________________
ઈતિહાસના પૂર્વભૂમિકા કરવાને માટે અહીં થોડુંક અટકીએ. નાના ગામડાઓમાં વસતા ગોપાલક-અનેકૃપીવલ લેકે ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિના અને બીજી સમસામયિક સંસ્કૃતિના નિર્માતા હતા. તેઓ આરંભિક ભૂમિકાઓમાં પથ્થરની પતરીઓ અને હાથા માટેના દ્ધિ વિનાનું ચપટ વીંધણું, ભાલું અને વચ્ચેના ઉપસ્તર વિનાનાં ખંજર જેવાં સાદાં તાંબા અને કાંસાનાં હથિયાર વાપરતા, પણ પછીથી તેઓ શિંગડાંવાળાં ખંજર વગેરે વાપરતા થયા હતા. એમના અલંકારોમાં અર્ધકિંમતી પથ્થર અને સેલખડીન–અને પ્રસંગવશાત તાંબાનામણકાઓને સમાવેશ થતો. તાપી, ગોદાવરી અને પ્રવરાનાં પાત્રોમાં અને આગળ દક્ષિણમાં તુંગભદ્રાની ખીણમાં એ લેકે મૃતકોને જમીનમાં દાટતા હોય એવું માલૂમ પડી આવ્યું છે. આ સંસ્કૃતિઓનું અંતિમ મૂળ છેક પશ્ચિમ એશિયામાં મેળવી શકાય એમ સૂચવાયું છે. એને મુખ્ય પુરા કુંભારીકામને છે. એમાં પશ્ચિમ એશિયામાં ઉત્પન્ન થયેલા કુંભારીકામના પ્રકારનું ઉદાહરણ અપાયું છે જેવા કે રંગપુર ૨ રુ અને રૂ, નેવાસા અને નાવડાટેલીમાંથી મળેલ ઘોડીવાળો વાડકે અથવા હાલે અથવા દારૂની પ્યાલી, અને નીક-નાળચાવાળા વાડકા તેમજ નળા-નાળચાવાળી બરણીઓ.૨૩ દારૂની વાલીના મૂળની બાબતમાં એવું માલૂમ પડી આવ્યું છે કે રંગપુર ખાતે સમય ૨ રુ અને રૂ માંના હડપ્પીય ઘડીવાળા વાડકામાંથી એ ત્રણ ભૂમિકાઓમાં વિકસી આવેલ છે. હમણાં એ પ્રકાશમાં આવ્યું છે કે નીક-નાળચાવાળા સાદા તેમજ ચિત્રિત વાડકાનું મૂળ કૃષ્ણ નદીની ખીણના નૂતન પાષાણયુગના વાડકામાં હતું. એના વિકાસની અનેક ભૂમિકાઓ રાયચુર જિલ્લામાં આવેલા ઉતનર અને સાંગણાપલ્લી ખાતે તથા કર્નલ ખાતે સ્પષ્ટ રીતે જોવામાં આવે છે. આથી દારૂની પ્યાલી અને નીક-નાળચાવાળાં પ્યાલાના મૂળ માટે ઈરાન કે પશ્ચિમ એશિયાના બીજા કોઈ દેશ તરફ જોવાની જરૂર નથી. બીજું, ઈરાનથી લઈ ગોદાવરીની ખીણ સુધીમાં આ કુંભારી પ્રકારની વહેંચણીમાં કઈ ભૌગોલિક સામીપ્ય નથી. ત્રીજુ, પશ્ચિમ એશિયાઈ કુંભારીકામ સાથે જોડાયેલું વધુ મહત્વનું લક્ષણ, અર્થાત ગૂંચળા-હાથ, ભારતીય તામ્રપાષાણયુગીન કુંભારીકામમાંની એની ગેરહાજરીથી તરી આવે છે. છેલ્લે, લેખંડ અને રાડિયાં પાત્ર હિસ્સાર રૂ અને અનાઉ રે માંના આ કુંભારીકામના પ્રકારો સાથે સંબંધ ધરાવે છે, જ્યારે એ નેવાસા અને નાવડા ટોલી ખાતેના ચોખ્ખા તામ્ર–પાષાણયુગીન સંદર્ભમાં જોવા મળે છે. ચળકતાં લાલ પાત્ર વાપરનારા લેક લેખંડ વાપરતા નહોતા. ચોથું, જ્યારે ચળકતાં લાલ પાત્રોની સંસ્કૃતિ રંગપુર અને પ્રભાસ ખાતે ઈ. પૂ. ૧૭૦૦ થી ૧૩૦૦ સુધીની અને માળવા