________________
૭ મું] આઘ-ઐતિહાસિક સંસ્કૃતિએ
[૧૫૭ વચ્ચે થયેલા વેપારી સંપકને એક વધુ પુરા અહીં રજૂ કરી શકાય. તેથલમાંના ઉખનન દરમ્યાન પ્રાપ્ત થયેલું અનેકાનેક રેખાઓમાં દોરેલા સ્વસ્તિકના જેવા ભાવવાળી છાપ મારવાની મુદ્રાથી પડેલી છાપ ધરાવતું બરણીનું પકવેલી માટીનું ઢાંકણું બ્રાક ખાતેથી મળેલી એવા જ ભાવવાળી મુદ્રાઓનું સ્મરણ કરાવે છે. એનો અર્થ એ કે સાર્ગોનિડ કાળ દરમ્યાન બાકમાંના કોઈ ભાલને મુદ્રાંકિત બરણીમાં લેથલ મોકલવામાં આવેલ. લોથલ ખાતેથી તબક્કા રે ના, વેપારીના મકાનમાંથી મળેલા ધરીગત નળી સાથેના સોનાના ચંદા–ઘાટના નવ મણકા પણ ઉર અને બીજા પશ્ચિમ એશિયાઈ નગર સાથેના સંપર્કનું સૂચન કરે છે. સોનાના આવા મણકા ટ્રોય ૨ (ઈ. પૂ. ર૩૦૦)માંથી અને પિલિયાચૂરના ઈ.પૂ. ૨૪૦૦૨૩૦૦ ના સ્તરોમાંથી મળેલા જાણવામાં આવ્યા છે. અહીં નોંધ કરીએ કે ધરીવાળી નળી સાથેના સમભુજ-ચતુરસ્ત્ર મણકા કિશના સ્મશાન અ૮માં મળ્યા છે અને વર્તુલાકાર મણુકા ઉરી ખાતે પ્રાચીન વંશ રૂ માં તથા મેહે જો–દડોના અંતરાલ સ્તરમાં મળ્યા છે. લોથલના ધરીવાળી નળી સાથેના મણકા ઈ. પૂ. ૨૨૦૦ ના સ્તરના ગણાયા છે.
, સમુદ્રપારના વેપારનું સમર્થન કરનારી લોથલમાંની ખૂબ જ મહત્વની સંપ્રાપ્તિ આ પૂર્વે બતાવેલી ઈરાની અખાત(બહેરીન)માં બનેલી સેલખડીની ગોળ મુદ્રા છે. આવી મુદ્રાઓ ડેનિશ સંશોધકોને રાસ-અલ-કાલા અને ફાઈલાકામાંનાં ઉખનનમાંથી મોટી સંખ્યામાં મળી આવી છે . બિબ્બીએ એનું પૂર્વકાલીન અને ઉત્તરકાલીન એવું વર્ગીકરણ કર્યું છે. પહેલીને પ્રાફ-સાગૅન કાલની અને પછીનીને સાર્ગોન અને અનુ-સાગૅન કાલની ગણી છે. એમના મતે લોથલની મુદ્રા પછીના પ્રકારની છે, આમ છતાં બ્રિગ્સ બુશાનાન એને ઈ. પૂ. ૧૦૦૦ની ગણે છે. ૮ સ્તરવિદ્યાકીય પુરાવાના અભાવે લોથલની મુદ્રાને સમય નકકી કરવાને માટે સાંગિક પુરાવાઓ તરફ પાછું વળવું પડે છે. આ મુદ્રા લેથલમાં તબક્કા રૂમાં અથવા જરા વહેલી, પણ મેડે તે નહિ જ, આવી પહોંચી હોવી જોઈએ, કારણ કે સમુદ્રપારનો વેપાર તબક્કા ૪ માં ખૂબ ઓછો થઈ ગયો હતો, તેથી એ ઈ. પૂ. ૨૦૦૦ ની પછીની તે ન જ હોઈ શકે, પરંતુ વધારે મોટી શક્યતા તો એ છે કે એ સમયની દૃષ્ટિએ ખૂબ વહેલી છે. એને અક્કડીયા કાલમાં મૂકવાનું કારણ એ છે કે લોથલને સાર્ગોનના રાજ્યકાલમાં સુમેરની સાથે સહુથી વધુ વેપારી સંપર્ક હતો.૯ “આરક્ષિત લેપ મૃત્પાત્રો ” અને ધરીવાળી નળી સાથેના મણકા લેથલમાં તબકકા ૨ ના આરંભ. માટે ઈ. પૂ. ૨૩૫૦ની નિકટની સમયમર્યાદા બતાવે છે. એના આધારે તબકકા ૧ને સમય ઈ. પૃ. ૨૪૫૦ થી