________________
૧૯૦] ઇતિહાસની પૂર્વભૂમિકા
[.. યુગીન સ્તરામાંથી મળેલા બીજા પદાર્થોમાં મળી આવ્યા છે. મહેસાણું જિલ્લામાં વધુ ઉત્તરે, ગુજરાતના ચૌલુક્ય રાજાઓની મધ્યકાલીન રાજધાની પાટણની નજીક સરસ્વતીના કાંઠા ઉપર સુજનીપુર (તા. પાટણ) નામનું સ્થળ છે. આ નદી તે એ જ સરસ્વતી (ધાધર) નદી છે કે જે ઉત્તર ગુજરાતમાં ફરી દર્શન આપવા માટે જ રાજસ્થાનનાં રેતાળ મેદાનમાં અદશ્ય થઈ ગઈ હતી. એ જે કાંઈ હોય તે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે લોથલમાંથી અને સાબરમતીની ખીણની બીજી વસાહતોમાંથી નીકળેલા હડપ્પીય નિર્વાસિતો ઉત્તર તરફ ખસ્યા. આ હકીક્ત પરથી કન્સેદનીની પતરીઓ અને કાળાં–અને–લાલ મૃત્માની સાથોસાથ લીલાશ પડતા રંગનાં અને લાલ મૃત્પાત્રોમાં સુજનીપુર ખાતેનાં ચળકતાં લાલ મૃત્પાત્રોના પ્રકારોને મળતાં કુંભારીકામના પ્રકારના અસ્તિત્વને ખુલાસે મળે છે. આ સંબંધમાં, મહેસાણું નજીક શૃંગી હાથાવાળી તાંબાની ત્રણ તલવારની તાજેતર(ઈ. સ. ૧૯૬૮)ની શોધ ખૂબ જ મહત્વની છે. સાદા લાલ મૃત્પાત્ર વાપરનારા લેક પિતાના સરંજામમાં ગંગાની ખીણના તાંબાના સંગ્રહો સાથે હંમેશ સંબંધ ધરાવતા તાંબાનાં હથિયારોના નવા પ્રકાર લઈને ઉત્તર દિશા તરફ હિલચાલ કરતા હતા એવું એ બતાવે છે, પરંતુ જ્યાં સુધી વધુ ચક્કસ સ્વરૂપને પુરાવસ્તુકીય પુરાવો મળે નહિ ત્યાં સુધી આ સંગ્રહનું નિર્માણ કોણે કરેલું છે એ બાબતમાં અટકળ કરવી એ જોખમભરેલું છે. ૧૩. પ્રાચીન લોહયુગ
પ્રભાસના વસવાટની વાતને પાછી હાથ ધરતાં, કાલ રૂમાં લોખંડનું પ્રથમ દર્શન ગુજરાતના આઘ-ઈતિહાસમાં સીમાચિહ્ન તરીકે ગણાવું જોઈએ. રંગપુર (ઈ. પૂ. ૧૩૦૦)ના ઉત્તરકાલીન સ્તરામાં પણ લેહયુક્ત તાંબાના ગઠ્ઠા મળી આવ્યા હતા, છતાં એટલા પરથી ચળકતાં લાલ વાસણ વાપરનારા લોકોને લેહ-ક્રિયાપદ્ધતિનું જ્ઞાન હોવાનું કહી શકાય નહિ. બીજી બાજુ, પ્રભાસ ( કાલ રૂ) અને પ્રકાશ (કાલ ૨) ખાતે તેઓની પછી તરત જ આવેલા લેકેને આ જ્ઞાન ધરાવવાનો યશ આપી શકાય એમ છે. કમનસીબે પ્રભાસમાંથી લોખંડના પદાર્થ મળ્યાને પ્રસિદ્ધ પુરાવો નહિવત છે, પરંતુ એ સ્થળેથી મળેલા પદાર્થોના થયેલા ઉપલક અભ્યાસ ઉપરથી એવું કહી શકાય કે પ્રભાસ રૂ ના સ્તરમાંથી બાણુના લેઢાના ફળાને ટુકડો મળી આવ્યા હતા. અન્યત્ર થયેલાં ઉખનનોએ ભારતમાં થયેલા લેખંડના પ્રવેશ ઉપર તાજે પ્રકાશ નાખે છે. સાહિત્યિક પુરાવા પ્રમાણે લોખંડ ઈ. પૂ. ૧૦૦૦ આસપાસ પ્રવેશ પામ્યાનું કહી શકાય. આ સમય ઉત્તર પ્રદેશના એતાહ જિલ્લામાંના આતરંજી ખેડા