________________
( ૭૭
પ મું]
પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિઓ વરસાદનું પ્રમાણ વધારે હોવાને લીધે અને બીજાં નૈસર્ગિક કારણોને લઈને નદીઓ હાલ કરતાં વધારે પ્રમાણમાં અને વધારે મોટા ઉપલે પોતપોતાના પેટમાં લાદતી, કેટલેક સ્થળે ભૂતલમાં નદીના પટમાં ખાડા-ટેકરા હોવાથી એ સ્થળો આવા ઉપલથી ભરાઈ જતાં અને એમાંથી ઢગલાઓ રચાતાં ટેકરા સર્જાતા.
એ કાલને માનવ
આવે સમયે, જ્યારે વરસાદનું જોર તેમજ પ્રમાણ ઓછું થવા આવ્યું હતું ત્યારે માનવ પહેલી જ વાર આ નદીઓના તટ ઉપર વસવા લાગ્યો. આ માનવ કે હતો એ આપણે કહી શકતા નથી, કારણ કે ગુજરાતમાં કે ભારતમાં કોઈ પણ સ્થળે આ આદિમાનવનાં પિતાનાં હાડપિંજર કે એના કેઈ ભાગ પણ હજી સુધી પ્રાપ્ત થયા નથી, તેથી હમણાં તો આ માનવનું જીવન કેવું હશે એનું આછું રેખાચિત્ર આપણે દેરી શકીએ છીએ. માનવ આ સમયે તદ્દન જંગલી અવસ્થામાં હતો, કંદમૂળ અને પ્રાણીઓના શિકાર ઉપર જ એનું જીવન પસાર કરતો. કપડાંલત્તા કે દાગીના હતા જ નહિ; જેકે સંભવિત છે કે એ જંગલનાં ફૂલેથી તથા રંગબેરંગી પાંદડાંથી માથું, કાન વગેરેને સુશોભિત કરતો હશે.
શિકાર કરવાને કે કંદમૂળ જમીનમાંથી ખોદી કાઢવાને માનવ પાસે પથ્થરનાં હથિયાર હતાં એ તો નિઃશંક છે, પણ આ ઉપરાંત અસ્થિ અને લાકડાનાં હથિયાર હોવાને પણ સંભવ છે. પૃથ્વી ઉપર જૂનામાં જૂને લાકડાનો જ ટોચવાળા ભાલે ઈગ્લેન્ડમાં કેટલાંય વર્ષો ઉપર મળ્યો હતો. વળી દક્ષિણ આફ્રિકામાં મક્કા પાસગાર નામની ગુફામાં અસ્થિના અસંખ્ય અવશેષ મળ્યા છે, જેના પરથી એમ માનવામાં આવે છે કે માનવે સૌથી પહેલાં મારેલાં પ્રાણીઓનાં અસ્થિ-ખાસ કરીને લાંબાં અસ્થિ હથિયાર તરીકે વાપર્યા હેય. આમ પાષાણયુગ પહેલાં અસ્થિના હથિયારોને યુગ હવાને સંભવ સ્વીકારવામાં આવ્યો છે.
હથિયા બનાવવા વપરાયેલા પથ્થરની જાતે
ગુજરાતમાં અને આખાય ભારતમાં એ યુગનાં, હજુ સુધી, પથ્થરનાં હથિયાર જ મળ્યાં છે, કારણ કે પથ્થર જ આટલા લાંબા કાળ સુધી ટકી " શકે. અસ્થિ અને લાકડું, અમુક સંગે બાદ કરતાં, ટૂંકા સમયમાં નાશ પામે છે.