________________
૫ મું ]
પ્રાગ ઐતિહાસિક સરકૃતિએ . [૧૧ આવાસ-સમૂહે આડી અને ઊભી સમાંતર હરોળમાં આયોજિત થયા હતા અને એ માપસરની પહોળાઈ ધરાવતા ઘેરી ભાર્ગો સાથે જોડાઈ જતા. સત્તાના અધિષ્ઠાનને બાકીના નગરથી જુદું પાડવામાં આવ્યું હતું. લોથલના સ્થપતિઓએ હડપ્પા અને મોહેં–જો–દડોમાંથી બીજી કેટલીક બાબતો અપનાવી; જેમકે વસ્તીવાળા વિસ્તારની બહારની બાજુએ રખાતું સમશાનગૃહનું સ્થાન, મેલું અને વરસાદનું પાણી લઈ જવા માટે જમીનની અંદર અને ઉપર મેરીઓની સગવડ, અને પૂર આવ્યાના સમય દરમ્યાન ડૂબી જવામાંથી બચી જવાય એ માટે ઊંચી કરેલી પીઠિકાઓ ઉપર મકાનોની રચના. લોથલમાં વહાણો નાંગરવા માટે કૃત્રિમ ધક્કો અને માલસામાન ભરવાને માટે વખાર બાંધવામાં આવેલ હશે. ધમાલિયા સમુદ્ર-બંદર તરીકે લોથલને લગતા પ્રશ્નોનો આ રીતે ઉકેલ લાવવામાં આવ્યો હશે.
શરૂમાં લોથલ તલમાનમાં ૬૦૦-૪૦૦ મીટરના માપનું લંબચોરસ હતું અને ક્રમે ક્રમે બધી દિશાઓમાં ઉત્તરોત્તર તબક્કાઓમાં વિસ્તર્યું હતું. જે શહેરને ફરતી દક્ષિણ દીવાલની પાર મળેલા બાંધકામના છૂટાછવાયા અવશેષોને પણ ગણતરીમાં લઈએ તો લોથલ એની ઉન્નતિના ઉચ્ચ શિખરે ઘેરાવામાં લગભગ બે કિ. મી. (સવા માઈલ) હોય. વસ્તીને વિસ્તાર પૂર્વ બાજુએ ધક્કાના બાંધકામથી અને પશ્ચિમ બાજુએ નદીથી ઘેરાયો હતો. બંનેને જોડતું નાળું ઉત્તર બાજુ વહેતું હતું અને આથી વહાણોને ધકકામાં નાંગરવાનું અનુકૂળ થતું. વારંવાર આવતાં પૂરની સામે નગરનું રક્ષણ તબક્કા ૧ના માટીના બંધ ઉપર કાચી ઈટની બાંધેલી ૧૩ મીટર જાડી દીવાલથી થતું હતું. આ દીવાલની સાથે બુરજે, દરવાજા કે ચેકીઓના અવશેષ મળ્યા નથી, એ વસ્તુસ્થિતિ સૂચવે છે કે આ દીવાલ કિલાની નહિ, પણ માત્ર પૂરના પ્રતીકારરૂપ યોજાઈ હેવી જોઈએ. કાચી ઈટોની અને માટીની આંતરિક પીઠિકાઓ મકાનોના સમૂહની ઊંચી પીઠિકાઓ તરીકે કામ આપતી અને એ સંરક્ષણની બીજી હરોળ બનતી. લાખો પાકી અને કાચી ઈંટો બનાવવા માટે. જોઈતી માટી શહેરના કેટની પૂર્વ બાજુની હાંસ પર ખોલેલા ધક્કાના પાત્રમાંથી લાવવામાં આવી હશે. નગરમાં અત્યાર સુધીમાં મકાનના કુલ સાત લંબચોરસ સમૂહ શોધાયા છે. સમૂહ મા- સિવાયના બાકીના બધા સમૂહ નીચલા નગરમાં આવેલા છે. સમૂહ શહેરનું મુખ્ય બજાર છે અને એ ઉત્તર ભાગમાં આવેલું છે. સમૂહ ચા, રુ અને હું ના બનેલા ઉપરકેટને દેખાવ અસરકારક છે, કારણ કે અગ્નિખૂણામાં આવેલે એ સમૂહ ઊંચામાં ઊંચી પૃષ્ઠભૂમિકા ઉપર બંધાય છે અને તેથી નીચેનાં મેદાને ઉપરથી નિહાળતો હોય તેવો લાગે છે. સમૂહ ચા માં આવેલું