________________
આ છ પરિણામોથી જિન-વચનની શ્રદ્ધા દઢ થાય જેમકે કામણ વર્ગણા રૂપી છે અને આત્મા પ્રતિસમય કર્મના અનંતાનંત પુદ્ગલ સ્કંધો ગ્રહણ કરે છે છતાં તે જોઈ શકાતા નથી. તેનું કારણ આ જ છે કે તે સૂક્ષ્મ પરિણામી છે. સૂક્ષ્મ પરિણામી પુદ્ગલ કોઈપણ ઈન્દ્રિયનો વિષય ન બને તે માત્ર વિશિષ્ટ જ્ઞાનનો (આત્મ પ્રત્યક્ષ જ્ઞાનનો એટલે કે અવધિ, મન:પર્યવજ્ઞાન કે કેવલજ્ઞાનનો) જ વિષય બને. તેથી સૂક્ષ્મ પરિણામી પુદ્ગલ છે શસ્ત્રાદિથી છેદન-ભેદન -દહન પણ ન થઈ શકે. આથી ૧૪ રાજલોકમાં સૂક્ષ્મ સ્થાવર જીવો ઠાંસી ઠાંસીને રહ્યા છે. તેને કોઈ છેદીભેદી ન શકે,
અગ્નિ પણ તેમને બાળી ન શકે, તેમના આયુષ્ય પૂર્ણ થાય તો જ તે મરે. આ વાત પણ શ્રદ્ધાગમ્ય સહજ બને. અર્થાત્ કોઈ પણ બાદર પરિણામી પુદ્ગલ વસ્તુ સૂક્ષ્મ પરિણામી ઉપર કંઈ પણ અસર કરી શકે નહીં, આથી કોઈપણ સૂક્ષ્મ જીવોની હિંસા દ્રવ્યથી થઈ શકે નહીં.
બાદર સૂક્ષ્મ રૂપે જે ચોથો પુદ્ગલ પરિણામ છે તે રૂપે જે છાયા, પ્રકાશ વગેરે બાદર હોવાના કારણે ચક્ષુરિન્દ્રિયથી જોઈ શકાય છે, પણ છેદી-ભેદી શકાતા નથી. જયારે બાદર-બાદર છેદન-ભેદનાદિ થઈ શકે છે. અર્થાત્ જે કંઈપણ છેદન-ભેદન કે દહન થઈ શકે તે બધુ પુદ્ગલ જ હોય અને તે પણ બાદર બાદર જ હોય એ સિવાયના પરિણામવાળા પુદ્ગલોનું છેદન-ભેદન-દહનાદિ થઈ શકતું નથી.
હ
32 | નવ તત્ત્વ