________________
ભયંકર પીડા પામે છે અને તે અનુભવાતી પીડાનો જ ફરી બંધ પડે છે. ઉદય વખતે અસાતારૂપ પીડા આપે. આમ જન્મ પીડારૂપ, તેનું ફળ પણ દુઃખ, અને પરંપરા પણ દુઃખ અને જીવ જ્યારે પોતે જન્મે ત્યારે બીજા પણ ૨ થી ૯ લાખ ગર્ભજ જીવો અને બીજા પણ અસંજ્ઞી જીવોનો જન્મ થાય, માત્ર એક-બે બચે, બાકી બધા મૃત્યુ પામે. આથી સ્ત્રીયોનિને જન્મ-મરણનાં યંત્રરૂપે કહ્યું છે. પોતાના જન્મ વખતે સાથે ઉત્પન્ન થયેલા કેટલાય જીવોના મૃત્યુ પર અજ્ઞાની જીવો જન્મોત્સવ ઊજવી આનંદ વ્યકત કરે છે. આથી જિનની આજ્ઞા જન્મ લેવા જેવો કે બીજાને દેવા જેવો કે જન્મની અનુમોદના કરી તેનો આનંદ ઉજવવા જેવો નથી, આથી મહાત્માઓ પણ જન્મદિવસની ઉજવણી ન કરે, ચારિત્રની જ અનુમોદના કરે. જે જીવોને ગર્ભાવસ્થામાં ભાન આવે છે તેઓ જન્મવા તૈયાર થતાં નથી, બહાર આવ્યા પછી તેઓ મૌન રહે છે અને તક મળે હવે અજન્મા માટે જ ગર્ભમાં અભિગ્રહ ધારણ કરે. અહીં સાધના માટે તૈયાર થઈ એવું અનુપમ જીવન જીવે કે જેને કારણે નવમા વર્ષે જ કેવલજ્ઞાન પામી, ભવભ્રમણનો અંત આણી, શુદ્ધ સિદ્ધાવસ્થા પ્રગટ કરી પ્રાપ્ત મનુષ્યભવ અજન્મા બની સફળ કરનારા બને.
મરણ દુઃખરૂપ શા માટે? :
ગ્રહણ પુદ્ગલરૂપના બંધરૂપે સંયોગરૂપ થયેલા દ્રવ્ય પ્રાણના વિયોગ રૂપે થવું તે મરણ. જે જન્મરૂપે મનુષ્યાદિ પર્યાય અવસ્થારૂપે જીવ થયો તે અવસ્થાને પોતાની માનીને, તે અવસ્થા રહેવા રૂપે જે મમતા-આસક્તિ હિંસાદિ અનેક પાપો કરવા રૂપે જે જે વિભાવ અવસ્થા જીવની જ્યારે જ્યારે થઈ ત્યારે ત્યારે તેનું મોહની પીડા ભોગવવારૂપ ભાવમરણ સતત ચાલુ થયું અને તે ભાવપીડા વડે નવા ભવોના જન્મ અને મરણની ફરી પીડા ભોગવવારૂપ સંસાર સર્જન થયું. આમ જન્મ કરતાં મરણ અવસ્થા મોહના પોષણના કારણે વધારે પીડા અનુભવવારૂપ છે. તેના પ્રત્યે જેને જેને મોહના સંબંધ બંધાયા તેઓ પણ વિયોગ વખતે મરણરૂપ પીડાનો અનુભવ કરનારા થાય.
તે જ રીતે મૃત્યુ પણ દુઃખરૂપાદિ તેથી સ્વનું મરણ કરવા જેવું નહીં બીજાનું મરણ કરાવવું નહીં અને કરતા હોય તેની આનંદ-અનુમોદના કરવી નહીં. આથી જન્મમાં હરખાવાય નહીં અને મરણનો શોક કરાય નહીં. પૂજામાં% &શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાર્ય શ્રીમતે જિનેકાય જલાદિક યજામહે સ્વાહા.
અજીવ તત્વ | 221