________________
૧૭૬] ઈતિહાસની પૂર્વભૂમિકા
[y. થાય છે કે માટીના પલા ગોળાઓના આકારમાં પણ મહત્વનો ફેરફાર થયો. હવે તેઓ ગોળાકાર હોવાને બદલે અંડાકાર છે અને માટી હથેળીમાં દબાવવામાં આવી હતી-એ બતાવતાં ચારે આંગળીઓનાં નિશાન એની એક બાજુ ઉપર પડેલાં છે. લોથલના કુંભાર સમય ચા માં નવા કુંભારી આકારનો વિકાસ કરતા અટકી ગયા, જ્યારે રંગપુરના લેકે એક પગલું આગળ વધ્યા અને એમણે રંગપુર ૨૬ માં સપાટીના શેધનની નવી ક્રિયાપદ્ધતિ દાખલ કરી. વાસણોને ખૂલતો લાલ લેપ લગાવવામાં આવ્યા, ભીનાં ને ભીનાં ઉપર લીસપ આપવામાં આવી અને ચળકતી લાલ સપાટી આપવા એને ઉચ્ચ ઉષ્ણતામાને પકવવામાં આવ્યાં. આમ એ વાસણોને “ચળકતાં લાલ મૃત્પાત્રો'ની સંજ્ઞા મળી. નવાં ચિત્રિત રેખાંકન પણ રંગપુરમાં સમય રૂ માં દાખલ કરવામાં આવ્યાં, જેવાં કે મધ્ય ભારતીય તામ્રપાષાણયુગનાં ચિત્રિત મૃત્પાત્રોના વિષયમાં બન્યું છે તેમ પીઠ ખણતાં શીંગડાંવાળાં હરણ અને કબ્રસ્તાન નાં મૃત્પાત્રોના વિષયમાં બન્યું છે તેમ આંટી પાડતાં વક્રાકાર શીંગડાંવાળા વૃષભ. એ પછી તે લેથલનું અસ્તિત્વ જ ભૂંસાઈ ગયું હતું.
અં, સિંધુ સભ્યતાની પડતી
પહેલાં આપણે જોયું કે કુદરતી આફતો અને માનવીય નિષ્ફળતાઓને પરિણામે ગુજરાતમાં સિંધુ સભ્યતાનાં કેવી રીતે વળતાં પાણી થયાં. હડપા, મેહે જો–દડે અને સિંધુખીણની બીજી વસાહતની પડતીને જાતજાતનાં કારણ આરોપવામાં આવે છે. આનું આક્રમણ, વારંવાર આવતાં પૂરે, જમીનમાં વધેલી ખારાશ, પ્રદેશનું રફતે રફતે સુવાણ, અને ભૂકંપ-એ સંયુક્ત રીતે તેમજ અલગ અલગ રીતે સિંધુ-શહેરના વિનાશ માટે જવાબદાર હેવાનું કહેવાય છે. હડપ્પા અને મોહેજો-દડોમાં મકાનની ઊંચી ઊભણીમાંની કૃત્રિમ પીઠિકાઓ અને કાચી ઈંટોની પૂરણીઓ તેમજ કદાચ શહેરની રક્ષણકારક દીવાલે–એ સૈ પૂરની સામેના ટેકા હતી. મોહેજો-દડે અને ચહુ-દડોમાં આવ્યા કરેલાં પૂરને, પૂરનિક્ષેપોના રૂપે, ઘણે પુરાવો છે. સિંધુમાં બુધ ટક્કર પાસે કાંપની ૧૩ મીટરની ઊંચી ટેકરી આદ્ય ઐતિહાસિક કાલમાં સિંધુખીણમાં લાંબા સમય માટે આવેલા મોટા પૂરની ચોકકસ એંધાણી આપે છે. વારંવારનાં પૂરેથી કંટાળી ગયેલા રહેવાસીઓ સિંધુ-શહેરે છોડી ગયા હશે. કુદરતી આપત્તિઓ વિશેના તાજા પુરાવાઓને, આક્રમણના મહત્ત્વ આપવામાં આવતું નથી, અર્થાત સ્મશાન “હ” ના લેકેને, આક્રમકે માનવામાં આવ્યા છે,