત્રી અને હાથીભાઈ શાસ્ત્રી મૂળ દ્વારકાની તરફેણમાં છે. એના સમર્થનમાં હીરાનંદ શાસ્ત્રી૨૦ નીચેની દલીલે રજૂ કરે છે?
મૂળ દ્વારકા સમુદ્રતટ પર છે; પ્રાચીન દ્વારવતીની નજદીકનાં સ્થળો પણ મૂળ દ્વારકા પાસે શોધી શકાય છે. રેવત (ગિરનાર) ત્યાંથી બહુ દૂર નથી તેમજ પ્રભાસ એ સ્થળથી પશ્ચિમે ૩૫ કિ.મી. જ દૂર છે. એનું નામ “મૂળ દ્વારકા સૂચવે છે કે પ્રાચીન દ્વારકા અહીં હતી. ભાગવતપુરાણ (૧૧. ૩૧. ૨૩)માં વર્ણવેલ ભગવદાલય’, જે સિવાય આખી દ્વારકા ડૂબી ગઈ તે પણ, મૂળ દ્વારકામાં ભગ્નાવસ્થામાં એક નાના મંદિર તરીકે જળવાઈ રહ્યું છે, જોકે આ મંદિર મધ્યકાલીન છે, પણ એની દક્ષિણ પૂર્વમાં એનાથી પુરાણું વિશેષ માલૂમ પડે છે, એટલું જ નહિ, પણ સમુદ્રમાં કિલ્લેબંધીના અવ હોય એમ લાગે છે