________________
પ્રાગ્—ઐતિહાસિક સંસ્કૃતિ
૫ સું]
૩. વખાર (પટ્ટ ૨, આકૃતિ ૧૮)
સમૂહ રૂ માં ૧૯૩૦ ચેા. મીટરના વિસ્તારના અને ઉપરકાટના અગ્નિખૂણામાં હાંસની સ્થિતિ ધરાવતા કાચી ઈંટના ચાર મીટરની ઊંચાઈના એટલા પર મૂળમાં ૬૪ ધનાકાર સમૂહ બંધાયા હતા. દરેક સમૂહ તલમાનમાં ૩ ૬ મીટર ચેારસ અને એક મીટર ઊંચેા હતેા. એની નીચે આવેલી વખારમાં રાખવામાં આવેલા માલ-સામાનનું એ લાકડાના મંડપના તળભાગની જેમ રક્ષણ આપતા હતા. આમાંના ઘણાખરા સમૂહ ધોવાઈ ગયા છે, માત્ર ખારેક જળવાઇ રહ્યા છે. તળભાગેાની હારા ચાખ્ખી રીતે કરવામાં આવી હતી. એની વચ્ચેના માર્ગો ઉપર પાકી ઈંટાની ફરસબંધી કરી લેવામાં આવી હતી, જેથી મજૂરાનુ હલનચલન સરળતાથી થાય. આમાંના કેટલાક મા હવાની અવરજવરની નવેરીએનું કામ આપતા હતા (પટ્ટ ૧૨, આ. ૧૨૬), જેને છેડાની ખેાલણામાં લાકડાના પડદા દાખલ કરી બંધ કરી શકાતા હતા. વખારના બચેલા ભાગના છેક પૂર્વ દિશાના માના દક્ષિણ ખૂણામાંથી ઉત્ખનન દરમ્યાન ૬૫ જેટલાં તપાવેલાં માટીનાં મુદ્રાંક, ખળેલા લાકડાના એક ટુકડા અને માટા જથ્થામાં કાલસા મળી આવ્યા હતા. બાંધવાના કામમાં વપરાતાં સાદડી, કાપડ, દેરીઓ વગેરે સાધનેાની છાપેા પકવેલી માટીનાં મુદ્રાંકાના પૃષ્ઠભાગ ઉપર જોવામાં આવી છે એ બતાવે છે કે વાંસની સાદડી અને ખપાટિયાથી બરાબર બાંધવામાં આવતી ગાંસડીએની ઉપર અહી છાપ લગાવવામાં આવતી અને એની ગંજી ખડકવામાં આવતી. મુદ્રાંક ઉપર અનેક મુદ્રાએની છાપે છે એ બતાવે છે કે વેપારમાં ભાગીદારી હતી. અનેક છાપા હાવાના ખીજો ખુલાસા એ આપી શકાય કે માલિક ઉપરાંત જકાતી અધિકારીએ પણ માલ ઉપર પેાતાની મુદ્રા લગાવતા હાય.
[ ૧૧૩
આયાત થયેલા માલની તપાસ કરવાની સરળતા થાય એ માટે લેાથલની વખાર, ધક્કાની અને શાસકના નિવાસસ્થાનની તદ્દન લગાલગ આવેલી હતી. લોથલના અર્થકારણમાં વખારે ઘણા મહત્ત્વના ભાગ ભજવ્યેા લાગે છે, કેમકે પૂરેથી બચવા માટે જેના ઉપર એ ખડી હતી તે ઊંચા ભૂમિતળ(podium)થી અને વંડીની દીવાલથી પૂરતા પ્રબંધ કરવામાં આવ્યા હતા, જેથી વચ્ચેની ખાલી જગ્યામાં કંકર દુખાવવામાં આવતા. હડપ્પા અને મહેજો–દડાની અનાજની વખારાએ જેટલા જમીનના વિસ્તાર રાકયો હતેા તેનાં કરતાં વધુ વિસ્તાર શકતું હોય તેવું એક વિશાળમાં વિશાળ બાંધકામ હતું, કારણ કે લેાથલ સિધુ સામ્રાજ્યનું વધુમાં વધુ ધીકતું બંદર હતું.