________________
વીતરાગતા પ્રગટ થઈ ગઈ. જે આત્માનું આવશ્યક હતું તે પૂર્ણ પ્રગટ થઈ ગયું માટે તેમને સામાયિક નહીં.
સર્વજોયના પૂર્ણ જ્ઞાતા બનવા રૂપજિનની આજ્ઞા પાળવાની હતી તે કેવલજ્ઞાનથી પૂર્ણ થઈ તેથી તેમને સ્વાધ્યાયરૂપ શ્રત જ્ઞાન ભણવા રૂપ વ્યવહાર આવશ્યક (આજ્ઞા પાળવાની જરૂર નહીં. તે સદા માટે સર્વ શેયના જ્ઞાતા છે. છદ્મસ્થ જીવોને સ્વભાવની પૂર્ણતારૂપ નિશ્ચય આવશ્યક પ્રગટ ન થાય ત્યાં સુધી તેને પ્રગટાવવાના કારણ રૂપ વ્યવહાર આજ્ઞારૂપ સામાયિકાદિ આવશ્યક જરૂરી.
જમીનમાં પાણી જયાં સુધી ન નીકળે ત્યાં સુધી ખોદવું પડે. પાણી પૂરતા પ્રમાણમાં પ્રગટ થઈ જાય પછી ખોદવાનું બંધ થઈ જાય છે. પણ પાણી જમીનમાં કયાં હશે તેનું અનુમાન કરવું પડે, તે માટે તેના નિષ્ણાતો પાસે તેનો નિર્ણય કરવો પડે પછી તેના સૂચન મુજબ ત્યાં જ જમીન ખોદવી પડે અર્થાત્ પાણી પ્રગટ થવામાં જે માટી, પત્થરાદિ જે અંતરાયભૂત હોય તે દૂર કરવા પડે તેમ સર્વજ્ઞ વચન વડે કેવલજ્ઞાન સત્તામાં છે તે નિર્ણય થાય અને તેના અવરોધક કર્મ-કષાયાદિને સર્વ વચને દૂર કરવાનો પ્રયત્ન થાય તો કેવલજ્ઞાનરૂપી પાણી પ્રગટ થાય.
આવી આત્માની શુદ્ધ-અશુદ્ધ અવસ્થાના જ્ઞાન માટે ભેદ જ્ઞાન જરૂરી. જયાં સુધી આત્માના અસ્તિત્વની પ્રતીતિ ન થાય ત્યાં સુધી સ્વ સ્વભાવમાં દઢતા નહીં આવે.
અન્ય દર્શનોમાં મિથ્યાત્વને અવિદ્યા કહ્યું છે, તે હશે ત્યાં સુધી સર્વ સત્યરૂપ સર્વજ્ઞ વચન પર શ્રદ્ધા-પ્રતીતિ ન થાય ત્યાં સુધી ગમે તેટલું જ્ઞાન તે અજ્ઞાન સ્વરૂપ. સ્વાત્માની પ્રતીતિ ન કરાવે. સ્વાત્માની પ્રતીતિ-રુચિ વિના સર્વ ક્રિયાદિ યોગ નિષ્ફળ.
આત્મજ્ઞાન નહીં જયાં સુધી ફોગટકિયા કલાપ, ભટકો ત્રણે લોકમાં, શિવ સુખ લહન આપ.
(યોગીન્દ્રદેવ કૃત પ્રાકૃત પં. નરશુરામ) જિનાજ્ઞાનું ફળ શું?
સર્વજ્ઞ પરમાત્માની સમગ્ર આજ્ઞાઓ અવ્યાબાધ ગુણને પ્રગટ કરવા માટે છે. જિનાજ્ઞા યોગનું અંતિમ લક્ષ્ય “સવ્વ જીવા ન સંતવ્યા.” કોઈ જીવ પીડા ન પામે. 192 | નવ તત્ત્વ