________________
૧૦]
ઈતિહાસની પૂર્વભૂમિકા
સમુદ્રકાંઠાની હિલચાલના સિદ્ધાંતનું સમર્થન કે નિરાકરણ કરવા માટે કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના પશ્ચિમ અને દક્ષિણ કાંઠાનું સર્વેક્ષણ કરવાનું જરૂરી જણાયું હતું. કાર્યક્રમના આ ભાગનું કામ ૧૯૫૫ થી ૧૯૫૯ નાં વર્ષોમાં હાથ પર લેવાયું. એને પરિણામે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બે પૂર્વકાલીન હડપીય અને કેટલાંયે ઉત્તરકાલીન હડપ્પીય સ્થળ શોધી કાઢવામાં આવ્યાં. તેથલની દક્ષિણે ઘોઘા (જિ. ભાવનગર) નજીક હાથબ (પ્રાચીન “હસ્તવપ્ર”) નામે ગામ આવેલું છે ત્યાંથી નાના જથ્થામાં હડપ્પીય મૃત્પાત્ર મેળવવામાં આવ્યાં છે. ત્યાંથી વધુ દક્ષિણમાં કોડીનારની નજીક આવેલા કણજેતરમાં એક ઉત્તરકાલીન હડપ્પીય સ્થળ છે, પ્રાયઃ એને મહાભારતમાં પ્રસિદ્ધ બંદર દ્વારકા તરીકે અનેક વાર ઓળખવામાં આવ્યું છે. આપણે પશ્ચિમ તરફ જઈએ તો બીજા બે ઉત્તરકાલીન હડપ્પીય સ્થળો જોઈ શકાય છે. એક વેરાવળની નજીક પ્રભાસમાં અને બીજું રિબંદરથી ઉત્તરમાં થોડે દૂર કૌંદરખેડામાં. સૌરાષ્ટ્રના કાંઠાની ઉત્તરપશ્ચિમ ટોચ પર જામનગરની નજીક આમરા અને લાખાબાવળ આવ્યાં છે, એને નિર્દેશ અગાઉ થઈ ચૂકી છે. ઉત્તરના કાંઠા ઉપર પૂર્વકાલીન કે ઉત્તરકાલીન હડપ્પીય એક પણ સ્થળ મળી આવ્યું નથી, કદાચ એનું કારણ એ હેય કે પગેથી અથવા ભારવાહી પશુઓથી ઓળંગી ન શકાય અને વહાણથી પણ ન ઓળંગાય તેવા છીછરા નાના રણ વાટે ઉત્તર દિશામાંથી હડપ્પીય લેકે એ સૌરાષ્ટ્રમાં પહોંચવાનો પ્રયત્ન કર્યો નહોતો. ૧૯૫૫-૫૬ માં કચ્છમાં હાથમાં લેવાયેલાં હડપ્પીય સ્થળોના અન્વેષણ દ્વારા ત્રણ પૂર્વકાલીન હડપ્પીય અને ત્રણ ઉત્તરકાલીન હડપ્પીય સ્થળે પ્રકાશમાં આવ્યાં. દક્ષિણ કાંઠા ઉપર માંડવી નજીક નવી નાળ, સમા ગોગા અને ઉત્તરમાં નખત્રાણા તાલુકામાં દેસલપરમાં પરિપકવ હડપ્પીય સંસ્કૃતિ દેખાય છે, જ્યારે દક્ષિણ કાંઠે કઠારા પાસે ટડિયો અને વધુ ઉત્તરમાં કસર અને ભૂજ તાલુકાનાં લૂણું હાસ પામતી હડપ્પીય સંસ્કૃતિનાં મથક છે. હમણાં કરછમાં બીજાં શેડાં હડપ્પીય સ્થળ શોધી કઢાયાં છે, તેમાંનાં લાખાપર, સુરકોટડા અને પબુમઠમાં પરિપકવ હડપ્પીય સંસ્કૃતિ દેખાતી હેવાનું મનાય છે. આ સંબંધમાં નોંધવું જોઈએ કે દેસલપર, પબુમઠ અને સુરકોટડા જેવાં ઉત્તર દિશાનાં સ્થળો કચ્છની પ્રાચીન સમુદ્રતટ-રેખા સૂચવે છે, કારણ કે હડપ્પીય સમયમાં કચ્છનું મોટું રણુ ખુલ્લા સમુદ્રના રૂપમાં હતું અને સિંધમાંથી ત્યાં ભૂમિમાર્ગે પહોંચી શકાતું નહોતું. છેક ઈ.સ.ની પહેલી સદી સુધી પણ “પેરિપ્લસ”ના લેખકના જણાવ્યા પ્રમાણે કચ્છની ફરતે વહાણનું સંચાલન થતું હતું, આથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં હડપ્પીય લેકે ભૂમિમાર્ગે