________________
નથી. માત્ર દેવ, નારક અને વાયુકાયમાં જ તે ગ્રહણ કરે, બાકી પંચેન્દ્રિય કે મનુષ્યભવમાં વૈક્રિય લબ્ધિ પ્રગટ થાય તો ગ્રહણ કરી શકે, નહીં તો નહીં. દેવ-નારકીના આયુષ્ય બધા દીર્ઘકાળના. તે ભવમાંથી મરીને પાછો દેવ કે નારક સતત ઉત્પન્ન પણ ન થઈ શકે આથી આ વર્ગણા દરેક ભવમાં તે પ્રાપ્ત ન કરી શકે તેથી તેનો દીર્ઘકાળ પસાર થાય. આ જીવે સંસારમાં જે દુઃખ, દ્રવ્યપીડા, ભાવપીડા ભોગવી તેનું મુખ્ય કારણ
કાલ અનતનિગોદધામમાં પુગલ સંગે રહ્યો, દુખ અનંત નરકાદિથી તું અધિક બહુવિધ સહિયો, (૧)
જ્ઞાન અનંત જીવનો નિજગુણ, તે પુગલ આવરીયો, ચેતનકુંપુગલ ચેનિશદિન, નાનાવિધ દુઃખ ઘાલે. (૧૨)
(પુદ્ગલ ગીતા) શરીરાદિ સેકડો પુદ્ગલ જીવે મિથ્યાત્વના ઉદયમાં પુદ્ગલને જ પોતાનું સ્વરૂપ માની અને તેને સારું કરવામાં, સુખી કરવામાં પુદ્ગલોના ગ્રહણ પરિગ્રહ કર્યા, તેમાં જ પોતાની સંપત્તિ-કિંમતી વસ્તુ તરીકે સમગ્ર જીવનું બહુમાન પુદ્ગલમાં જ ઢાળ્યું અને આત્માને વિશે નિરસ થયો. પુદ્ગલના વિષે અનંત રસવાળો થઈ આત્માને ભૂલી તેમાં એકાગ્ર થઈ સ્વ પર આત્માને મહાસંતાપ આપીને અનંતગુણ સંતાપને ભોગવવા નરક નિગોદની અનંતીવાર જીવે મુસાફરી કરી. પુદ્ગલના સંગે, તેના રાગે, તેના બહુમાને અને તેના વિષેના વિપર્યાસ જ્ઞાનના કારણે તેની સાથે માત્ર નિશ્ચયથી હેય માનીને અને વ્યવહાર કરવાની જેટલી જરૂર પડે તેટલા જ વ્યવહાર ઉદાસીન પરિણામે કરવાના હતા તેમ કરવાને બદલે રસ, રુચિ, રાગ અને આસકિતપૂર્વક કરવાથી જ્ઞાનાદિગુણો પર કર્મનું આવરણ આવવાથી તે ગુણો આવર્તિત થયા- ઢંકાયા અને વિપર્યાસ દોષો પ્રગટવાને કારણે ભયંકર અનેક પ્રકારના દુઃખોથી જીવ દુઃખી થયો.
પુદ્ગલ પરાવર્તકાળ પર જિનવચનની શ્રદ્ધા થાયતો ખ્યાલ આવે, જેમાં સમુદ્રના આવર્તામાં ફસાયેલાને નીકળવું દુષ્કર છે તેમ અનાદિ કાળથી કર્મના સંયોગના કારણે અનંતાનંત પુદ્ગલ પરાવર્તરૂપ આવર્તામાં જીવ પરિભ્રમણ પામ્યો. અર્થાત્ આત્માએ આજ સુધી જે ઓદારિક પુદ્ગલ વર્ગણાઓ – જે ભોજનરૂપે, વસ્ત્રરૂપે, મકાનરૂપે, સોનાચાંદીના ઘરેણાંરૂપે, શરીરરૂપે, આદિ સર્વ વસ્તુઓને જે
અજીવ તત્વ | 75