________________
ચિત્રવિવરણ માન શરીરવાળા, પંચવણ પુપની બનાવેલી અને છેક પગ સુધી લાંબી માલાને ધારણ કરનારે, સૌધર્મ નામે દેવલોકને વિષે સૌધર્માવલંસક નામના વિમાનમાં, સુધર્મા નામની સભામાં શક નામના સિંહાસન ઉપર બિરાજે છે.
આ ચિત્રમાં ઈન્દ્ર સભામાં સિંહાસન ઉપર બેઠેલે છે. ઉપરના જમણા હાથમાં વજ અને ડાબા હાથમાં અંકુશ છે નીચેનો જમણો હાથ સામે બેઠેલી ઇંદ્રાણી તથા દેની સાથે કાંઈ વાતચીત કરતાં ઊંચે કરેલ છે અને ડાબે હાથ ડાબા ઢીંચણ ઉપર રાખેલ છે. સામે એક ઈંદ્રાણી તથા બે દે અને નીચે પણ ચા૨ દે ઇંદ્રની આજ્ઞા સાંભળતાં હોય તેવી રીતે બેઠેલાં છે. આ ચિત્રમાં રૂપેરી શાહીનો સૌથી પહેલવહેલો ઉપયોગ કરેલો દેખાય છે. ચિત્રકારની પીંછી પણ ભાવવાહી છે અને તેની ચિત્રમંજૂષામાં રંગો પણ વિવિધ જાતના હશે તેને પુરા તેણે આ ચિત્રમાં ઉપયોગમાં લીધેલા વિવિધ રંગો આપે છે.
ચિત્ર ૨૩ઃ પ્રભુ મહાવીરનું જન્મ-કલ્યાણક. ચિત્ર ૧૪ વાળું જ ચિત્ર. વર્ણન માટે જુએ ચિત્ર ૧૪નું જ વર્ણન.
ચિત્ર ૨૪ઃ મેરુ ઉપર જન્માભિષેક. અમદાવાદની ઉ.ફ.ધ.ના જ્ઞાનભંડારની તાડપત્રની હસ્તલિખિત પ્રત ઉપરથી. '
પ્રભુ મહાવીરને મેરુ પર્વત ઉપર સ્નાત્ર મહોત્સવ. સૌધર્મેન્દ્રનું પર્વત સમાન નિશ્ચલ, શક્ર નામનું સિંહાસન કંપાયમાન થયું, એટલે ઈન્દ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકી જોયું તો ચરમ જિનેશ્વરને જન્મ થએલો જણાયો. તરત જ ઇન્દ્ર હરિગમેથી દેવ પાસે એક યોજન જેટલા પરિમંડળવાળે સુષા નામને ઘંટ વગડા.૧૧ એ ઘંટ વગાડતાંની સાથે જ સર્વ વિમાનમાં ઘંટ વાગવા લાગ્યા. પિતપોતાના વિમાનમાં થતા ઘંટનાદથી દેવે સમજી ગયા કે ઈન્દ્રને કાંઈક કર્તવ્ય આવી પડયું છે. તેઓ સર્વે એકઠા થયા એટલે હરિણગમેષીએ ઈન્દ્રને હુકમ કહી સંભળા. તીર્થકરને જન્મમહત્સવ કરવા જવાનું છે એમ જાણીને દેને બહુ જ આનંદ થયો.
પરિવરેલો ઈન્દ્ર નન્દીશ્વરદ્વીપ પાસે આવી વિમાનને સંક્ષેપી ભગવાનના જન્મથાનકે આવ્યો. જિનેશ્વરને તથા માતાને ત્રણ પ્રદક્ષિણ દઈ, વંદન-નમસ્કાર વગેરે કરી બેલે કે “કુક્ષિમાં રત્ન ઉપજાવનારી, જગતમાં દીપિકા સમી છે માતા! હું તમને નમસ્કાર કરું છું હું દેવનો સ્વામી શક્રેન્દ્ર આજે તમારા પુત્ર છેલ્લા તીર્થકરને જન્મ મહોત્સવ ઊજવવા દેવલેકથી ચાલ્યા આવું છું. માતા! તમે કઈ રીતે ચિતા કે વ્યગ્રતા ન ધરતાં.” તે પછી ત્રિશલા માતાને ઇન્દ્ર અવસ્થાપિની નિદ્રા આપી અને જિનેશ્વરપ્રભુને કરસંપુટમાં લીધા.
ધીમેધીમે વિવિધ ભાવના ભાવ, દેથી પરિવરેલે, સૌધર્મેન્દ્ર, મેરુપર્વતના શિખર ઉપર રહેલા પાંડુક વનમાં આવી પહોંચ્યો અને ત્યાં મેરુની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિ પાંડુકબલા નામની શિલા પર જઈ પ્રભુને ખોળામાં લઈ પૂર્વ દિશા ભણું મુખ કરી સ્થિત થયે ,
પહેલાં અમૃતેન્દ્ર પ્રભુને સ્નાન કરાવ્યું. તે પછી અનુક્રમે બીજા ઇન્દ્રો અને છેક ચંદ્ર-સૂર્ય
૧૧ આ ઉલલેખ ઉપરથી એમ માનવાને કારણ રહે છે કે પ્રાચીન ભારતવાસીઓ આધુનિક ‘wireless'ની કહેવાતી શેપથી અશુનાણ નહોતા, કારણ કે એક પંટનાદથી સર્વે વિમાનમાં ૮ વાગવા લાગ્યા તે વર્ણન જ તેને પુશ અપ છે.