________________
૫ મું]
પ્રાગ્રઐતિહાસિક સંસ્કૃતિઓ લાંધણજ અને હીરપુર સ્થળોએ ટીંબાઓ પર ખોદકામ કરતાં ઠીકરાંઓ ફક્ત સપાટી પર જ અને એનાથી ઊંડે ૦.૯ મીટર (ત્રણ ફૂટ) સુધી જ મળ્યાં,
જ્યારે અકીકનાં હથિયારો મોટા, quartzite ના ઉપલે અને એના ટુકડાઓ, વાટવાને કે ઘસવાને બનાવેલી વેળુ-પાષાણની નાની નિશાના ટુકડા અને હજારે અસ્મીભૂત થયેલાં હાડકાંના ભાંગેલા ટુકડા, પ્રાણીઓનાં હાથપગ, જડબાં, કરોડ, ખભા (૫ટ્ટ ૧૧, આકૃતિ ૧૨૪) વગેરેના અવશેષે લગભગ ૨.૧૪ મીટર (૭ ફૂટ) ઊંડે સુધી મળ્યા.૨૩
આ પરથી એટલું તો સાબિત થયું કે સપાટી પરનાં અને એનાથી નીચે ૦.૬ મીટરે (બે ફૂટ) મળતાં ઠીકરાંઓને અકીકનાં ઓજારે સાથે કંઈ સંબંધ નથી. ઠીકરાં કેવળ સપાટી પરથી જ મળતાં હોવાથી એ આધુનિક સમયમાં હોવાં જોઈએ. તેઓની બનાવટ વગેરેના અભ્યાસ પરથી પણ આ અનુમાન ખરું લાગે છે. આમ હોવાથી જે માનવ અકીકના ઉપલે લાવતો અને એમાંથી જુદાં જુદાં હથિયાર ઘડતો તે નવા પાષાણયુગનો નહિ, પણ એની પહેલાંના સમયનો હેવો જોઈએ એમ લાગે છે અથવા એ નવા પાષાણયુગમાં પ્રવેશ કરતો માનવ હવે જોઈએ, એમ ૦.૯ થી ૧.૨ મીટર (૩ થી ૪ ફૂટ) પર મળતાં ડાંક ઠીકરાંની એક જાત પરથી અને ખોદકામમાંથી મળેલી બે વસ્તુઓ–એક quartziteનો ગોળ, વચ્ચે કાણું પાડેલે પથ્થર અને બીજે chlorite schist ને લીસ, ઘસેલે, મોટા છરાના પાના જેવો પથ્થર સૂચવે છે. આથી આજે હવે આને “નૂતનપાષાણયુગ” તરીકે નહિ, પણ પ્રાચીન પાષાણયુગમાં “અંત્યપાષાણયુગ” તરીકે ઓળખવામાં આવે છે. ચૂનારૂપ થયેલા માનવના અને પ્રાણીઓના અવશેષ
આથી પણ વધારે અગત્યની શોધ એ છે કે નાનાં હથિયારો સાથે ચૂનારૂપ થયેલાં હાડકાંઓ–મુખ્યત્વે પ્રાણીઓના અવશેષો અને માનવનાં હાડપિંજરો મળી આવ્યાં છે.
લાંઘણજમાં અંધારિયા ટીંબાના ખોદકામમાંથી નીકળેલા માનવના (પટ્ટ ૧૧, આકૃતિ ૧૨૫) અને પ્રાણીઓના અવશેષે મહેં–જો–દડેના અવશેષો કરતાં વધારે જૂના હોવાનો સંભવ છે. ટાટા ઇન્સ્ટિટયૂટે કાર્બન 14ના આધારે એને જે સમય આંક્યો છે તે ઈ. સ. પૂર્વે ૨૫૦૦ની આસપાસનો છે.૨૪
જેમ જેમ ગુજરાતમાં ધારે ખોદકામ થશે તેમ તેમ “અંત્યપાષાણયુગ”નાં સંસ્કૃતિ અને માનવ પર વધારે પ્રકાશ પડશે; હાલ તે મુખ્યત્વે નાના પ્રકારનાં