________________
તિર']
[ rs.
ઈતિહાસની પૂર્વભૂમિકા (ઈ) કળાઓ અને હુન્નરે
૧. શિલ્પ
વિજ્ઞાન અને હુન્નરવિદ્યાના ક્ષેત્રે હડપ્પીય લોકેએ કરેલી માટી પ્રગતિ નકશીકામ અને કુંભારકામની કળાઓ, ધાતુવિદ્યા અને સોના ચાંદીના નકશીકામમાંની એમની | ઉચ્ચ સિદ્ધિઓ સાથે સારી રીતે બંધબેસતી હતી. માટીકામ ઉપરનું ચિત્રણ,
ધાતુના ઢાળા, મુદ્રા-કોતરણી અને પકવેલી માટીના ઘાટ ઘડવામાં તેઓ કેઈનાથી - ઊતરતા નહોતા. કમનસીબે તેઓએ ગુજરાતમાં કરેલાં પથ્થરનાં કોતરકામ અને : લાકડાનાં કેતરકામનો ભાગ્યે જ કોઈ પુરાવો બચ્યું છે, પરંતુ આ પ્રદેશના
અનુકાલીન લાકડ-કામ અને ઉખનનમાં મળેલા સુંદર કેરેલા પથ્થરના સ્તંભશીર્ષ પરથી અનુમાની શકાય કે અહીં પથ્થર અને લાકડા ઉપર કોતરણી થતી હતી. લોથલમાં મળેલ આલાબાસ્તરમાં બનાવેલા બાવલાને હાથ પથ્થરના શિલ્પને સુંદર નમૂને છે. નાજુક રીતે વાળેલી આંગળીઓ અને સ્નાયુની વિગત આખી રીતે મિસરની કલા સાથે સંબંધ સૂચવે છે, પરંતુ છૂટાં પડાય તેવાં અંગેની • જોગવાઈને ખ્યાલ હડપ્પીય છે. શૈલીની દૃષ્ટિએ આ શિલ્પકૃતિ હડપ્પામાંથી ભળેલી નગ્ન પુરુષની આકૃતિની સાથે સામ્ય ધરાવે છે.
લેથેલમાં કાંસાના ઢાળાનું કામ પ્રચલિત હતું, પરંતુ ત્યાંથી મળેલી આકૃતિઓ માત્ર પ્રાણીઓની છે. કલાદષ્ટિએ જોતાં કૂતરાની બે આકૃતિઓ, બેઠેલા વૃષભની માદળિયા તરીકે વપરાતી આકૃતિ, પક્ષીના મસ્તકવાળી સળી, એક સસલું અને એક કૂકડો ધ્યાનમાં લેવા જેવાં છે. બાજુએ નજર કરતા તાંબાના નાનકડા (૨૪૪૧.૫ સે.મી. લાંબા અને ૧ સે.મી. ઊંચા) કૂતરાને કપાયેલા કાન, ઊભી પૂંછડી અને પાતળા પગ છે. એને સાવધાનીપૂર્વક ઘાટ આપવામાં આવ્યો છે. સામે જોતા કૂતરાની બીજી આકૃતિ કદમાં જરાક વધારે મોટી (૩.૭૫૪ર૪૧૬ સે.મી.) છે. પાર્વદષ્ટ શરીર અને સંમુખ દષ્ટ માથાવાળી વૃષભની આકૃતિ (૩,૬૪૨.૫૮૧.૫ સે.મી.) પગ બેવડ વાળેલા હેય અને માથું ઊંચું રાખ્યું " હેય તેવી બેઠેલી સ્થિતિમાં બતાવાઈ છે. લંબાઈમાં આરપાર પાડેલું કાણું બતાવે છે કે આ આકૃતિને માદળિયા તરીકે લટકાવી રાખવામાં આવતી હતી. આના જેવી ચાંદી, તાંબું અને વૈદૂર્ય(lapis)ની આકૃતિઓ ઉર ખાતેના રાજશાહી સ્મશાનમાં મળે છે.
ઊભા કાન સાથેની સસલાની આકૃતિ (૨.૪૪૧.૭૪૦.૫ સે.મી.) બેઠેલી અવસ્થામાં બતાવવામાં આવેલી છે, પરંતુ એના પગોને નુકસાન પહોંચ્યું