________________
જ્યાં સુધી સ્વાત્મા અને દેહનો જુદા રૂપે ભેદ ન પકડાય ત્યાં સુધી આત્મામાં સ્થિરતા ન થાય, કારણ હું દેહમાં કે આત્મામાં? તેવો તેને ભ્રમ થાય તેથી તે મુંઝાય. આથી ભેદજ્ઞાન કરવું જરૂરી. તે ભેદજ્ઞાન દ્રવ્ય, ગુણ અને પર્યાયની ત્રિપદીથી થાય તો જ્ઞાન નિઃશક બને યથાર્થ નિર્ણય થાય. “હું આત્મ દ્રવ્ય છું. તેમાં જ્ઞાનાદિ અનંતગુણો રહેલા છે, પણ કર્મ સંબંધે હું શરીરાદિ અશુદ્ધ જુદી જુદી પર્યાય અવસ્થાને પામીને ભમી રહ્યો છું. મારે આ ભ્રમણ ટાળવું છે,” એવું ભેદજ્ઞાન થાય તો કર્મકૃત પર પર્યાય અવસ્થાથી આત્માને પર માનીને તેનાથી છૂટવું જરૂરી અને તે માટે આત્માને જ્ઞાનાદિ ગુણમય અભેદ ભાવે થવું જરૂરી, તો જ ધૃવરૂપ સ્થિર સ્વભાવને પામીશ અને અનાદિના ચારગતિ ભ્રમણનો અંત આણી પંચમી સિદ્ધ ગતિને સદા માટે પામીશ. સંયોગ વિયોગ બન્ને પુગલ અવસ્થા નાશવંત છે. બન્નેમાં આત્માએ પોતાની સ્વભાવ દશામાં રહેવાનું છે. સંયોગને માત્ર ય રૂપે ન જાણે તો મોહની પુષ્ટિ થશે. જ્ઞાતા બની દષ્ટા બનવાનું છે, તેમ નહીં બને તો અનુકૂળ સંયોગ અવસ્થા સ્વીકારી સંયોગમાં આદરનો અને વિયોગમાં અપ્રીતિનો મોહ પરિણામ થશે. આ રીતે ભવ બંધનરૂપ આત્માની વિભાવ દશા ચાલ્યા કરશે. ભવબંધનરૂપ પરના ભોક્તા બન્યા તો આશ્રવ અવસ્થા (સંસારરૂપ) પ્રાપ્ત થાય તે ટાળવા સ્વભાવદશામાં જવું જરૂરી, તે માટે સ્વ-પરનું ભેદજ્ઞાન જરૂરી.
આત્માસ્વરૂપે-સ્વભાવે નિર્લેપ છે પણ મોહના કારણે લેવાય છે. તેવું ભેદજ્ઞાન નહીં થાય ત્યાં સુધી સંયોગોથી મૂકત થવાનો પ્રયત્ન નહીં કરે. જો આત્મા નિર્લેપ દશાની રુચિ કરી સ્વભાવમાં રહેવાના લક્ષવાળો બને તો જ્ઞાનાવરણીય સાથે દર્શન મોહનીયનો ક્ષયોપશમ થાય.
આત્માની શુદ્ધિ થઈ અને વિકાસ થઈ રહ્યો છે તે કેમ ખબર પડેઃ
આત્મજ્ઞાન જેમ શુદ્ધ થાય તેમ તે ધ્યાનરૂપ થાય. સ્વમાં વધુમાં વધુ સ્થિર થતો જાય, અને પરથી ખસતો જાય, વિમુખ થતો જાય.
સબમેં હૈં ઔર સલમેંનાહીં, નટરૂપ તું અકેલો સ્વભાવે વિભાવે રમતો તું ગુરુઅરુd ચેલો
(પૂ. મો. યશોવિજયજી મ.સા.) ઔચિત્ય વ્યવહાર જ્યાં જેટલો જરૂર તેટલો કરે, આ આત્મજ્ઞાનનું ફળ છે.
186 | નવ તત્ત્વ