________________
૧૮] ઈતિહાસની પૂર્વભૂમિકા
tu એક મહેગામમાં અને બીજું તેલમાં. આ સ્થળ અનુક્રમે નર્મદા અને ઢાઢર નદીના મુખની નજીક આવેલાં છે. આ નદીમુખ પરનાં બંદરોથી સમૃદ્ધ અંતઃપ્રદેશને લઈને હડપ્પીય લેકે આકર્ષાયા. રાજપીપળાની અકીકવાળી ટેકરીઓએ મહેગામ અને ભાગાતળાવથી જવું સરળ છે. લોથલના મણિયારેને જોઈતા અર્ધકિંમતી પથ્થરની આયાત આ સ્થળોએથી થતી. તાપી પ્રદેશનાં જંગલોમાંથી સાગ અને બીજી જાતનું લાકડું બાંધકામ માટે આયાત કરવામાં આવતું હતું. નર્મદા-તાપી પ્રદેશમાંથી નિકાસ થતો બીજે પદાર્થ તે રૂ હશે. આ, ટૂંકમાં, સિંધુ સભ્યતાના દક્ષિણ વિસ્તારની કથા છે. - હવે આપણે જોઈએ કે સ્થાનિક ગ્રામ-સંસ્કૃતિઓએ ઉચ્ચકક્ષાએ વિકસેલી ભૌતિક સંસ્કૃતિ અને નાગરિક વ્યવરથા ધરાવતા લેકસમૂહના આગમનની કેવી અસર ઝીલી. સિંધુ સભ્યતાનાં બધાં જ મુખ્ય લક્ષણે લોથલમાં જોવા મળે છે, જે પરિપકવ હડપ્પીય સંસ્કૃતિનું સાચું પ્રતિનિધિત્વ ધરાવે છે.
૨. લોથલ
(અ) સ્થળ આ સ્થળ ૧૯૫૪ના નવેંબરમાં શોધવામાં આવ્યું અને ત્યાં ઉખનન ૧૯૫૫ થી ૧૯૬૨ સુધી કરવામાં આવ્યું.
આ સ્થળ સરગવાલા(તા. ધોળકા, જિ. અમદાવાદ)ની સીમમાં આવેલું છે.
એ પ્રાચીન શહેરની દશ્ય નિશાનીઓ આસપાસનાં સપાટ અને વિશેષતા વિનાનાં મેદાનમાં ક્રમશઃ લગભગ સાડા પાંચ મીટરની ઊંચાઈ સુધી પહોંચતા એક નીચા ટીંબારૂપે રહેલ છે. આ ટીંબે હાલ લોથલ” નામે ઓળખાય છે. ત્યાં સારા મોટર–માર્ગથી પહોંચી શકાય છે અને એ અમદાવાદથી ૮૦ કિ. મી. (૫૦ માઈલ) દક્ષિણ પશ્ચિમે આવેલ છે. ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે ભિડાયેલું અને નીચાણના પ્રદેશમાં આવેલું લોથલ નદીઓનાં પાણી કાંઠા પર ફરી વળે છે ત્યારે વારંવાર પૂરને ભોગ બને છે. દક્ષિણે ખંભાતના રણથી લઈ ઉત્તરે કચ્છના નાના રણ સુધી લંબાયેલું હાલ “ભાલ” તરીકે ઓળખાય
૧૮૭૯ માં પ્રસિદ્ધ થયેલા અમદાવાદ ડિસ્ટ્રિકટના ગેઝેટિયરમાં સરગવાલાની પ્રાચીનતા વિશે નીચે પ્રમાણે નેધ કરેલી છે: “ધોળકા તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલું સરગવાલા કેાઈ સમયે બંદર હતું એમ કહેવાય છે. ગામની નજીકનો ટીંબો તથા અગાઉ લંગર કરીને વપરાતા કાણું પાડેલા ગોળ પથ્થરે આ માન્યતાનું સમર્થન કરે છે. (પૃ. ૩૫૩) -સંપાદક.