________________
મિથ્યાત્વના ઉદયથી બધાને પોતાના માન્યા અને ચારિત્રમોહનીયના ઉદયથી બધાની સાથે મમતાના પરિણામથી બંધાઈ ગયો એટલે કર્મબંધની શરૂઆત થઈ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ આ જ બંધના કારણો છે. તે છે ત્યાં સુધી આત્માને સતત કર્મબંધ ચાલુ છે, જેનું અસ્તિત્વ જેવું છે તેવી રીતે તેનો સ્વીકાર કર્યો ને વિપરીત રૂપે સ્વીકાર કર્યો - વિપરીત માન્યતાથી
બંધાયો એટલે કર્મબંધ થયો, આ મિથ્યાત્વના કારણે થયું. ૨) અવિરતિ પરની સાથે બંધાઈને રહેવું તે – વિરક્ત ન થવું. છોડવા છતાં પણ
છૂટવાના પરિણામ ન આવવાથી કર્મબંધ થાય. સામાયિકમાં છતાં ઘરમાં વહુ શું કરે? છોકરાઓ શું કરે છે? તે વિચારો ચાલ્યા કરે તો કર્મબંધ ચાલુ છે. મન ત્યાં બંધાયેલું છે માટે કર્મબંધ ચાલુ જ છે. બે ઘડી માટે વિરતિનો સ્વીકાર કર્યો છે તો ઘરવાળા સાથે કે ઘર સાથે કોઈ વ્યાપાર ન કરવાનો નિર્ણય કર્યો છે છતાં ચિંતા ચાલુ જ છે. જોઈને નથી ચાલતાં, જીવરક્ષાનો હેતુ નથી તો અર્થાપતિથી મારવાનો પરિણામ છે. સ્વ પર રક્ષાનો હેતુ પરિણામ જરૂરી છે. બચવાનો-બચાવવાનો પરિણામ આવી જાય તો તરત જ જોઈને ચાલવા લાગે. સામાયિકના પરિણામની ચિંતા નથી, વિરક્ત ભાવ નથી તો સંસારમાં રહેવાનો પરિણામ ઉભો જ છે માટે તે નિમિત્તે બંધ ચાલુ જ છે. ૩) કષાય? આત્માના સ્વભાવ પ્રમાણે ન પ્રવર્તવું તે જ મોહનો પરિણામ અર્થાત્
પુદ્ગલના સ્વભાવ પ્રમાણે પ્રવર્તવાનો ભાવ તે જ મોહનો પરિણામ છે. પુદ્ગલના ગુણોમાં સુખના અનુભવરૂપે ભ્રમ થવો તે જ મોહનો પ્રભાવ છે. મોહના ભ્રમેસ્વના અસ્તિત્વને બદલે પુદ્ગલ સાથે સીધું જોડાણ કર્યું. શરીરાદિ
યોગમાં મારાપણાનું જોડાણ થવાથી સતત કર્મબંધ ચાલુ રહે. ૪) યોગ મન-વચન કાયારૂપ પુદ્ગલ આત્મવીર્યના જોડાણ રૂપ પ્રવૃત્તિને યોગ.
માટે જ્ઞાની ભગવંતોએ આવા પ્રકારના ભેદજ્ઞાનની વાત કરી કે, આત્માના
સ્વરૂપના અને સંસારની અવસ્થાના ભાન માટે સાધના જરૂરી છે. આ બેનો નિર્ણય ન થાય તો સાધનામાં ભાવ પ્રાણોની કચાશ આવે. સાધના ક્યારે બને? સાધના છે દ્રવ્ય પ્રાણની સાથે વર્તમાનમાં જેટલા અંશે આપણા ભાવ પ્રાણ ખુલ્લા છે તે તેમાં ભળે ત્યારે જ સાધના બને છે. દ્રવ્ય પ્રાણની સાથે મારા ભાવ પ્રાણ જોડાઈ રહ્યાં છે કે નહીં એ જાણવા માટે જ પ્રણિધાન અને
144 નવ તત્ત્વ