________________
ઇતિહાસની પૂર્વભૂમિકા બંને પ્રકારની રચના ખૂબ જ શાસ્ત્રીય પદ્ધતિએ આયોજિત કરવામાં આવી. હકીકતે હડપ્પીય લેકે ધક્કો બાંધવાની ઈજનેરી વિદ્યામાં અગ્રેસર હતા.
સમગ્ર નગર અને મહત્ત્વની છૂટક ઈમારતને પૂરમાંથી બચાવવાને માટે ઝીણવટભરી કામગીરી કરવામાં આવી હતી. તબક્કો ૧ માં બાંધેલા નગરના કેટના માટીના બંધમાં પડેલાં ગાબડાંને સમરાવી લીધા પછી વસાહતીઓએ એને તબક્કા ર માં પાછો મજબૂત બનાવી દીધા અને વિસ્તાર્યો કે જેથી એ પૂરો સામેના સંરક્ષણની પ્રથમ હરોળ તરીકે કામ લાગે, જ્યારે અંદરની પીઠિકાઓ બીજી હરોળ બની રહે. નગરને સ્વચ્છ રાખવાને માટે હડપ્પીય લેકેએ પહેલી જ વાર મોરીઓ, કૂંડીઓ, પાણી-ઢાળિયાં, ખાળકૂવા (cess-pools) અને એને માટેની તપાસ–ડીઓ (inspection-chambers) દાખલ કર્યા. તેઓએ ચેસાઈ રાખી કે પ્રત્યેક રહેણાક(block)માં જાહેર કે ખાનગી મેરીઓની અથવા ઓછામાં ઓછી ખાળકૂવાઓ(soakage-jars)ની જોગવાઈ કરવામાં આવે અને એ નિયત સમયે સાફ કરવામાં આવે. ભૌતિક સમૃદ્ધિની વૃદ્ધિ સાથે લેકેની કલા-કુશળતા પણ આ કાળ દરમ્યાન નવી પરાકાષ્ઠાએ પહોંચી. સારી એવી સંખ્યા ધરાવતાં મૃત્પાત્ર સિંધુ શૈલીએ ચીતરાયાં. લેથલના કુંભકારોએ વાસ્તવિકતા, સત્વ અને જેમ માટે જાણીતી ચિત્રણની નવી શૈલી દાખલ કરીને મૌલિકતા બતાવી. જેને “પ્રાંતીય શૈલી” કહેવામાં આવે છે તેણે પોતાના વિષય માટે લેકવાર્તાઓ અને એની પ્રાકૃતિક સંજનમાં ભૂમિદો, ખાસ કરીને પ્રાણીઓ, પસંદ કર્યા. વિચારોની મૌલિકતા વાસણો ચીતરવા માટે અપનાવેલી રંગયોજનામાં પણ જોવા મળે છે. કેટલાક દાખલાઓમાં કલાકાર બદામી પૃષ્ઠભૂમિકા ઉપર ચોકલેટ રંગનો ઉપયોગ કરતા હતા, જ્યારે બીજા દાખલાઓમાં એણે સિંધુખીણનાં મૃત્યાની કાળી–ઉપર-લાલ રંગયોજના જાળવી રાખી. આ સંબંધમાં એ નોંધવું જોઈએ કે ઘડાઓના બદામી રંગ માટે, પકવતી વખતે સંપૂર્ણપણે પ્રાણવાયુ-સંયોજિત (oxidised) ન થતા, સ્થાનિક માટીમાં રહેલે ચૂનાને અંશ જવાબદાર હતા.
જશેખની વસ્તુઓ અને કલાના પદાર્થોની માંગ ક્રમે ક્રમે વધતી જતી હતી. મેટી સંખ્યાનાં ચિત્રિત વાસણ, પકવેલી માટીની અને ધાતુની પૂતળીઓ, ઊડી કતરેલી સેલખડીની મુદ્રાઓ અને છીપ તથા હાથીદાંતનાં જડાવ-કામનું અસ્તિત્વ આને લઈને છે. તબક્કા માં ભારે ધક્કો અને મોટી વખાર બાંધવામાં આવ્યાં હતાં એ હકીકત જ સૂચવે છે કે સમુદ્રપારને વેપાર ભારે