________________
૧૪ રાજલોકના આકાશક્ષેત્રનો એવો કોઈ ભાગ બાકી રહ્યો નહીં હોય કે જીવે જયાં ઘણીવાર જન્મ-મરણના દુઃખને સહન ન કર્યા હોય, છતાં હજી આપણને જન્મ અને મરણના દુઃખ (પીડા) માંથી મુકત થવાનું મન નથી થતું તે જ આશ્ચર્ય છે! અર્થાત્ આપણને જિનવચન સાંભળવા છતાં હજી વાસ્તવિક શ્રદ્ધાના પરિણામ થયા નહીં. આથી જ આત્માની આવી દુઃખની પરંપરા સાંભળવા છતાં આપણે તેમાંથી મુકત કરાવનાર એવા જિનવચનરૂપ આજ્ઞાનો સ્વીકાર કરતા નથી. ૨. ક્ષેત્ર પુગલ પરાવર્તકાળ ઃ કાળ પુદ્ગલ પરાવર્તકાળ કરતા ક્ષેત્ર પુદ્ગલ
પરાવર્તકાળ સૂક્ષ્મ છે. ૧૪ રાજલોક પ્રમાણે જે આકાશપ્રદેશ ક્ષેત્ર છે તેના પ્રથમ આકાશપ્રદેશ ક્ષેત્ર પર કોઈ જીવ મરણ પામે પછી ક્રમસર બીજા આકાશપ્રદેશના ક્ષેત્ર પર મરણ પામે એમ ક્રમસર ૧૪ રાજલોકના સર્વક્ષેત્ર પર ક્રમસર મરણ કરીને સ્પર્શે ત્યારે એક સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તકાળ થાય. જો પ્રથમ આકાશક્ષેત્ર પર મરણ થાય અને બીજી વખતે તેના બાજુના આકાશપ્રદેશ પર મરણ ન થતાં બીજે કયાંય પણ મરણ થાય તો તે કાળની ગણતરી ન ગણાય. ફરી જયારે બીજા આકાશ પ્રદેશ પર જ મૃત્યુ પામે ત્યારે જ તે કાળ ગણતરીમાં લેવામાં આવે. કાળ પુદ્ગલ પરાવર્તકાળથી આ વધારે સૂક્ષ્મ છે તેનું કારણ એ છે કે એક અંગુલ (આંગળીના વેઢા) પ્રમાણ ભાગમાં આકાશક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશોને ખાલી કરતાં અસંખ્ય અવસર્પિણી અને અસંખ્ય ઉત્સર્પિણી કાળ પસાર થાય. આમ સર્વાકાશ પ્રદેશોના સર્વ પ્રદેશોને ક્રમસર મરણ કરીને જીવ સ્પર્શે ત્યારે જે કાળ પસાર થાય તેને એક સૂક્ષ્મક્ષેત્ર પુદ્ગલ પરાવર્તકાળ કહેવાય અને ક્રમ વિના જો સર્વ આકાશક્ષેત્રને જીવ મરણ
કરીને સ્પર્શે તો તે બાદરક્ષેત્ર પરાવર્તકાળ કહેવાય. • સમ્યત્વની પ્રાપ્તિ પછી જીવને મોક્ષ પામવાનો દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ
કહ્યો છે તે સૂક્ષ્મક્ષેત્ર પુદ્ગલ પરાવર્તકાળની અપેક્ષાએ કહ્યો છે. અર્થાત્ જીવ સંસારમાં અનંત આવા ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તકાળ પસાર કર્યા પછી જયારે પરિભ્રમણ કરતા કરતા પણ તેનો પરિભ્રમણ કાળ માત્ર અર્ધક્ષેત્ર પુદ્ગલ પરાવર્તનથી કંઈક ન્યૂન બાકી રહે તે પછી જ તે સમ્યક્ત પામે તે પૂર્વે નહીં અર્થાત્ સમ્યક્ત પામ્યા પછી જીવને સંસાર પરિભ્રમણ કાળ માત્ર અર્ધપુદ્ગલ
પરાવર્તકાળની અંદર જ હોય. આ જિનવચન પર જો અપૂર્વશ્રદ્ધા થાય તો 72 | નવ તત્ત્વ