________________
૧૮૪] ઇતિહાસની પૂર્વભૂમિકા
[પ્ર. ખસ્યા, પરંતુ સિંધુ અને સાબરમતીની ખીણોમાંથી નિર્વાસિતેની ભરતી થઈ અને દ્વીપકલ્પમાંની મોટા ભાગની નદીઓની ખીણોમાં એ વસવાટ કરવા પામ્યા એ લોથલ ખાતેના ચોથા પૂર (ઈ. પૂ. ૧૯૦૦) પછી જ બન્યું. ભાદરની ખીણમાં રોજડી, સુલતાનપુર, દાદ અને આટકેટ, દક્ષિણ-પશ્ચિમ કાંઠે પ્રભાસ અને ઊના, અને ઘેલે અને આજી નદીઓની ખીણોમાંનાં બીજાં ઘણું ગામોના જેવી એમની ગ્રામ-વસાહતેમાંથી મળતા કુંભારી પુરાવાની કાળજીભરી તપાસ સ્પષ્ટ રીતે બતાવે છે કે હડપીએ વિકસિત હડપ્પીય કુંભારકામના પ્રકારનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. આમ છતાં એ ખરું છે કે આ હડપ્પીય સ્થાનમાં કાંગરીવાળી, નિમ્નન્નત થાળી અને છીદ્રવાળી બરણી જેવા કેટલાક પ્રાફ-કાલીન પ્રકાર પણ બચી જવા પામ્યા હતા, પરંતુ કોઈ ચોક્કસ તબક્કામાં અનુકાલીન આકારની હાજરી એ તબકકાને સમય નકકી કરવામાં પ્રમાણરૂપ ગણાય. આ પૂર્વે બતાવાયું છે કે એ ઉત્તરકાલીન હડપ્પીય લેકે જ હતા કે જેઓ અબરખિયાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેકેને અને રાખડિયાં મૃત્પાત્ર વાપરનારા લેકેને અનુક્રમે રોજડી અને પ્રભાસમાં મળ્યા હતા. રોજડી આરૂઢ હડપ્પીય સ્થળ હતું કે નહિ એને નિર્ણય કરવા માટે નીચે ઉખનિત સાધનસામગ્રીનું વધુ પરીક્ષણ કરવામાં આવ્યું છે. રોજડીના કાલ ૧ ની ચપટ થાળી અને ઊંચી ડોકવાળી બરણીના નિઃશંક નમૂના મળી આવ્યા છે, જે બેઉ લોથલ ચા માં દાખલ થયેલા લાક્ષણિક રીતે ઉત્તરકાલીન હડપ્પીય ઘાટ છે. આમ નિર્વાસિત વસાહતીઓએ સેલખડીને ઝીણા મણકા, આકૃતિ ઉપસાવેલા કાર્નેલિયનના મણકા, ચર્ટનાં ઘનાકાર તોલાં અને કેટલાક પ્રાફકાલીન કુંભારી પ્રકાર (પટ્ટ ૬, આ. ૮૮–૧૦૮), ખાસ કરીને રોજડી ખાતેની છે ઘાટની બરણ, વાપરવાનું ચાલુ રાખ્યું હતું. એ હકીક્ત હોવા છતાં આ સ્થાનને આરૂઢ હડપ્પીય વસાહત ગણી શકાય એમ નથી, કારણ કે એમાં લોથલ સહિતનાં સિંધુ-શહેરમાંની નાગરિક શિસ્તને અભાવ હતો. રોજડી સુ-આયોજિત નહતું અને થલ અને રંગપુરે એના આરૂઢ તબક્કામાં સફાઈ વિશેની જે ઓછામાં ઓછી સગવડેને અનુભવ કર્યો હતો. તે પણ ભોગવી ન હતી. થોડાંક સિવાય લગભગ બધાં મકાન માટીનાં હતાં, જે લેથલ ના સમયની જેમ બાંધકામના ધોરણમાં ભારે પડતીને સ્પષ્ટ રીતે ખ્યાલ આપે છે. કાર્બન-૧૪ સમય (૩૯૨૦+૧૧૫ બી. પી.) પણ સૂચવે છે કે હડપીએ રોજડીમાં પહેલે વસવાટ ઈ. પૂ. ૧૯૦૦ ની આસપાસ કર્યો હતો, પરંતુ એનાથી વહેલે, આરૂઢ હડપ્પીય સંસ્કૃતિના ઉચ્ચ બિંદુએ નહિ, ૧૫૮-૫૯લ્માં એ સ્થળે થયેલા ઉખનનને પરિણામે કાલ ૧ માં ૨ અને આ