________________
ઈતિહાસની પૂર્વભૂમિકા ફૂટને મળ્યાં હતાં.૩૧ તાજેતરમાં આવાં જ ડાંગ વિભાગમાં શોધાયાં છે. પથ્થરનાં આવાં કાણાદાર હથિયારોને લાકડાના હાથામાં ભરાવી એનો ખેતીના કામમાં કે ગદા તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો.
આમ હજુ નૂતનપાષાણયુગનું અસ્તિત્વ બનાવતી કઈ વધુ ચીજો ઉપલબ્ધ થઈ નથી. તાપીના તટપ્રદેશમાં કે ડાંગમાં પદ્ધતિસર ઉત્પનન થાય તો આ યુગને લગતી વધારે માહિતી મળવાની શક્યતા છે. બાકી હમણું તો આપણે એટલું જ કહીએ કે ઉત્તર ગુજરાતમાં ભાનવે અંત્યપાષાણયુગમાંથી નૂતનપાષાણયુગમાં પ્રવેશ કર્યો હશે છતાં આ નવી સંસ્કૃતિને વિકાસ થયાની કોઈ નિશાનીઓ મળી નથી. પછી ઈ. સ. ની શરૂઆતમાં ત્યાં લેહયુગ શરૂ થયે,
જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતના સમુદ્રતટે તામ્રપાષાણ યુગની એકદમ વિકસેલી નગર–સંસ્કૃતિએ સિંધમાંથી આવી પ્રસાર કર્યો. આ એક પ્રકારની વસાહત જ કહેવાય, સંસ્કૃતિને વિકાસ નહિ.
પાદટીપે
૧. વળી જુઓ હ ધી સાંકળિયા, “પ્રાગૈતિહાસિક ગુજરાત”, “ગુજરાતની કીર્તિગાથા', પૃ. ૮૧-૯૪
2. R. B. Foote, The Foote Collection of Indian Prehistoric and Protohistoric Antiquities, Catalogue Raisonne, pp. 207 f; Notes on their Ages and Distribution, pp. 15 f., 68, 86 f, 142 f.
૭. હ. ધી. સાંકળિયા, ઉપર્યુક્ત, પૃ. ૧૮૩-૮૫
અમુક સ્થળે તે એનું પાત્ર લગભગ નવ મીટર (૩૦ ફૂટ) નીચે ઊતરી ગયું છે (એજન, પૃ. ૧૮૫).
૪ નહિ તે સામાન્ય રીતે નીચલો થર વધુ ને વધુ પ્રાચીન વસવાટના અવશેષ ધરાવે છે.
૫. આર્કિયોલેજિકલ સર્વે ઑફ ઈન્ડિયા, મુંબઈની ગુજરાત રિસર્ચ સોસાયટી અને પૂનાની ડેક્કન કોલેજ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ તરફથી યોજાયેલા પ્રથમ ગુજરાત પ્રાગ mladi fa's kilu49124 873014. H. D. Sankalia, Investigations into Prehistoric Archaeology of Gujarat, Chapter II
$. Sankalia, Excavations at Langhnaj : 1944-63, Part 1, pp. 8 f, 11 f.
૭ વડોદરાની મ. સ. યુનિવર્સિટીના પુરાવસ્તુ ખાતા વડે. Subbarao, “Archaeological Exploratian in the Mahi Valley" JGRS, Vol. I, pp. 34 ff.