________________
પવિત્ર કલ્પસૂત્ર કપડાં પહેરતા હતા તેને આબેહૂબ ખ્યાલ આ ચિત્ર આપે છે.
ચિત્ર ૬ઃ બે શ્રાવિકાઓ. આચિત્રમાં ચિત્ર પની માફક બંને શ્રાવિકાઓ ઊભેલી છે અને પિતાની સામેની કોઈ વ્યક્તિની સાથે વાતચીત કરતી હોય તેવી રીતે એકેક હાથ ઊંચા રાખીને ચિત્રકારે અત્રે રજૂ કરેલી છે. બંનેના શરીર ઉપસ્ની કંચુકી, ખભા ઉપરના વસ્ત્રના ઊડતા છેડા અને કમ્મર નીચેનું ઉત્તરીય વસ્ત્ર સ્પષ્ટ દેખાય છે. આ ચિત્ર તથા ચિત્ર ૩ તેરમા સૈકાની ગુજરાતની સ્ત્રીઓ કઈ જાતનાં કપડાં પહેરતી હતી તેને આબેહૂબ ખ્યાલ આપણને આપે છે.
Plate III ચિત્ર ૭ઃ ભગવાન પાર્શ્વનાથ. ચિત્ર૪ વાળી પ્રત ઉપરથી ચિત્રમાં પદ્માસનની બેઠકે પ્રભુ પાર્શ્વનાથ બેઠેલા છે. મસ્તક ઉપરની ત્રણ કણ આ ચિત્ર પાશ્વનાથજીનું હેવાની સાબિતી આપે છે. - ચિત્ર ૮ઃ ગૌતમસ્વામી.ચિત્ર ૪ વાળી પ્રત ઉપરથી. આ ચિત્રની મધ્યમાં પ્રવચનમુદ્રાએ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી સિંહાસન ઉપર બેઠેલા છે. ગૌતમસ્વામીની ગરદનની પાછળ જૈન રાધને એ તથા પ્રવચનમુદ્રા રજૂ કરીને આ ચિત્ર તીર્થકરનું નહિ પણ સાધુનું છે, તેમ બતાવવા પ્રયત્ન કરેલ છે. સિંહાસનની બંને બાજુએ એકેક સિંહ રજૂ કરીને ચિત્રકારે તેરમા સૈકાના સિંહાસનના શિલ્પને એક પૂરા પૂરે પાળે છે. આ ચિત્રના જેવું જ એક બીજું ચિત્ર દક્ષિણમાં આવેલા દિગંબર જૈન તીર્થ મુડબદ્રીના એક દિગંબર મંદિરમાં આવેલા તાડપત્રીય હસ્તલિખિત ગ્રંથભંડારમાં આવેલી “ષખંડાગમ'ની પ્રતમાં છે. અત્યાર સુધીમાં મારા અખિલ ભારતવર્ષના પ્રવાસમાં આવાં માત્ર બે જ ચિત્રો જોવામાં આવેલાં છે.
ચિત્ર ૯ઃ જૈન સાધુ અને શ્રાવક. ઉપર્યુંકત પ્રતમાંથી જ. આ ચિત્રમાં તથા ચિત્ર ૧૦માં સિંહાસન ઉપર બેઠેલા જૈન સાધુના ડાબા હાથમાં ચિત્રકારે એકેક ફેલ રજુ કરેલ છે, તે ચિત્રકારની જન સાધના રીતરિવાજની અજ્ઞાનતાને આભારી છે. હું અગાઉ ચિત્ર ૨માં આ બાબતની ચર્ચા કરી ગયો છે. આ ચિત્ર તથા ચિત્ર ૧૦ માંના બંને સાધુને ડાબો હાથ પ્રવચનમુદ્રાએ રાખેલ છે. આ ચિત્રમાં સાધુની સામે બે હાથ જોડીને બેઠેલો એક ભકત-શ્રાવક છે.
• - ચિત્ર ૧૦ઃ જૈન સાધુ. ઉપર્યુક્ત પ્રતમાંથી જ. આ ચિત્ર બરાબર ચિત્ર ૯ના સાધુને બધી બાબતમાં મળતું જ છે.
ચિત્ર ૧૧ઃ બ્રમશાંતિ યક્ષ. પ્રતના પાના ૧૫૧ ઉપરથી.મિ. બ્રાઉન આ ચિત્રને શકેંદ્રના ચિત્ર તરીકે ઓળખાવે છે:
“મનુષ્યના રાજાની માફક શકેંદ્રને દાઢીવાળા અને ગાદી ઉપર બેઠેલો ચીતરેલ છે. તેના ઉપરના જમણા હાથમાં અંકુશ અને ડાબા હાથમાં એક છત્ર ૫કડેલાં છે; નીચેના બંને હાથમાં કાંઈપણ નથી. તેણે ધોતી અને દુપટ્ટો પહેરેલાં છે. તેના જમણા પગ નીચે તેને હાથી છે. ખાલી જગ્યાને ફૂલોથી ભરી દીધી છે.”
u 'The god Sakra, bearded like a human king, is seated on a cushion. In his upper right hand, he holds the elephant-goad; in the upper left an umbrella; the lower hands are without attributes. He is dressed in dhoti and scarf. Below his right leg is his elepbaut, Flowers fill in the composition.'
-"The story of Kalak' pp. 120.