________________
૭ મું]
આધ-ઐતિહાસિક સરકૃતિઓ
[૧૭૩
પછી લેથલમાં પાછા ફરેલા ગણ્યાગાંડ્યો માણસને—ટે ભાગે ખેડૂત, માછીમારો, ખારવાઓ અને કુંભારોને–એ વખતની સમૃદ્ધ નગરીને કાટમાળના આડાઅવળા સમૂહના રૂપમાં સરી પડેલી માલૂમ પડી હેવી જોઈએ. એ લેકે કાટમાળ સાફ કરવાને માટે ખૂબ જ ડા, ત્યાં સગવડ ભરેલી રીતે પુનર્વસવાટ કરવાને માટે ખૂબ જ ગરીબ અને છતાં પિતાના બાપદાદાના સ્થાનને છોડી દેવા માટે ખૂબ જ નારાજ હોઈ તેઓએ ધીરે ધીરે નાનાં નાનાં ઝૂંપડાં બાંધવાં શરૂ કર્યા અને એક પછી એક આવી ખંડેરો ઉપર વસવાટ કરવા માંડ્યો. તબક્કા ૬ નાં મામૂલી પદાર્થોનાં બાંધેલાં આ નાનાં મકાન નબળી ફરસબંધીવાળાં અને નબળાં હવાઉજાસવાળાં હોવાનું માલૂમ પડયું છે. દીવાલે માટીની અથવા માટીની ગાર કરેલ સાંઠીઓની છે અને સ્નાનગૃહોનાં તળ પહેલાંનાં ખંડેરેમાંથી એકઠાં કરેલાં ઈટાળા અને માટીની પકવેલી થેપલીઓથી જડેલાં છે, પરંતુ એ જાણમાં આવતાં નવાઈ ઊપજે છે કે આ રહેવાસીઓ લગભગ નિત્યકર્મ થઈ પડેલી સ્નાન જેવી એમની યુગજૂની પરંપરાને હજી પણ વળગી રહ્યા હતા. કેટલીક બાબતોમાં એ વહેમીલા પણ બની ચૂક્યા હતા, કારણ કે ઊંચાઈને કારણે ઉપરકોટ વસવાટ માટે સહુથી વધુ અનુકૂળ હોવા છતાં આશ્રિત વસાહતીઓએ એને પૂરી કાળજીપૂર્વક ટાળે અને હવે નીચલા નગરના ઢોળાવોને પસંદ કર્યા. ધક્કો પોતે પણ નદીની રેતીની નીચે ઊંડે દટાઈ ગયે. વસવાની ધીમી પ્રક્રિયા અને સૈકાઓ સુધી ટીંબાનું ચાલું રહેલું ધોવાણું “તબકકા ” માં વસાહતી જમાવના આછાપણાને ખુલાસો આપે છે; પરંતુ નવી કુંભારકામની પરંપરાઓને ક્રમિક વિકાસ અને મધ્ય ભારતની નદીઓની ખીણોમાં વસતા બીજા સાંસ્કૃતિક સમૂહ સાથે લાંબા ગાળાનો સંપર્ક સ્પષ્ટ સાબિતી આપે છે કે હડપ્પીય લોકે દષ્ટિગોચર થતા પૂરેપૂરા બંધ થઈ ગયા તે પહેલાં થોડા વધુ સૈકાઓ સુધી લેથલમાં ભરાઈ રહ્યા. અહીં એ વાત ઉપર ભાર દેવો જરૂરી છે કે પ્રલયપૂર પછીના લેથલ (તબક્કો ૫) ના રહેવાસીઓ હડપ્પીય લેકોના સીધા વારસદાર જ હતા, અન્ય કેઈ નહતા. આ લેકે, પોતાના કાબૂ બહારના સંયોગોએ જેમ અને જ્યારે જરૂરિયાત ઊભી કરી તેમાં અને ત્યારે કેટલીક પરંપરાઓમાં પરિવર્તન કરતા, મોટા ભાગની હડપ્પીય પરંપરાઓને અનુસરવાનું ચાલુ રાખી રહ્યા. વિપરીત આર્થિક પરિસ્થિતિઓ છતાં એમણે પોતાની ધાર્મિક માન્યતાઓ અને સામાજિક રીતરિવાજોને ત્યાગ કર્યો ન હતો, પરંતુ પતરીઓ અને તેલાં બનાવવાને માટેના સારા દાણાદાર “ચર્ટ', મુદ્રાઓ અને મણકાઓ બનાવવાને માટેની સેલખડી, એજારે અને હથિયાર બનાવવાને માટેનાં તાંબું અને કલાઈ