________________
સંયોગમાં પણ એનાથી છૂટવાના ભાવ સાથે તે પોતાના ગુણોની અનુભૂતિ કરવાના લક્ષપૂર્વક રહે તો તે પ્રશસ્ત વ્યવહાર આત્માને હિતકારી થાય.
આત્મા એક દ્રવ્ય છે ને દ્રવ્ય પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવું એ જ આત્માનું હિત છે. સર્વજ્ઞ પરમાત્માના શાસનમાં આત્મહિત સિવાયની કોઈ વાત નથી. આત્મા પોતાના હિત પ્રમાણે વર્તે તો તે બીજાનું અહિત કરી શકતો નથી. તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિ મ.સા.એ કહ્યું કે, પરસ્પરોપગ્રહો જીવાનાં, જીવે જીવ દ્રવ્ય પર ઉપકાર કરવાનો છે. જીવે જીવ પર ઉપકાર કરવો એ જિનની આજ્ઞા છે. જયવીયરાય સૂત્રમાં પરાર્થકરણ દ્વારા પણ પરોપકારની જ વાત આવી. આપણે ત્યાં પરોપકારની ખૂબ જ વાતો ચાલે છે પણ જો આત્માને પોતાના ઉપર જ ઉપકાર કરવાનું લક્ષ નથી તો તે બીજા પર પણ ઉપકાર કરી શકતો નથી કારણ કે આત્મા પોતાના ઉપર ઉપકાર ન કરે તો એ બીજાના ઉપકારમાં જ નિમિત બને છે. માટે જ આપણું શાસન સ્વપ્રધાન છે. પરમાત્માએ સવિ જીવ કરું શાસન રસીની ભાવના ભાવી તેમાં પોતાને બાકાત ન રાખ્યા. સવિ જીવમાં પોતાનો નંબર પ્રથમ આવે.
કોઈપણ દુઃખી જીવ પીડાને સહન ન કરી શકે ત્યારે સહજ કરુણા ઉભરાય. આ ભાવ પરમાત્માને પરબોધિ સમ્યગદર્શનની હાજરીમાં પ્રગટ થયો છે, તે વિના કરુણાનો ભાવ આવે જ નહીં. દ્રવ્ય પીડા સાથે ભાવ પીડાનું પણ લક્ષ જરૂરી છે. માત્ર દ્રવ્ય પીડા દૂર કરવાનું જ લક્ષ હોય તો તે સમ્યગ્દર્શનની કરુણા નથી. સમયગુદન પરિણામ હોય ત્યારે સ્વ પરની ભાવ પીડા પણ ર કરવાનો પરિણામ હોય જ. માટે જ પરમાત્મા દીક્ષા લેતા પહેલાં વરસીદાનનો વ્યવહાર કરે છે. માત્ર ધન જ આપે એવું નથી, ભોજનશાળા વગેરે પણ ત્યારે ખુલ્લા હોય છે. બધો જ ઉચિત વ્યવહાર પરમાત્મા કરે. સમ્યગદર્શનનો પ્રથમ પરિણામ આસ્તિક્ય છે એ જેમ જેમ નિર્મળ થતો જાય તેમ તેમ કરુણાનો ભાવ પ્રગટ થાય. જગતના જીવોના અસ્તિત્વનું ભાન થયું અર્થાત્ સિદ્ધ-કેવલી સિવાયના જીવો કષાય કર્મના ઉદયને આધીન છે તેવા જીવોને દ્રવ્ય ભાવ પીડા ભોગવતા જોઈને પરમાત્માને પ્રશસ્ત મહા કરુણા ઉભરાણીજ. માટે જ પરમાત્માએ જ કરુણા ભાવમાં શું વિચાર્યું?
જગતના જીવો દુઃખી શા માટે?:
માત્ર જગતમાં જીવનું અસ્તિત્વ જ ચિંતવ્યું. જેવો પોતાના સ્વભાવ પ્રમાણે વર્તતા નથી તે સ્વયં પીડા પામી રહ્યા છે અને બીજાને પીડા આપી રહ્યા છે.
અજીવ તત્વ | 151