________________
પામવાને કારણે આત્મવીર્ય જ્યારે પુદ્ગલ સાથે જોડાય ત્યારે તે સંસાર યોગરૂપ બને અને આત્મવીર્ય જ્યારે પુદ્ગલથી છૂટી આત્માના જ્ઞાનાદિ ગુણ સાથે જોડાય ત્યારે તે મોક્ષયોગ બને.
કેવલજ્ઞાન રૂપ એક જ શુદ્ધ જ્ઞાન પરિણામ પોતાના આત્મપ્રદેશોને છોડ્યા વિના સમગ્ર લોકાલોકના શેયને પૂર્ણ સ્વરૂપે જાણી લે છે તેમાં કોઈ પણ ઈન્દ્રિય આદિની સહાયની જરૂર નહીં. શેય પાસે જવાની જરૂર નહીં ઉપયોગ પણ મૂકવો પડે નહીં. જ્યારે છદ્મસ્થ જીવોને સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન ન હોવાના કારણે શેયને જાણવા ઉપયોગ મૂકવો પડે. જેટલું જ્ઞાન પ્રગટ થયું હોય તેટલું જ બોધ થાય. અવધિ અને મન:પર્યવવાળાને રુપીનું જ જ્ઞાન થાય અને બાકીના છમસ્થોને ઈન્દ્રિયોથી અતિઅલ્પ મર્યાદાવાળું જ્ઞાન થાય.
૭) દર્શન પરિણામ: આત્મામાં સામાન્ય જ્ઞાનરૂપે દર્શન પરિણામ પણ એક જ છે. કેવલદર્શન પરિણામ છે પણ દર્શનાવરણીય કર્મના કારણે આત્માને તે પરિણામ ઢંકાય છે અને દર્શનાવરણીયના ઉદયથી તે ગુણ આવરાઈ જાય છે અને વિભાવરૂપે પ્રગટ થાય છે. ચાર પ્રકારના દર્શનાવરણીયના ભેદ અને પાંચ પ્રકારની નિદ્રા આવરણીય કર્મના ઉદયથી તે ગુણો આવરાઈ ગયા. હવે તે દર્શનાવરણીય કર્મનાં ક્ષયોપશમથી-ચાર રૂપે દર્શન પ્રગટ થાય. ૧) ચક્ષુદર્શનાવરણીયના ક્ષયોપશમથી ? ચક્ષુ વડે વસ્તુનો મર્યાદાપૂર્વક સામાન્ય
બોધ થાય. ૨) અચક્ષુદર્શનાવરણીયના ક્ષયોપશમથીઃ ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો વડે મર્યાદાપૂર્વક
અલ્પ સામાન્ય બોધ થાય. ૩) અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી : રૂપી પદાર્થોનો સામાન્ય બોધ
થાય. આમ ત્રણ જ્ઞાન ક્ષયોપશમ પ્રધાન હોવાથી ત્રણે સામાન્ય સ્વરૂપે - પૂર્ણ
જ્ઞાન પ્રગટ ન થાય. ૪) કેવલદર્શન માત્ર કેવલ-દર્શનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી આત્માને સર્વ વસ્તુઓ સંબંધી સામાન્ય કેવલદર્શન ક્ષાયિક રૂપે પ્રગટ થાય તેમાં ઉપયોગ મૂકવાની જરૂર નહીં. આમ આત્માનું સામાન્ય જ્ઞાન રૂપે એક જ પરિણામ હોવા
308 | નવ તત્ત્વ