________________
૫) આયોગી પરિણામ: અનાદિકાળથી અરૂપી પુદ્ગલ દ્રવ્ય સાથે આત્મવીર્યના જોડાણ રૂપ જે યોગ (સંસાર) અવસ્થા હતી તે હવે આત્મ વીર્ય સર્વથા જ્ઞાનાદિ આત્મગુણો અને અસંખ્ય આત્મપ્રદેશોમાં પરિપૂર્ણ પરિણમન થવાના કારણે પુદ્ગલના સંયોગ રૂપ (મન, વચન, કાયા) યોગ અવસ્થાથી સર્વથા મુકત બની માત્ર અરૂપી, નિરાકાર, નિર્વિકાર રૂપ અયોગી અવસ્થા ૧૪માં ગુણસ્થાનકે પ્રગટ થાય. જે અવસ્થા હવે શાશ્વતરૂપે રહેશે.
૬) કેવલજ્ઞાન પરિણામઃ આત્મામાં સત્તાએ એક જ કેવલજ્ઞાનનો પરિણામ છે. તે કેવલ જ્ઞાનાવરણીય કર્મોના ઉદયથી ઢંકાયું અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી તરતમતા ભેદે પ્રગટ થવા રૂપ તે જ્ઞાન મતિ, શ્રત, અવધિ અને મનઃ પર્યવ જ્ઞાન એ ક્ષયોપશમ ભાવે ૪ પ્રકારે થયેલ. હવે સંપૂર્ણ કેવલ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે માત્ર કેવલજ્ઞાન ક્ષાયિક પરિણામે પ્રગટ થાય તે હવે સદા કાળ તે જ રૂપે રહેશે હવે તેમાં કોઈ ભેદ કે અંતરાય નહીં આવે. આમ કેવલજ્ઞાન વડે સદા કાળ આત્મા લોકાલોકના સર્વ શેયનો વિશેષ જ્ઞાનનો જ્ઞાતા બનશે.
૭) કેવલદર્શન પરિણામ: આત્મામાં સત્તાએ સામાન્ય જ્ઞાન પરિણામ રૂપે કેવલ દર્શન રહેલું છે. પણ અનાદિ કાળથી દર્શનાવરણીય કર્મના આવરણથી તે આવરિત થયું અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી સત્તાગત કેવલ દર્શન હવે ચક્ષુ દર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એમ ૩ દર્શન રૂપે અલ્પાંશે પ્રગટ થાય. દર્શનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી સત્તાગત આત્માનું કેવલદર્શન પ્રગટ થતાં લોકલોકના સર્વ શેયનાં સામાન્ય સ્વરૂપનો આત્મા જ્ઞાતા બને. આ કેવલદર્શન પણ સામાન્ય
જ્ઞાન પરિણામ રૂપે આત્મામાં ક્ષાયિક પરિણામે સદા માટે રહે છે. 316 નવ તત્ત્વ