________________
fiܘܪ܂
ઇતિહાસની પૂર્વભૂમિકા અને ખાંચાધાર રાખેડિયાં મૃત્પાત્રોને ઉપયોગ કરતા હતા, જે તબક્કા મા માં પણ ચાલુ રહ્યાં, જ્યારે જેને “પ્રભાસ મૃત્પાત્ર એવું નામ અપાયેલું, તે નવાં કુંભારી પાત્ર સૌથી પ્રથમ વાર જોવામાં આવ્યાં (પષ્ટ ૩૧, આ. ૧૫૪).
બુટ્ટા કાંગરીવાળા આકારના અને સીધી બાજુવાળા હલકી કેટિના હડપીય પ્રકારના વાડકા જેવા વિકસિત કુંભારી પ્રકારોના સહ-અસ્તિત્વથી એને સિલસિલાબંધ સમય આંકવાનું શક્ય બન્યું છે. તેથી કરીને પ્રભાસ ૧ મા ને લોથલ ની સાથે સરખાવવામાં કંઈ અડચણ નથી. સમગ્ર રીતે જોતાં સમય ૧ નગર-આયેાજન અને જાહેર સફાઈ જેવી આરૂઢ હડપ્પીય સંસ્કૃતિનાં કઈ સ્થાપત્યકીય લક્ષણ દર્શાવતો નથી કે એનાં મૃત્પાત્ર લાક્ષણિક સિંધુ શૈલીમાં અલંકૃત નથી. પ્રભાસનાં મૃત્પાત્ર લીલાશ પડતા રંગનાં કે હરિયાળી રાખોડિયા રંગનાં છે અને આછા ગુલાબી રંગના લેપ ઉપર ચેકલેટ રંગમાં કે ભૂરાશ પડતા રંગના લેપ ઉપર આછા ગુલાબી રંગમાં ચિત્રિત છે, જેમાં મુખ્ય પ્રકાર ખૂણિયા પાડતી ધાર સાથેના અંતર્ગોળ વાડકાને છે. ચિત્રભાવોમાં સમૂહમાં દોરેલી રેખાંકિત પટ્ટીઓ અને ત્રાંસી તથા તરંગાકાર રેખાઓને સમાવેશ થાય છે. આ મૃત્પાત્ર રોજડી ૧ ચા માં અને મધ્ય સૈરાષ્ટ્રનાં બીજાં ચેડાં સ્થાનમાં જાણવામાં આવ્યું છે. પ્રભાસનો કાલ ૨ ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિનાં આગમન, સમૃદ્ધિ અને પડતીને અનુક્રમે ખ્યાલ આપતા , માં અને ૬ એવા ત્રણ તબક્કાઓમાં વિભાજિત થાય છે. ઈ. ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિ
અલગ સાંસ્કૃતિક લક્ષણ તરીકે ચળકતાં લાલ મૃત્પાત્રોને આવિભાવ પહેલાં રંગપુર ખાતે કાલ ૨ ૨ માં ઓળખી કાઢવામાં આવ્યો હતો, જેના ઉપલા સ્તરને સમય અત્યારે ઈ. પૂ. ૧૭૦૦ ને આંકવામાં આવે છે. આ સંસ્કૃતિની સમૃદ્ધિને ખ્યાલ આપતા રંગપુરના કાલ ને અંત ઈ. પૂ. ૧૩૦૦ માં આવ્યો કે જ્યારે ચળકતાં લાલ મૃત્પાત્રોની સંસ્કૃતિની શોભાત્મક શૈલીમાં પડતીની ચોક્કસ એંધાણુઓ જેવામાં આવી. કાંગરીવાળી થાળી, ટૂંકી ડેકવાળી બરણી, બહિર્ગોળ બાજુવાળું પ્યાલું, નાની ફૂડી અને મોટી કઠી જેવા લાક્ષણિક હડપ્પીય ઘાટોમાંથી નવા કુંભારી ઘાટ કેમ વિકસ્યા અને રંગપુર ખાતે કાલ ૨૬ માં મણકા અને પતરીઓ બનાવવા નવી સાધનસામગ્રી કેવી રીતે દાખલ થઈ એ વિશે આ પહેલાં કહેવામાં આવ્યું છે. ચળકતાં લાલ મૃત્પાત્ર પિતમાં ખરબચડાં હતાં, પરંતુ વાસણની સપાટી ભીની કરી લીસી કરેલી અને ઊજળા લાલ લેપથી મઠારેલી હતી.