________________
શાનાદિક ગુણ સંપદારે, તુજ અનંત અપાર તે સાંભળતાં ઉપનીરે, ચિતેણે પાર ઉતાર.
(પૂ. દેવચંદ્રવિજય મ.સા.) પુદ્ગલના ભોગમાં સુખ બુદ્ધિ લાગે છે પણ તે સુખ, સુખરૂપ નથી પણ સુખની ભ્રાંતિ છે તે પ્રમાણે માત્ર બુદ્ધિથી કહો છો કે શ્રદ્ધા-રુચિ પૂર્વક? જો શ્રદ્ધા રુચિપૂર્વક કહેતા હો તો માન્યતાને દઢપણે વળગી રહેવું જોઈએ અને જો વાસ્તવિક શ્રદ્ધારુચિપૂર્વકની હશે તો પુદ્ગલના સુખમાં ઉદાસીનતા આવ્યા વિના નહીં રહે. કદાચ રાગ થઈ જાય તો તેમાં પાછળથી પશ્ચાતાપ પણ થયા વિના નહીં રહે. એક બાજુ વિષયના સુખને ભોગવતી વખતે અંદરથી તે સુખ ભ્રાંતિ જેવું છે તેવો પરિણામ અને બહારથી ઈન્દ્રિયોના સંયોગમાં પુદ્ગલના સાતસુખનો પરિણામ પણ લાગે તો સમકિતીને એક સાથે બન્ને પરિણામ પણ સંભવે. જયારે સભ્યત્ત્વના પરિણામમાં કંઈક મંદતા હોય અને મોહના પરિણામમાં તીવ્રતા હોય તો આવા પરિણામ એક સાથે થાય પરંતુ જયારે ભોગની પ્રવૃત્તિ છૂટી જાય છે ત્યારે મોહના પરિણામનું જોર ઓછું થાય છે અને સભ્યત્ત્વના પરિણામની તીવ્રતા થાય છે ત્યારે મેં અજુગતું કર્યું છે તે ન જ કરવું જોઈતું હતું. હવે કરીશ નહીં. ગુરુ પાસે તેનું પ્રાયશ્ચિત કરીશ વગેરે પશ્ચાતાપના પરિણામ પણ થાય છે. ક્રોધનો ઉદય થયો, ક્રોધના પરિણામ એક બે દિવસ કે વધુ વખત પણ રહે છે. જેમ જેમ તે ઓછાં થતાં જાય શાંત પડે તેમ તેમ પશ્ચાતાપ પણ થાય. પશ્ચાતાપ તીવ્ર થઈ જાય તો બાંધેલા કર્મોના અનુબંધ તૂટી જાય છે. બંધાયેલું કર્મ સંપૂર્ણ નાશ પણ પામી જાય છે.
0000
અજીવ તત્ત્વ | 51