________________
મું] આઘ-ઐતિહાસિક સંસ્કૃતિઓ
[૧૯ સૌરાષ્ટ્રનાં વસઈ મૃત્યાત્રાની સાથે સરખાવી શકાય તેવાં લાલ-ઉપર-કાળાં ચિત્રિત મૃત્પાને માટે જાણીતો છે. આ બેઉ પ્રકારનાં પાત્ર મોડેથી આવેલાં છે અને તેઓને ઉત્તર હડપ્પીય કાળાં-અને-લાલ મૃત્મા સાથે વર્ગીય કે સાંસ્કૃતિક સંબંધ નહોતો. ઉખનનકારના મત પ્રમાણે કાલ ૧ ઈ.પૂ. ૨૦૦૦ થી ૧૬૦૦ સુધીનો છે, પરંતુ કેટ-દીજી મૃત્પાત્રની હાજરીથી આ સ્થળની વસાહત છ પૂ. ૨૦૦૦ થી ઘણી વહેલી થયાનું સૂચવાય છે. હડપ્પીયેના આગમન પૂર્વે કેટ–દીજીના લેકેએ દેસલપરમાં વસવાટ કર્યો હશે. હડપ્પીયાના આગમનના ગાળામાં અથવા એનાથી થડે મેડે પલાં રાખેડિયાં મૃત્યાત્રા વાપરનારા લેક આવેલા અને દેસલપર ખાતે લાંબા સમય માટે વસતા રહેલા જણાય છે. આરૂઢ હડપ્પીય નગરને ઈ.પૂ. ૨૦૦૦ થી ૧૯૦૦ વચ્ચે આવેલા પૂરે નાશ કર્યો દેખાય છે અને થોડા જ સમયમાં ત્યાં ફરી વસાહત થઈ હતી, પરંતુ ઈ. પૂ. ૧૬૦૦ માં આવેલા બીજા પૂરે ક્ષીયમાણ હડપ્પીય સંસ્કૃતિને પણ નાશ કર્યો. ચળતાં લાલ મૃત્પાત્ર વાપરનારા લેક દેસલપર કે એ કારણે કચ્છના બીજા કેઈ હડપ્પીય સ્થાને કદી પહોંચ્યા નહિ. ૧૧. હડપ્પીય સંસ્કૃતિની પડતી
લોથલ ખાતે થયેલી હડપ્પીય સંસ્કૃતિની પડતી વિશે આ પૂર્વે કહેવામાં આવ્યું છે. હવે આપણે રંગપુર, રોજડી અને પ્રભાસ ખાતે ઉત્તર હડપ્પીયોની સાધનસામગ્રીમાં કયાં વધુ પરિવર્તન થયાં એ જોઈએ. ગુજરાતના અનુ-હડપ્પીય કાલમાં ક્ષીયમાણ હડપ્પીય સંસ્કૃતિમાંથી વિકસેલી નવી સંસ્કૃતિ પ્રાચર્ય ધરાવે છે એ નોંધપાત્ર છે. આ હકીક્તનું સર્વોત્તમ ચિત્ર રંગપુર ખાતે અનુભવાય છે. અ, રંગપુર
રંગપુરનું મહત્ત્વ એ રીતે છે કે એ ગુજરાતમાં શોધાયેલું પહેલું હડપ્પીય સ્થાન છે ને એ ભારતીય ઉપખંડનું એવું પહેલું સ્થાન છે કે જ્યાં સિંધુ સભ્યતા સિંધુ ખીણના કરતાં વધુ સમય માટે બચેલી અને અત્યાર સુધી ન જાણવામાં આવેલા રૂપાંતરને પામેલી જાણવામાં આવે છે. રંગપુર ખાતે ૧૯૫૪-૫૫ માં થયેલા ઉખનને એક બાજુ હડપ્પીય સંસ્કૃતિ સાથે, તો બીજી બાજુ નાગદા, આહાડ, એરણ, પ્રકાશ, દાઈમાબાદ, જોડવે-નાશિક, નેવાસા અને ચંદેલીની અનુ-હડપ્પીય સંસ્કૃતિઓની સાથે નવી શંખલા સાંધી આપી. સૌરાષ્ટ્રનાં હડપ્પીય સ્થાનમાં મળતાં કાળાં-અને-લાલ મૃત્પાત્ર, અને ક્ષીયમાણુ