________________
મું] પ્રાગઐતિહાસિક સંસ્કૃતિએ ૧૨૧ સ્વાસ્થને લગતાં બાંધકામની સમયે સમયે તપાસ થાય એ બાબતમાં સુધરાઈ તંત્ર પૂરતું કાર્યક્ષમ હતું. ૭. રસ્તાઓ અને શેરીએ
લેથલમાંના રસ્તા બે વાહને સામસામાં પસાર થઈ શકે તેટલા પહોળા હતા. બજારમાં સહુથી ભરચક રસ્તો (પટ્ટ ૧૫, આ. ૧૨૯) ૪.૫ મીટર, (૧૩ડું ફૂટ) પહેળે છે, પરંતુ નીચલા નગરમાંના રસ્તા નં. ૮ અને ૯ના જેવા બીજા રસ્તા ૧૩ મીટર (૪૨ ફૂટ) પહોળા છે. ઉપરકોટમાં રતો નં. ૨ એથી યે વધુ પહોળો હોવો જોઈએ, કેમકે મકાને એક બાજુની હાંસ ઉપર જ બંધાયેલાં મળ્યાં છે. શહેરમાંની શેરીઓ અને વધુ નાના રસ્તા ત્રણથી ચાર મીટર (૧૦ થી ૧૩ ફૂટ) પહોળા હતા. જેથલનું આયોજન કરનારાઓની પ્રશંસામાં કહી શકાય કે ઘેરી રસ્તા અને શેરીઓ સીધી લીટીએ હતાં અને અનેક સ્થળેએ એકબીજાને કાટખૂણે કાપતાં હતાં. લોથલમાં બધાં મકાનનાં મોટાં રસ્તા કે શેરીમાં પડતાં હતાં, જ્યાં એક ગાડું તે સરળતાથી પસાર થઈ શકે. ગટર, મોટા ભાગે ભૂગર્ભમાં હઈ રસ્તાઓના મધ્યમાં અથવા તો હાંસ ઉપર બાંધવામાં આવી હતી, જ્યારે ઈટોથી બાંધવામાં આવેલી ખાળ-કડીઓ હંમેશાં મકાનની પીઠિકાને અડીને કરવામાં આવી હતી.
(ઈ) સ્થાપત્ય ઉપરકેટમાં કાચી માટીની ઈંટની પીઠિકાઓ ૨ અંશના ખૂણે ઢાળ પડતી કરવામાં આવતી હતી. એ સિવાય, જાહેર અને ખાનગી મકાનની દીવાલો સામાન્ય રીતે ઓળભે બાંધવામાં આવતી હતી. હડપ્પીય કડિયાઓએ જે ઈટાળી કડિયાકામમાં હાલ “ઈગ્લિશ બોન્ડ” એવી સંજ્ઞાથી ઓળખાય છે તે (તોડાપટીને). પ્રકાર ક્યારે ય અપનાવી લીધો હતો. તેઓ ઈટના એકાંતર થરામાં તેડા અને પટી ગોઠવતા, જેથી એના સાંધાઓની ઊભી સાંધામાં ભંગ પતે રહે, અને એ રીતે જ કેટલીક વાર દીવાલની જોઈતી જાડાઈ મળી રહે. દીવાને માટે પાયાની જરૂરિયાત નહોતી, કારણ કે એ સંગીન પીઠિકા ઉપર ખડી કરવામાં આવતી હતી. ધક્કાના કાંઠાની દીવાલને પડઘીઓ કરવામાં આવતી હતી, કેમકે ત્યાં પાણીના ભારને લક્ષમાં રાખવાને હતો. ઉપરકેટમાં આવેલા રહેણાક મકાનને એક મીટર જાડી ઈટાળી દીવાલ છે એ પડઘીવાળી ઈમારતને બીજે દાખલ છે. કઠિયાઓને પ્રક્ષેપણ-નિર્મિત કમાનને ખ્યાલ હતો અને એમણે ઉપરકોટમાંના એક નાના