________________
૭ મું] આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓ
t૧૮૧ અને ભાદર નદીએ પણ પોતાના પ્રવાહમાર્ગ બદલવાને કારણે રહેવાસીઓને બીજે વસવાટ કરવો પડ્યો. કાલ ર મા નાં કુંભારી પાત્રોનું હીન પ્રકારનું ઘડતર અને હીનતર અલંકરણ તરત જ સાંસ્કૃતિક અવનતિને છતી કરે છે, અને વળી એ આયાત થયેલી કાચી સામગ્રીમાંથી ઉત્પન્ન કરેલા જરૂરી અને મજશેખના પદાર્થોની અછતથી વિશેષ પ્રતિપાદિત થાય છે. ચર્ટની લાંબી પતરીઓ અને લીસી માટી તેમજ સેલખડીના બનાવેલા મણકાઓના અભાવને ખુલાસે આનાથી થાય છે. તાંબાની અછત હતી અને લોથલમાંથી મેળવેલા પદાર્થો કરકસરથી વપરાતા. સિંધુખીણ સાથે વેપાર અટકી પડવાને કારણે ઘનાકાર તોલા બનાવવાને માટે ચાર્ટ ઉપલબ્ધ નહોતો.
ભઠ્ઠીમાં પકવેલી ઈટોની ભારે અછત હેવાને કારણે અને નાગરિક ધરણની ભારે અવનતિ થઈ હોવાને લઈને રહેવાસીઓને જાહેર કે ખાનગી ગટરે બાંધવાનું પિસાય એમ નહોતું. આમ છતાં કાલ રમા ઈ પૂ. ૧૬૦૦ના અંતમાં કામને વિસ્તૃત કરવાને અને નવી કુંભારી પરંપરાઓ ઊભી કરવા પ્રયત્ન થયો હતો. સમુદ્રકાંઠાનાં મેદાનમાં કામચલાઉ વસાહતો કર્યા પછી દ્વીપકલ્પના અંદરના ભાગમાં ખસેલા નિર્વાસિતોના નવા મોજાએ કદાચ આ બાબતને પ્રેરણા આપી હેય. કાલ ૨ રુ માં ક્ષીયમાણ હડપ્પીય સંસ્કૃતિની પુનર્જાગૃતિના આ તબક્કા દરમ્યાન નવાં પાષાણ-ઓજારે અને કુંભારી પ્રકારનો વિકાસ થયે. નવા કુંભારી પ્રકારોમાં કાંગરીવાળા બુટ્ટા વાડકા, લાંબી ડોકવાળી અને લંબગોળ ઘાટની બરણીઓ, ટૂંકી કે મણકા ઘાટની હાંસવાળી અને કાંગરી વિનાની થાળીઓ તેમજ છેકેલી હાંસવાળી જાડી કાઠીઓને નિર્દેશ કરી શકાય, જેમાંની ઘણીખરી લેથલ ગા માં જોયેલા વિકસિત હડપ્પીય પ્રકારોનું માત્ર પુનરાવર્તન છે. આ ફેરફારોની સાથોસાથ રંગપુરમાં કેટલાંક નવાં લક્ષણ જોવા મળે છે. બેસણીવાળા વાડકાએ બીજી રીતે દારૂની પ્યાલી તરીકે જાણીતા થડિયાવાળા વાડકામાં વિકસિત થવા નાનું થડિયું વિકસાવ્યું. વાસણોની નબળી કારીગીરીને જાણે કે છુપાવવી હોય તે માટે, બધાં વાડકાઓની, તાંસળાની અને લંબગોળ બરણીઓની સપાટીને ચળકતે લાલ રંગ ઊભો કરવા ભીની કરી લીસી કરવામાં આવતી હતી. આમ રંગપુરમાં કાલ ૨ ૬ માં ચળકતાં લાલ મૃત્પાત્રનું મૂળ જોઈ શકીએ છીએ. - અકીક અને જેસ્પર જેવી ઉપલબ્ધ સ્થાનિક સામગ્રીને પૂરે ઉપયોગ કરી રંગપુરના લેકેએ પથ્થરની પતરીઓ બનાવવાને ગંભીર પ્રયત્ન કર્યો હતો. ચર્ટની લાંબી પતરીઓનું સ્થાન લેનારી, હડપ્પીય ક્રિયા-પદ્ધતિએ ઉત્પન્ન કરેલી.